*? *ગુરુ*
*?ગુરુ અને શિલ્પી બંને સરખા* ..*
*બંને સમાનતા ધારણ કરનારા..*
*⛏શિલ્પી ઘાટઘુટ વગરના પત્થર માંથી તેના ખુણાખાંચા વગેરે કાઢી ને એમાંથી મનમોહક અને આંખોને જોતાવેત ગમી જાય એવી પ્રતિમા બનાવે છે...!*??
જે પ્રભુની પ્રતિમા હોય છે....!
*આ પ્રતિમાજી બનાવવામાં શિલ્પી પોતાના ઉત્કૃષ્ટ ભાવો શિલ્પમાં રેડી દે છે. ..!?*
ભોગ આપ્યાં વિના કશું મળતુ નથી...!
*એ જ રીતે..ગુરુએ અનેક યુવાનોને પોતાના વિચારોના...બોધના... અને ઉપદેશના ટાંકણા થી કંડારે છે ..*
*ગુરુ... ખામીઓ કાઢીને શિષ્ય ને સારા ગુણોથી ભર્યા ભર્યા...કરી દે છે...!*
**તેઓ હંમેશા પોતાના શિષ્યોને સન્માર્ગે વાળવા ઇચ્છે છે.* !
*ગુરુ*
એ કુદરત ની વિશાલ સમૃદ્ધિ માં..જો શ્રેષ્ઠ તત્વ જો કોઈ હોય તો એ ..
કરુણા ..પ્રેમ ..વાત્સલ્ય..નું મીઠું ને મધુરુ.. નિતાંત વહેતું ઝરણું છે...!
" ગુરુ " તત્વ થી શ્રેષ્ઠ આ જગત મા બીજુ કશુ જ નથી ...!
અનંતા ભવે જયારે જન્મોજન્મ ના ઋણાનુબંધ ઉદય મા આવે અને અનંતા પુણ્ય નો ઉદય થાય ત્યારે ગુરુ તત્વ ની અનુભૂતિ થાય છે!
સદગુરુ એ હોય કે જે કોઇના ના
બને ,ને છતા બધા ના હોય ..જો તે કોઇના બને ,તો બીજા ને અન્યાય કરે , પણ સદગુરુ કોઇ ને અન્યાય ના કરે ..એ તો સમાનતા નો અનુભવ કરાવે ..અને સમાનતા અનુભવ્યા પછી વ્યક્તિ સ્થિર અને શાંત બને ..ગુરુ વ્યક્તિગતરુપે કોઇને વધુ સીંચે તો
કોઇ ને ઓછુ ..અવગુણ ને ઢાંકવા કોઇ ને વધુ સમજાવે તો કોઇ શાન મા સમજતા હોય એને ઓછુ .. !
અને આત્મા ની યોગ્યતા અનુસાર
કોઈ ને સેવા નુ , તો કોઈ ને સ્વાધ્યાય નુ સોપે ! ગુરુ ને સર્વ પ્રત્યે એકસરખી લાગણી હોય ..અને
વધુ કહુ તો સદગુરુ એવા હોય કે જે અંત ને પણ સુધારે ..અને અંત પછી ના અનંત ને 'ય સુધારે ..!
ગુરુ એક એવું કલ્પવૃક્ષ છે ..કે
વગર માંગ્યે બધું આપીને ભવોભવથી તારી દે છે...!