The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*હવેની પેઢી ના નસીબમાં આ નથી* દફતર લઈને દોડવું...!! *તૂટેલી ચપ્પલ નું જોડવું...!!* નાશ્તા ના ડબ્બાઓ...!! *શર્ટ પર સહીના ધબ્બાઓ...!!* ખોબે ખોબે પીવાતું પાણી...!! *રીસેસ ની વિશેષ ઉજાણી...!!* બેફામ રમાતા પકડ દાવ...!! *ઘૂંટણ એ પડતા આછા ઘાવ...!!* બાયોં થી લુંછાતા ચેહરા...!! *શેરીઓમાં અસંખ્ય ફેરાં...!!* ઉતરાણ ની રાત જાગી...!! *પકડાયલા પતંગ ની ભાગી...!!* ભાડાં ની સાયકલ નાં ફેરાં...!! *મહોલ્લાના ઓટલા પર ડેરા...!!* મંજી ની રેલમ છેલ...!! *ગીલ્લી ડંડા નો એ ખેલ...!!* ચાર ઠીકડી ને આટા પાટા...!! *લાઈટના થાંભલે ગામગપાટા...!!* વરસાદે ભરપૂર પલળવું...!! *ખુલ્લા પગે રખડવું...!!* બોર આમલી નાં ચટાકા...!! *પીઠ પર માસ્તર ના ફટાકા...!!* બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...!! *નાં ટ્યુશન નાં ટેન્શન...!!* *વાત સાચી લાગી...!!* *કે નહિ મિત્રો...!!!!* *બધું ભૂલાઈ ગયું...!!* *આ મોર્ડન લાઈફ ની લાઇ માં...!!* કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!
*? *ગુરુ* *?ગુરુ અને શિલ્પી બંને સરખા* ..* *બંને સમાનતા ધારણ કરનારા..* *⛏શિલ્પી ઘાટઘુટ વગરના પત્થર માંથી તેના ખુણાખાંચા વગેરે કાઢી ને એમાંથી મનમોહક અને આંખોને જોતાવેત ગમી જાય એવી પ્રતિમા બનાવે છે...!*?? જે પ્રભુની પ્રતિમા હોય છે....! *આ પ્રતિમાજી બનાવવામાં શિલ્પી પોતાના ઉત્કૃષ્ટ ભાવો શિલ્પમાં રેડી દે છે. ..!?* ભોગ આપ્યાં વિના કશું મળતુ નથી...! *એ જ રીતે..ગુરુએ અનેક યુવાનોને પોતાના વિચારોના...બોધના... અને ઉપદેશના ટાંકણા થી કંડારે છે ..* *ગુરુ... ખામીઓ કાઢીને શિષ્ય ને સારા ગુણોથી ભર્યા ભર્યા...કરી દે છે...!* **તેઓ હંમેશા પોતાના શિષ્યોને સન્માર્ગે વાળવા ઇચ્છે છે.* ! *ગુરુ* એ કુદરત ની વિશાલ સમૃદ્ધિ માં..જો શ્રેષ્ઠ તત્વ જો કોઈ હોય તો એ .. કરુણા ..પ્રેમ ..વાત્સલ્ય..નું મીઠું ને મધુરુ.. નિતાંત વહેતું ઝરણું છે...! " ગુરુ " તત્વ થી શ્રેષ્ઠ આ જગત મા બીજુ કશુ જ નથી ...! અનંતા ભવે જયારે જન્મોજન્મ ના ઋણાનુબંધ ઉદય મા આવે અને અનંતા પુણ્ય નો ઉદય થાય ત્યારે ગુરુ તત્વ ની અનુભૂતિ થાય છે! સદગુરુ એ હોય કે જે કોઇના ના બને ,ને છતા બધા ના હોય ..જો તે કોઇના બને ,તો બીજા ને અન્યાય કરે , પણ સદગુરુ કોઇ ને અન્યાય ના કરે ..એ તો સમાનતા નો અનુભવ કરાવે ..અને સમાનતા અનુભવ્યા પછી વ્યક્તિ સ્થિર અને શાંત બને ..ગુરુ વ્યક્તિગતરુપે કોઇને વધુ સીંચે તો કોઇ ને ઓછુ ..અવગુણ ને ઢાંકવા કોઇ ને વધુ સમજાવે તો કોઇ શાન મા સમજતા હોય એને ઓછુ .. ! અને આત્મા ની યોગ્યતા અનુસાર કોઈ ને સેવા નુ , તો કોઈ ને સ્વાધ્યાય નુ સોપે ! ગુરુ ને સર્વ પ્રત્યે એકસરખી લાગણી હોય ..અને વધુ કહુ તો સદગુરુ એવા હોય કે જે અંત ને પણ સુધારે ..અને અંત પછી ના અનંત ને 'ય સુધારે ..! ગુરુ એક એવું કલ્પવૃક્ષ છે ..કે વગર માંગ્યે બધું આપીને ભવોભવથી તારી દે છે...!
*पीठ में बहुत दर्द था* डाॅक्टर ने कहा अब और मत झुकना अब और अधिक झुकने की गुंजाइश नहीं रही झुकते-झुकते तुम्हारी रीढ़ की हड्डी में गैप आ गया है सुनते ही हँसी और रोना एक साथ आ गया... ज़िंदगी में पहली बार किसी के मुँह से सुन रही थी ये शब्द "मत झुकना..." बचपन से तो घर के बड़े, बूढ़ों माता-पिता और समाज से यही सुनती आई है, "झुकी रहना..." नारी के झुके रहने से ही बनी रहती है गृहस्थी... नारी के झुके रहने से ही बने रहते हैं संबंध नारी के झुके रहने से ही बना रहता है प्रेम...प्यार...घर...परिवार झुकती गई, झुकते रही, झुकी रही, भूल ही गई... उसकी कहीं कोई रीढ़ भी है... और ये आज कोई कह रहा है "झुकना मत..." परेशान-सी सोच रही है कि क्या सच में लगातार झुकने से रीढ़ की हड्डी अपनी जगह से खिसक जाती है ? और उनमें कहीं गैप, कहीं ख़ालीपन आ जाता है ? सोच रही है... बचपन से आज तक क्या क्या खिसक गया उसके जीवन से कहाँ कहाँ ख़ालीपन आ गया उसके अस्तित्व में कहाँ कहाँ गैप आ गया उसके अंतरतम में बिना उसके जाने समझे... उसका अल्हड़पन उसके सपने कहाँ खिसक गये उसका मन उसकी चाहत कितने ख़ाली हो गये उसकी इच्छा, अनिच्छा में कितना गैप आ चुका क्या वास्तव में नारी की रीढ़ की हड्डी बनाई है भगवान ने समझ नहीं आ रहा... ?? घर को घर बनाने वाली सभी महिलाओं को समर्पित ...?...
લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી પૂછું છું બારને-બારીને-ભીંતને લાલ નળિયા-છજાં-ને વળી ગોખને- રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે; તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી પાછલી રાતની ખટઘડી એ હજી એ તળેટી ને એ દામોદર કૂંડ પણ- ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
વાત લાંબી થઇ શકે એમ છે ... પણ, ટૂંક માં જ કહેવાની ઈચ્છા છે. .. માની લો કે તમે કોઈ જાહેર સ્થળે ઉભા છો ... આસપાસ ઘણાં લોકોની અવર જવર થઇ રહી છે ને અમુક એમજ ઊભા છે. તમે પણ એમાંના એક છો અને બધું આસપાસ જોઈ રહ્યા છો . અચાનક જ તમારી નજર કોઈ વ્યક્તિ પર પડે છે ને , ત્યાં જ અટકી જાય છે ...કારણકે એ વ્યક્તિનાં ચેહેરા પર ખુબ સુંદર સ્માઈલ હોય છે. .. હવે જોઈએ ... એ જોઈને પછી આપણા અમુક રીએકશન .... જો એ જોઈને આપને વિચાર આવે કે , આ જગ્યા તે કોઈ સ્માઈલ કરવાની છે. .? ...તો તમે ખડુસ માણસ છો.... જો એ જોઈને આપને વિચાર આવે કે, આ શું પાગલ થયું છે કે કોઈ ..? ...તો તમે દુઃખી અને ગુસ્સેલ માણસ છો... જો એ જોઈને આપને વિચાર આવે કે, કાશ ! હું પણ આમ હસી શકું ...? ...તો તમે હતાશ અને નિરાશ માણસ છો... જો એ જોઈને આપને વિચાર આવે કે, ચાલને હું પણ ખોટું તો ખોટું વિચારીને ફોર્માલિટી માટે હસો છો ... ...તો તમે રોબોટિક માણસ છો... અને "સંધ્યા" એ જોઈને કોઈ વિચાર વિના આપોઆપ જ આપના ચહેરા પર સરળ મુસ્કાન (સ્માઈલ )આવી જાય તો . માની લેજો કે તમે હજુ જીવતા માણસ છો...
અતિ ઉમદા કવિતા. અમુક પંક્તિઓ તો હ્રિદય સોંસરવી ઉતરી ગઈ, અને ભાષા પણ ખૂબ સરળ... કોઈના આંસુ લૂછવાની *મજા કંઈક ઔર છે* બાને ઓછું સંભળાય છે, પણ "કેમ છો"...? પૂછવાની *મજા કંઈક ઔર છે.* ભલે પડખા ફેરવી ને સુતા હોઇએ વ્યવસ્થિત ઝગડા પછી, અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની *મજા કંઈક ઔર છે.* હા , વઢશે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો, પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની *મજા કંઈક ઔર છે.* બાકી ભલે ભડભાદર થઇ ફરતા હો આખા ગામમાં, ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડુસકા સાથે રડવાની *મજા કંઈક ઔર છે.* નહીં ગળે મળી શકો હવે કે નહીં એને વઢેલા શબ્દો પાછા લઇ શકો, બસ ભીની આંખે બેનની રાખડીને ચૂમવાની *મજા કંઈક ઔર છે.* કાયમ કંઈ ભેગો નથી રહેવાનો, એને પણ એની જવાબદારીઓ છે, દોસ્ત જયારે પણ મળે, બે ગાળ દઈ દેવાની *મજા કંઈક ઔર છે.* હા, દોસ્તોએ કાયમ મારા આંસુઓને ખભો ધર્યો છે, આમ તો બધી અંગત વાતો છે પણ.., કહી દેવાની *મજા કંઈક ઔર છે.*
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser