ટૂકીવાર્તા
કરૂણતા...
અકસ્માત ક્યારેય કહીને નથી થતા.એંધાણ જરૂર આપે છે.રજ્જો ગામડાની દીકરી ખૂબ પ્રેમાળ . ગીત ગણગણેતો કોયલ જેવો અવાજ લાગે. ગામ આખુય જાણે કે એની નજર હમેશાં પાદરે હોય કારણ તેનો પિયુ શહેરમાં કમાવા સારૂ ગયો વરસ દહાડો થયો
પણ આવ્યો નથી.હવે તો ગીતમાં પણ દર્દ સંભળાય છે.રણકતો સ્વર હવે ઘૂઘરી વગર
ના ઝાંઝર જેવો ખોખરો થઈ ગયો છે.ગામના
ઉતાર છોકરડાં હવે તેજ વિહોણી રજ્જો ને
ચીડવતા બંધ થઈ ગયાછે..
વહેલી સવારે રજ્જો ચમકીને જાગી ગઈ છે
કોઈ ગુસપુસ કરી રહ્યું છે..જૂએ તો એના સાસરા જોડે કોઈ વાત કરી રહ્યું છે.મળસ્કે સાસરાએ તેને એ અજાણ્યા સાથે પિયુની પાસે
લઈ જશે કરી વિદાય કરી . પિયુને મળવાના
હોંશે નિકળી ગઈ..બિચારી સ્ત્રી કયા લઈ જવાય રહી છે જાણતી નથી..કરમના સંજોગે
સાસરાએ એને વેંચી રૂપિયા ઊભા કરી દીધા ને
ગામમાં વાત ફેલાવી કે રજ્જો નાશી ગઈ છે.
રજ્જોને વેચી ને ઓલો તો પરભાળો નિકળી ગયો.રજ્જો ને મારમારી સંજોબઈ એ ધંધે ચડાવી ને રજ્જો નો પહેલો ગ્રાહક આવ્યો..ધ્રુજી રહેલી રજ્જો તેની આંખ ઉંચી કરી જૂએ છે તો એનો પિયુ જ છે...ગીત બંધ થયું ..ને સ્વર ના તાલ બેસુરા થયા જીંદગી નો
આ સંબંધોનો કેવો “અકસ્માત”..હતો કંઈક સમજાય તે પહેલા તકિયે છુપાવેલી કટાર પોતાના સ્વબચાવ માટે રાખી હતી તેની જ તેજ ધાર જેને માટે સેવેલા સ્વપ્ના,ગીતો નો રણકાર ભૂલી ને રજ્જોએ પિયુની છાતીમાં ઉતારી દીધી..જયા હૃદય નહિ વાસના હતી..
અરમાન ના કાંટા પર ચાલીને કરાવાસ ભોગવવા રજ્જો ચાલી ગઈ...
“કરૂણતા”ની રચના જ્યારે ધ્રુજતા હાથે રજ્જોએ જેલમાં આવતા શિક્ષિકાબેન ને આપી
ને એ વાંચતા તેમના મને નિર્ણય લીધોને એક સારા સમાચારપત્રમાં તેને પહેલું ઈનામ મળ્યું
ત્યારે દરેક સ્ત્રીને ..હૈયે ટીસ ઉપડીને ..રજ્જો માટે ..દરેક સ્ત્રી વકિલ બનીને તેની સજા માફ કરાવી.પિયુ આજે સારી શિક્ષિકા છે જે સંસ્કાર
વહેંચે છે ..દરેક છોકરીમાં સ્વમાન જગાડે છે ને પિયુ જેવા પુરૂષને સજા કરવાની હિમ્મત
અર્પે છે..કરૂણતા ને ડામે છે...પણ કોયલની જેમ ગીત નથી ગણગણી સકતી..!
જયશ્રી.પટેલ
૩/૧/૧૮