Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયામાં બધા જ ગરીબ નથી પરંતું ઘણા ટકા માણસો અમીર પણ હોયછે જે અબજો ડોલરના માલીકો હોયછે તેમને પૈસા કેવી રીતે વાપરવા તે પણ તેમના માટે એક મોટી સમસ્યા બની જતી હોયછે જમાપૂજી તો હોય જ છે પણ એક એક મીનીટે પણ લાખો ડોલર કે પાઉન્ડ કે રુપીયા કમાનાર આ દુનિયામાં હોયછે..તેમની આવકો સતત વધતી જ જાયછે ને જેથી તેમનુ બેંક બેલેન્સ પણ ઘડીયાળના કાંટાની જેમ વધીને ફરતું હોયછે..
બંગલા ગાડીઓ જે તેમની કરોડો રૂપીયાની હોયછે કલાકે કલાકે તેઓ પોતાની ગાડીઓ બદલતા હોયછે.આવી સુખશાંતિ તો નસીબવાળાને જ મળતી હોયછે તો ઘણા ગરીબ માણસોને એક ટંક પુરતું ભોજન પણ નથી મળતુ! આથી ઘણીવાર તેમને રાત્રે ખાલી પાણી પીને સુવાની વાળો આવતો હોયછે આ બધી નસીબની વાત છે એવુ બિલકુલ નથી કે તેમને ગયા જન્મમાં સારા કાર્યો કર્યા હશે! કુદરતી દરેક ને નસીબ આપે છે કોઇને સારુ તો કોઇને ખરાબ આ પણ એક કુદરતની ગેમ છે..
પણ હા આવા લોકો આમજ અમીર નથી બન્યા કદાચ તેમને પણ તેમની જીંદગીમાં કોઇને કોઇ મહેનત અવશ્ય કરી હશે! મહેનત બે પ્રકારની હોયછે એક તો શારીરિક ને બીજી દિમાગી મહેનત..પણ શારીરિક મહેનતમાં ભાગ્યેજ કોઇ ઉપર આવી શક્યુ હશે પણ દિમાગી મહેનતમાં તો લોકો રાતોરાત કરોડોપતિ થઈ ગયા છે..જે હોય તે કોઇ સુખેથી જમે છે તો કોઇ દુ:ખમાં
રોટલીનો ટુકડો ખાય છે ભગવાન દરેક ને કંઇક ને કંઇક જરુર આપતો હોયછે કહેવાય છે ને કે સૈ પોતપોતાના નસીબનું ખાય છે. આમાં ઇર્ષાને કોઇ સ્થાન નથી..
હમણાં જ એક પરદેશી આપણા ભારત દેશમાં ફરવા માટે આવ્યો હતો..મુંબઇ શહેરમાં તે ઘણું જ ફર્યો ને પછી તે પરત તેના દેશમાં પણ ચાલ્યો ગયો કહેવાય છે કે તે દુનિયાનો એક અમીર માણસ ગણાતો હતો..તેને તેના હાથમાં જે ઘડિયાળ પહેરી હતી ને તે લગભગ એક કરોડ ને છત્રીસ લાખ રુપિયાની હતી...હવે જો આટલા રુપીયા આપણી પાસે હોય તો આપણે પહેલા તો એક સારુ મકાન જ બાંધી દઇએ ને પછી આપણી બીજી ઈચ્છા એક ઓડી લાવવાની હોય શકે..આપણી સૈની ઈચ્છા ફકત આ બે જ મુખ્ય હોયછે...
એક નાની સુની ઘડીયાળ પણ આટલા લાખની હોય શકેછે..ભારતમાં આટલા રૂપિયામાં તો એક સરસ બંગલો પણ બંધાઇ જાયછે ને એક સારી ગાડી પણ આવી શકે છે..પછી તો આપણી જીંદગીમાં લીલાલહેર જ છે ને ભૈ...
આવા સ્વપ્નો જોવા ખરાબ તો નથી જ...કદાચ કાલ આના જેવી આપણી પણ બદલાઈ શકેછે..

Gujarati Blog by Harshad Patel Pij : 111258552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now