"કોમળ"(છું હું પણ....)
કોમળ કળી હતી,
ચંચળ હજી પણ છું જ,
મારાં અસ્તિત્વ પર વાત આવે ,
ત્યારે યુધ્ધ નો આઘાસ છું હું.
સમય ક્યારેક મારો હતો,
પણ સમય હજી પણ મારી,
મુઠ્ઠી માં અકબંધ છે,
લાચાર સમજનાર નો બદલાવ છું હું.
અલગ પહેલાં પણ હતી,
અલ્લડ આજે પણ છું,
નાજુક ભલે બધાં સમજતાં,
લડી લઉં એવી વીરાંગના છું હું.
સંયમ નેં બાંધનારી છું,
સમય નેં પડકારનારી છું,
સૌ માટે જીવી જઉં છું છતાં,
મારી ખુશી માટે ક્યારેક સ્વાર્થી પણ છું હું.
લાચાર ભલે હું લાગતી ,
બલિદાનો માં ભલેં હું માનતી,
સ્વાભિમાન પર આવી જઉં જ્યારે,
શક્તિ નો અવતાર પણ છું હું.
કોમળ સ્પર્શ ની ભાષા છું હું,
કઠોર વચન ની વાચા ભલે હુ,
સંબંધો નેં અકબંધ નિભાવતી ,
સૌંદય નો અલૌકિક ભંડાર છું હું.
કોમળ છું, કાળું કાજળ છું હું,
નજરે ચઢતું નશીલું કામણ છું હું,
એક અલગ અભિમાન ની ઓળખ,
કોમળ અનેં ચંચળ નારી છું હું.
મીસ. મીરાં