જેઠ કોરો જાય, એનો ખંડમાં ખટકો નહીં;
અષાઢ દી એક જાય, વસમો લાગે વેરડા.
ખડ ખૂંટયાં ધણ વસુકિયાં, વાલાં ગિયાં વિદેશ;
અવસર ચૂકયા મેહુલા, વરસ્યે કાંઉ કરશે.
આભાં ગડે વીજાં ઝબે, પવન ઉડાડે ખેહ;
જઞ બધું જિવાડવા, મહિપત આયો મહ.
નાણે દાણો ન મળે, નારી છાંટે નેહ
કાં વીજળી એ વળુંભીઓ, કાં માંદો પડયો મેહ.
વણ સગે વણ સાગવે, વણ નાતરીએ નેહ;
વણ માવતરે જીવીએ, તું વણ મરીએ મેહ.
જય ભૂતનાથ