હુન્નર
ભાગ :૨
અચાનક દોહિત્રી
સમા નો મીઠો અવાજ માંગણી કરી રહ્યો હતો,”નાની
નાની મને અહીં એક સુંદર સવારનું દ્રશ્ય દોરી આપો ને.” મીરાં વર્ષોની મુદત બાદ પેન્સિલ ને કોરો કાગળ
જોતી રહી,રડવું કે હર્ષ મનાવવો કંઈ સમજી ન સકી.
સમાને ના પણ કેમ પાડવી! ને પેન્સિલ ફરશે કે કેમ તે
પણ સવાલ હતો..? બે ક્ષણ સામે બેઠેલા પતિમહોદય
સામે જોતી રહી,શું કહેશે?તુટી પડશે તો નાની બાળકી
મુંઝાઈ જશે. તેથી ત્યાંથી ઉઠી જવા જતા,પતિ આટલા વર્ષે કટાક્ષ માં બોલ્યા ચિતરી દે એ કહે છે તો.
આ ઉપેક્ષા હતી,કલાની ને તેની! સમા નો શું વાંક? મન
મક્કમ કરી તેણે સવારનું જ દ્રશ્ય તાદ્રશ્ય કર્યું .પેન્સિલ ને તેના હાથે સુંદર જાદુ પાથરી દીધો તે
સફેદ કાગળ પર ધીરે ધીરે રંગો અપ્રતિમ સૌંદર્ય પાથરી રહ્યા.સમા ના આશ્ચર્ય નો પાર નહોતો . તે નાની
ને ગળે વળગી પડી.શાળામાં એના ચિત્રના ખૂબ ખૂબ
વખાણ થયા.ઘરે આવી ને તેણે તેના માતા પિતા ને વાત કરી.નાના ને કાને વાત નાંખવાનો પ્રયત્ન કર્યો પણ જડ પુરૂષ કાંઈ સાંભળવા તૈયાર નહોતા...
મીરાં પાસે વારંવાર સમા ચિત્રો શાળાને બહાને હવે ચિત્રિત કરાવવા લાગી.એકેક થી એક સુંદર ચિત્રો
કેનવાસ ને રંગીન બનાવવા લાગ્યા .એક દિવસ સવારના મીરાં એ અસહ્ય દર્દ ની ફરિયાદ કરી,મોટી દીકરી ને નાની દીકરી બન્ને મળી ડોક્ટર ચેકઅપ માટે લઈ ગયા.ત્યાં નિદાન થયું પ્રથમ સ્ટેજનું કેન્સર.સમા
ને આઘાત લાગ્યો..તેને તો કલ્પના હતી નાની ના બધા
ચિત્રોનું પ્રદર્શન કરવાની..!મીરાં નાના ઓપરેશન બાદ
સરખી ટ્રીટમેન્ટ થી ઘણી સ્વસ્થ હતી. ભત્રિજી વર્ષો પછી આવી હતી. ખુશી હતી તેના ચહેરા પર.બે મહિના
પછી મીરાં ને પંચોતેર વર્ષ પુરા થતા હતા.સમા એ પોતાનો નિર્ણય માસી ને માતા ને જણાવ્યો.તેમના
સહકારની આશા રાખી.મીરાં ને ન જણાવાનું ને નાના ને ન જાણ કરવાનું વચન માંગ્યું.