ટૂંકી વાર્તા
મૃગજળ...
ચશ્માનાં કાચ લૂછતા લૂછતા જયાએ હિંચકે બેઠેલા મિતેશને પૂછી લીધું
કેમ કાંઈ પત્ર વાંચી બોલ્યા
નહિ..?
મિતેશ જ્યારે આવી ચુપકી સાધીલે એટલે એ સમજી જતી કે કંઈક એને ખટક્યું છે...પછી એ પત્ર માં એને શંકા ઉપજી કે પાછો એનો લંગોટિયો મિત્ર બિમાર થયો કે દીકરીના સાસરે થી ત્રાગું થયું ..
કંઇ નહિ કરી પત્ર તકિયા નીચે મૂકી પોતે જાતે પાણી પીવા ઉઠ્યો.
પત્ર વાંચવાની તાલાવેલી હવે જયાને થઈ..! પત્ર લેવા ઉભી થઈ ત્યાંજ મિતેશ બોલ્યો કે કાલે રોમી આવે છે..રોમી દીકરીની દીકરી હવે નાની બાળકી માંથી જુવાન થઈ ચૂકી છે.
છેલ્લા પાંચ વરસથી તે નાનાનાની પાસે આવી નથી ને હવે એને અહીં ગમશે??અમેરીકા રહીને ?
આખીરાત પાસા બદલવા માં વિતી ને બીજે દિવસે જેટલી સફાઈ થઈ એટલી કરી..રાહ જોતા બેઠા હતા ત્યા જ એક સીધી સાદી યુવતીએ આવી પૂછ્યું મિતેશ ભક્તાનુ ઘર આજ છે કે??
જયાએ ચશ્મા લૂછ્યાને જોયું તો ..સુંદર યુવતી નાની જયાનુ પ્રતીક સમી ઉભી હતી..અરે આતો રોમી...એ ડોક્ટર બની ને તેમના ગામમાં આવી હતી તેણે શહેરની કેરિયર ને ન પસંદ કરતા આ નાનું ગામ પસંદ કર્યુ હતું .બન્ને ને સ્વપ્ન ભાસતું હતું ..કોઈ મૃગજળનો” ભાસ નથીને...ના એ હકિકત હતી...
બન્ને માંથી કોઈની હિમ્મત નહોતી થતી કે પૂછે..ધીરે ધીરે આખા ગામમાં એ વહાલી ડોક્ટર બની ગઈ હતી...લોકોની ઉમ્મીદ બની ગઈ હતી...નાનાનાની નું ઘર જયા કોઈ નહોતું ફરકતું ત્યા ચહલપહલ થઈ ગઈ હતી...પણ મિતેશ નું મન માનતું જ નહોતું ...
એકવાર રાતે ઉંઘ ઉડતા જયા પાણી પીવા ઉઠીને એણે રોમી ની એની મમ્મી જોડે વાત કરતા સાંભળી અને એ દંગ રહી ગઈ...અરે આતો ખરેખર “મૃગજળ”જ હતું ..પેટજણી દીકરીએ પોતાની દીકરી ને મહોરૂ બનાવી ને નાના ની મિલકત પર કબજો જમાવા દોહિત્રીને સાકર બનાવી ભણાવીને મોકલી હતી...જયા ભગવાનનો પાડ માની સૂઈ ગઈ..
સવારના સૂરજ ઉગતાજ રોમીને જાણવા મળ્યું કે નાના એ તેમની મિલકત મા નો હિસ્સોને ખેતરની જમીન પર વૃધ્ધાશ્રમ બાંધવાનું વીલ બનાવી દીધું છે...!!
જયશ્રી પટેલ
૨૪/૯/૧૯