સબંધ અને સબંધોની ગરીમા...
જો સબંધ સાચો છે.. પવિત્ર છે.. તો છુપાવવુ શું કામ..??
ભલે ને દુનિયા ગમે તે સમજે..!!!
અને જો સબંધ છુપાવવો પડે તો રાખવો શું કામ...!!!
સબંધ એ કોઈ બંધન નો મોહતાજ નથી...
કે તારે આ કરવાનું કે આમજ કરવાનું..
સબંધ એ વ્યવહાર નથી..
તું કરે તો હું કરુ... હું કરુ તો તારે કરવાનું જ...!!
સબંધ એ કોઈ contract નથી..
જે હું તારા સાથે રહીશ..તુ મારા સાથે..!!
સબંધ એ લાગણી છે...,સ્નેહ છે..,માન છે..સન્માન પણ છે..
ભાવના છે..પ્રેમ છે..કયાંક સમર્પણ છે તો કયાંક અપેક્ષા ના સ્વરુપ માં...
કયાંક સાથ છે.., તો કયારેક સહારો પણ છે...
કયારેક હુંફ છે.. તો કયારેક સ્નેહ...પણ..
કયારેક ખાટો મીઠો ઝઘડો છે.. તો કયારેક રીસામણાં પણ છે..
કયારેક કોઈ મનાવી લે છે..,તો કયારેક પોતાના હાલ પર પણ છોડી દે છે. ..!
કયારેક તૃષ્ણા છે.. તો કયારેક તૃપ્તિ પણ છે..!!
કયારેક માણે છે તો કયારેક તાણે પણ છે...
સાહેબ આ તો સબંધે છે.. અને એ જ તો જીંદગી છે.. કયારેક હસાવે છે તો કયારેક રડાવે પણ છે..
કયારેક અપનાવી લે છે.. દરેક ખામી સાથે તો.. કયારેક ખુબી હોવા છતાં તરછોડે પણ છે..
આ તો માણસ છે.. કયારેક જે તમને.. ખાસ કહે.. એ જ સામાન્ય પણ બનાવી દે છે...
હૃદય ની વાત ને.. વાચા આપનાર વયકિત કયારેક ખામોશ પણ કરી જાય છે...
આ તો સબંધો છે.. કયારેક જીવતા શીખવાડી જાય .., તો કયારેક એ જ જીવન બોજ પણ બનાવી જાય છે...
સાહેબ ઠેસ તમને વાગે.. અને દર્દ કોઈ અન્ય ને થાય છે..
કયાંક સબંધ એ પણ છે .. કે આંસુ તમારા હોય અને પીગળતા એ હોય છે....
તો કયાંક એવું પણ થાય.. એક તડપતુ હોય અને બીજા ને ફર્ક પણ ન પડે...
પણ સાહેબ આ તો સબંધ છે .. અને એ જ તો જીવન છે..!!
સબંધ ને ઉંમર નો પહેરો નથી..
સબંધ ને જ્ઞાતી -જાતિ નું બંધન નથી..
સબંધ ને.. સજાતીય-વિજાતીય આકર્ષણ નથી..
સબંધ ને સમય ની પાબંધી નથી..
સબંધોના સરવાળા નથી..સબંધ એ કોઈ રમત પણ નથી..!!
આ તો.. મન મળે ત્યા મળે....
મહાનતા મળે ત્યા મસ્તક ઝુકે...
લાગણી.. હોય તેના હૃદય માં વાસ થાય..!
વ્હાલ અને સ્નેહ મળે ત્યાં મન ભળે..
જયાં ભાવ હોય ત્યાં સમર્પણ થાય...
જયાં સમર્પણ હોય ત્યાં અપેક્ષા પણ થાય..!
અને જો કયારેક એ અપેક્ષા તુટે.. તો અસહ્ય વેદના પણ થાય....
પરંતુ એ વેદના.. એની પણ મજા છે...
આ તો સબંધ છે.. અને એ જ તો જીવન છે..!!!
...પ્રિયંકાબા ઝાલા 'ક્ષત્રાણી ની કલમે..✒'..