રચનાત્મક
ભાગ :૩
આવું હવે ઘણીવાર થવા લાગ્યું ,પણ ષોડશી જાગી નહોતી શકતી.સમય વિતવા લાગ્યો પણ તેને ત્યા ભાઈ કે બહેન તો ન આવ્યા પણ મૃદા જ આઠમા
ધોરણમાં બહારગામથી શાળામાં આવી ને બેન ને સખી બની ગઈ. સાથે ઉઠવું ખાવું પીવું ફરવું ને ફૂલો સાથે ઝૂમવું બન્ને સાથે ને સાથે જ.એક સમયે ધરતીકંપ થયો
તો બન્ને બેનપણી પરિવાર તો બાજુ પર રહ્યો ને એકબીજા માટે દોડી,રસ્તામાં બન્ને જણી એક બીજાને વળગી પડી ને રડી પડી.જાણે એવું લાગ્યું ભગવાન બન્ને ને જુદા પાડી દેશે કે શુ..?આમને આમ સમય જતા બન્ને યુવાન એટલેકે તેર વરસની થઈ ગઈ.
સમજુ !સ્ત્રી સહજ સમજ પ્રવેશી ગઈ. મીઠાશ ને કડવાશ તો જોડે જ ભેગી ચાલી..મનમાં પ્રશ્નો તો હતા પણ ઉંમરની સફર સાથે એ વધતા જતા હતા.
મૃદા ને એ કહેતી હુ શુ કરૂ??મારૂ મન ક્યા હલકું કરૂ?
મૃદા જાણતી હતી કે એને કોઈ ભાઈ બહેન નથી જે છે તે સર્વસ્વ એજ છે.મમ્મી સમજાવતી કે બેટા હવે બહુ
પુરૂષો એકલા હોય ત્યા ન જવું પણ કેમ?એ મમ્મી ન સમજાવી સકતી.માતા પણ સુંદર હતી અને પિતા ઘઉ વર્ણા હતા.બન્નેની જોડી ઠીકઠાક લાગતી. કેશુકાકા પપ્પાની જગ્યાએ હોત તો સુંદર જોડી બનત એવું તેને લાગતું .
વિચારો ને તે ટાળ્યા કરતી,પણ વમળની જેમ વિટળાય વળતા એ વિચારો તેનો પીછો ન છોડતા તે અકળાય ઉઠતી ક્યારેક તૈયાર થતી વખતે અરીસો એની મશ્કરી કરતો હોય તેવું લાગતું .એને નાક ને આંખ તેના કેશુકાકા જેવા લાગતા,પણ તરત એ ચીઢાય જતીતે હવે મોટી થઈ ચૂકી છે એ અહેસાસ તેને થવા લાગ્યો હતો
.શાળાના છેલ્લા વરસમા હતી ને ,ઠીક ન લાગતા એ વહેલી ઘરે આવી તો ઘરનો દરવાજો અઘખુુલ્લો હતો ને ઘરમા આવતા જ એની આંખોએ જે દૃશ્ય જોયું એ સડક જ થઈ ગઈ ને દરવાજા પાછળ છુપાઈ ને એ વાત સાંભળવા લાગી,ત્યારેજ તે જાણી સકી કે તે ને તેના નામનું અસ્તિત્વ શુ છે...!તે સીધી જ પાછી વળી અને સખી મૃદાના ઘર તરફ ,પણ એ જાણતી હતી મૃદા શાળામાં હશે હવે તે બન્ને જે બાંકડે બેસી પોતાની વાતો ના ભાગ વહેચતા ત્યા જઈ ચુપચાપ બેસી ગઈ.
મન કહેતું તુ જાણતી હતી આ વાત! કે તને અહેસાસ હતો આ વાતનો તો પછી આશ્ચર્ય શેનું? દુ:ખ શેનું ?પણ એક ઘૃણા એના શરીરમાં ભરાય ગઈ.એને જાણે લાગ્યું કે મારા નામ ની પ્રેમ ભાવના કેમ મને ઘૃણિત કરે છે..શુ પપ્પા જાણતા હશે..?મમ્મી કેમ આવી..?કે પપ્પાનો વાંક છે...?
(ક્રમશ)
જયશ્રી.પટેલ
૧૬/૮/૧૯