Gujarati Quote in Story by Narendra Joshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલો.. બગલો... તગલો..!

સફેદ મૂછો.. અકડું આંખો.. એ જયારે ચાની ચૂસકી ભરે તો પણ સિંહ-ગર્જના ભાસે... કોઈ ગુનેગારને બોચી પકડીને પોલીસ-સ્ટેશનમાં લાવે ત્યારે સાહેબ ડાલામથ્થા સાવજ લાગે... અરે ! સ્વપ્નાઓ પણ ચોરી, ખૂન અને મારધાડના જ જોવાનું પસંદ કરે.

આ વાત છે પોલીસ ઇન્સ્પેક્ટર બ્રિજેશસરની...
બ્રિજેશસરનો રોફ પોલીસ સ્ટેશનથી છે...એ....ક.... એના રસોડા સુધી...! તેમની અર્ધાંગ્ના પણ એમના અકડું રુઆબથી કંપે. લગ્નના નવ વર્ષ પૂર્ણ થયા છતાં બંને સાથે સાથે નવ વખત પણ હસ્યાં નથી..!

તો પણ બંનેના પ્રેમ પુષ્પ સ્વરૂપ એક સંતાન છે. કુદરત પણ કેવી કમાલ કરે છે ??? ‘પાનખરની આદત રાખતા વૃક્ષો પર પણ પ્રેમના ફળો પકવતા રહે છે..!’ આ ઘટનાને આપણે અજાયબી જ કહી શકીએ.

આજે પહેલી વખત બ્રિજેશસરે તેના ભટૂરિયાં સામે જોઇને સહેજ હસતી આંખે પૂછ્યું: “પહેલાં ધોરણનો પહેલો દિવસ હતો ને આજે... આજે શું શીખ્યા નિશાળમાં?”
કુણા કુણા શબ્દો સાથે બચ્ચું બોલ્યું: “એકલો... ઓ... બગલો..ઓ... તગલો...ઓ....!”

“શું શું ફરીવાર કહેને..!”
“એકલો... ઓ... બગલો..ઓ... તગલો...ઓ....!”

એ પછી રૂઆબ, રોફ અને અક્ડું આંખો પોતાના બચપનની યાદોમાં તરબતર બનીને ખડખડાટ હસવા માંડી. હૈયું ખોલીને થતા હાસ્યના પૂરમાં એમની પત્નીએ પણ ઝંપલાવ્યું.. આ બંનેનું દસમું હાસ્ય હતું..!

તમામ સારસ્વત મિત્રો, વાલીઓ તથા સર્વોને...
શાળા-પ્રવેશોત્સવ
અને
એકલો... ઓ... બગલો..ઓ... તગલો...ઓ....ની મુબારકા...
લેખન: નરેન્દ્ર જોષી.

Gujarati Story by Narendra Joshi : 111206772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now