સૂર નિરાશાના વિદારી જો.
લક્ષ્ય ઊંચેરું કૈંક ધારી જો.
ઉગે છે સૂર નૂતન આશ લૈ,
કર્તવ્ય તારું તું સંભારી જો.
અડચણ એ તો પરખ તારી,
મનોબળથી એને નિવારી જો.
પથિક બની જા કર્મપથનો તું,
ભૂલ તારી કદી સ્વીકારી જો.
વરશે વિજય માળ કરગ્રહીને,
ધૈર્ય થકી જીવન શણગારી જો.
આશા જીવનને નિરાશા મોત,
આટલું મનથી તું વિચારી જો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '