Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં ભણતરનુ ઘણુ જ મહત્વછે
એતો સૈ કોઇ જાણેછે ઘણીવાર અમીર લોકોના છોકરાં ઘણુ આગળ ભણતા હોયછે જયારે ગરીબ લોકોના છોકરાં પૈસા વધુ ના હોવાથી પાંચ ધોરણ સુધી ભણીને કંઇક ના કંઇ કામે લાગી જતા હોયછે..કોઇ ખેતીમાં લાગી જાયછે તો મજુરી કરવામાં લાગી જાયછે તો કોઇ બાપના નાના મોટા ધંધામાં જોડાઇ જાયછે. કરે તો બીજુ શુ કરી શકે! કારણકે ઘરમાં એક કામ કરનારની આવક પણ ઉભી થઇ જાયછે પણ તે બાળકને પાછળનુ યાદ નથી આવતુ કે મારી પાછલી જીદગી ભણતર વગર કેવી જશે! સમય વિતતો જાયછે પણ જયારે કોઇ ફોર્મ ભરવાનો સમય આવેછે ત્યારે તે લાચાર બનીને બીજાનો સહારો લેવો પડેછે ત્યારે તેને યાદ આવતુ હોયછે હુ વધુ ભણ્યો હોય તો સારુ થાત પણ તે તેની બાળપણની જીદગીમાં લાચાર હતો કારણકે તેના ઘરની પરિસ્થિતી સારી ના હતી તેમાં તેનો શો વાંક હતો!
આવી સ્થિતિ જોઇ વિચારીને એક બહેનને માનવતાનો વિચાર આવી ગયો તેમને ઝુપડપટ્ટીમાં રહેતા એવા ગરીબ બાળકોને મફત કંઇ પણ મહેનતાનુ લીધા વગર સારી જગ્યા ના મળવાથી રોડ ઉપર એક મકાનની દિવાલની પાસે પોતાનો રોજનો કિમતી સમય બગાડીને પણ આવા બાળકોને લખતા વાંચતા શીખવવાનુ કામ લીધુ છે જે ખરેખર ધન્યવાદને પાત્ર કહી શકાય..આટલા આધુનીક સમયમાં પણ આવુ એક સેવાનુ કામ કરી રહયા છે. આવા ક્લાસ માટે હમણાં તો થોડા ઘણા બાળકો પોતાની હાજરી આપેછે પછી વધુ સંખ્યા થવાની સંભવના છે.
આપણા દેશનો દરેક નાગરીક જો આવા એક એક કામ ઉપાડી લે ભલે વધુ સમય માટે નહી તો થોડાક સમય માટે પણ તો દેશની કેટલી સુરત બદલાઇ શકેછે..પણ આપણી પાસે આવો સમય જ કયાં હોયછે!
તમે આજ કાલ બંગાળની પેલી ગાઇકા રેનુ મંડલનુ નામ તો જાણતા જ હશો...જે પોતે રેલવે સ્ટેશનો ઉપર લતાજીના ફિલમી ગીતો ગાતી હતી ને આજે તે કયાં બેઠીછે! ગાયક હિમેશ રેશમીયાના સ્ટુડીયોમાં...તેને કુલ બે ગીતો પણ ગાઇ નાખ્યા..લગભગ પંદર લાખની આવક પણ ઉભી કરી દીધી જે એક સમયે દશ રુપીયા મેળવવા રેલવે સ્ટેશનો ઉપર ભટકતી હતી..પણ તમે વિચારયું કે તે ત્યાં સુધી કેવી રીતે પહોચી! કારણકે તેની પાછળ એક માનવતા વાદી એક છોકરાનો સાથ હતો જો તેને તે ગીત ગાતો વિડીયો ના બનાવયો હોત તો રેનુ મંડલ આજ પણ સ્ટેશનો ઉપર ગીતો ગાતી હોત્ત
આપણે પણ આવા લોકોની જેમ બીજા માટે માનવતા વાદી બનવાની જરુરછે...જેથી બીજાને કંઇક ફાયદો થઇ શકે...દરેકને લાકડી સમા ટેકાની જરુરછે જો દરેકને આપણો એક સહાયનો ટેકો મળી રહે તો આપણને તો ખુશી મળવાની જ છે પણ બીજાની જીદગી પણ તેનાથી બદલાઇ શકેછે...

Gujarati Quotes by Harshad Patel Pij : 111246310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now