બંધ દરવાજા
૨
ખૂબ જ માન હતું , તે એને પુત્રની જેમ ચાહતાહતા.ધીરે ધીરે શ્યામેમસાલાવાળી ચા શરૂ કરી હતી ને ગરમ કોફી સાથે ઠંડી કોફી પણ , રજ્જોને તે ખૂબ ભાવતી તો પહેલા તે માંગણી કરતી તો શ્યામ ગુસ્સે થતો,પણ હમણાં હમણાં તે ખાસ બનાવી તેને માટે લઈ આવતો ને પ્યાલો આપતા તેની આંગળીઓ ને સ્પર્શી લેતો. આ સ્પર્શ જાણે રજ્જોને વધુ ને વધુ શરમાળ બનાવતો.રજ્જો પણ ધીરે ધીરે શ્યામનું મન પસંદ જમવાનું બનાવતી ને તે જ્યારે વખાણતો ત્યારે ખૂબ ખુશ થતી.
આમ દિવસે દિવસે થતા ફેરફાર માલકણ ના નજર માં આવવા લાગ્યા ,એકવાર તેમણે રામી ને બોલાવી ને પૂછ્યુ કે રજ્જોને શ્યામ ને શું સંબંધ છે?ભોળી રામી બે ક્ષણ આંખો વિસ્મિત કરી ઉભી રહી ગઈ,આખા ગામમાં આજ સુધી સાથે રહેતા આ બન્ને વિજાતિય મનુષ્ય જીવો માટે ક્યારેય પ્રશ્ન જ નહોતો ઉઠ્યો ,પણ આજે જાણે માલકણ અને રામીમાસીની દ્રષ્ટી માં મોટો ફેરફાર આવી ગયો.રામીમાસી પાસે જ્યારે રજ્જો બાળકી માંથી સ્ત્રી બની ત્યારે રડતા રડતા પહોંચી ત્યારે અનુભવી આંખોએ એટલું જ સમજાવેલું પુરૂષ થી દૂર રહેજે આ જ આપણું શીલ છે.શ્યામ એક પુરૂષ છે એ તો તેઓ ભૂલી જ ગયા હતા.
એક દિવસ મોકો જોય રામીમાસીએ શ્યામને રજ્જો માટે છોકરો શોધવા માટે કહેવા લાગ્યા ને શ્યામ કામનું બહાનુ કાઢી ને આધોપાછો થઈ ગયો. રજ્જો ની સામે જવાની હિમ્મત જ ન કરી શક્યો.તે દિવસે રજ્જોના મંદિરમાં ન દીવો થયો નપ્રકાશ ફેલાયો.ન રસોઈ નો ચૂલો પેટ્યો ,ન કમાડ ખૂલ્યા.શ્યામ આખી રાત દુકાન ની બહાર જમીન પર સૂઈ રહ્યો.