Gujarati Quote in Blog by Krunal Sheth

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક વર્ષો પહેલા બધાએ પ્રણવ મિસ્ત્રી નો એક વિડીયો જોયો હશે જેમાં પાલનપુરના આપણા ગુજરાતી એ સિકસ્થ સેન્સ ટેકનોલોજી દર્શાવી હતી અને વિડીયોના એક પાર્ટમાં એમના હાથથી બુકમાં રહેલી ફિગરને આપણે જેમ ટચ સ્ક્રીન ઉપર ઝૂમ ઇન કરીએ એ રીતે બે આંગળીથી પકડીને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર છોડતા હતા અને એ ફિગર જાણે ચોપડીમાંથી સ્ક્રીન ઉપર આવી જાય. એ વાત ને લગભગ 11 વર્ષ થયા હશે અને ત્યાર પછી આપણે ઘણા બધા ટેકનોલોજી ઇનોવેશન જાતે યુઝ કર્યા પણ જેમ મેં ઉપર કહ્યું એમ બુકમાંથી ઉઠાઈને સ્ક્રીન ઉપર કન્ટેન્ટ આવી જાય એવું કઈક લાર્જર પબ્લિક માટે ઇઝી અવેલેબીલીટી સાથે હજુ નહતું આવ્યું. ગુગલ લેન્સ નું આ નવું ફીચર એ રિયાલિટી ની તરફ એક ડગલું આગળ માંડે છે. અગેઇન માસ યુઝ થાય એવું પ્રેક્ટિકલ છે. આમ તો ગૂગલ લેન્સ ઓલરેડી ફ્યુચરિસ્ટિક હતુ પણ આ એડિશન ચોક્કસપણે ટેકનોલોજીમાં થઇ રહેલી હરણફાળ દર્શાવે છે.

બાકી આમાં અક્ષર સારા હોવા જોઈએ નઇ તો ગૂગલ પણ શબ્દ રચના અને વ્યાકરણની ભૂલો કરશે. સાલુ એવું થતું હતું કે હવે પેન/પેન્સિલ પકડવાનો ટાઈમ ગયો પણ આ રિવર્સ ટેકનોલોજીને યુઝ કરવા પાછા કાગળ અને કલમ લેવા પડશે. નાનપણમાં આપણા ઘરોમાંથી કાયમ કહેતા હતા કે "અક્ષર તો મોતી ના દાણા જેવા હોવા જોઈએ" એનું મહત્વ આજના મોબાઈલ/કમ્પ્યુટર યુગમાં પણ એટલું જ છે.

નોંધ: ડોકટરોના પ્રિસ્ક્રિપ્શન પર જોજો પાછા આ યુઝ કરતા નઇ તો ફાર્મસી વાળો કઈક બીજી જ દવા ધરી દેશે 😁

~કેવી શેઠ?!

https://www.theverge.com/2020/5/7/21250556/google-lens-copy-paste-handwritten-notes-computer-phone-ios-android

Gujarati Blog by Krunal Sheth : 111428202
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now