આજે કબાટ માંથી
પચ્ચીસ પૈસા નો જુનો સિક્કો મળ્યો
જાણે ખોવાયલા બાળપણ નો
એક હિસ્સો મળ્યો ;
શું નહિ મળતું હતું
એ પચ્ચીસ નાં સિક્કા માં ?
ચોક થી સ્કુલ સુધી
બસ ની રીટર્ન ટીકીટ મળતી હતી
આખું જમરૂખ
ને ઢગલા બંધ કેરી ની ચીરીઓ મળતી હતી
લીલી વરીયાળી
બોર આમલા ની લિજ્જત મળતી હતી
રંગબેરંગી પીપર મીંટ ચોકલેટ
ને ચૂરણ ની ગોળીયો મળતી હતી
અર્ધો કલાક ભાડે થી
સાયકલ મળતી હતી
લખોટી ભમરડા
ને ટીકડી ફટાકડી મળતી હતી
પતંગ દોરીની લચ્છી
અણીદાર પેન્સિલ
ને સુગંધી રબર ની જોડી મળતી હતી
બરફ ના ગોળા
ને ઠંડા શરબત ની જયાફત મળતી હતી
રબર વાળી કુલ્ફી
ને ક્વોલીટી ની કેન્ડી મળતી હતી
C બાયોસ્કોપ માં
દસ મિનીટ ની ફિલ્મ જોવા મળતી હતી
યાદ કરો મિત્રો ;
પચ્ચીસ પૈસા માં સો ગણી વસ્તુઓ મળતી હતી
નાની નાની વસ્તુઓ માં
અઢળક ખુશીયો મળતી હતી