#moralstories
'ખુશી ની ઝલક'
એ દિવસ આજે પણ યાદ છે જ્યારે હું, મારા પતિ, અને મારા બે બાળકો આનંદ થી જીવન સવારતા હતા. પણ નિયતિ એ કંઈક નવું જ આપ્યું. મોટા દિકરા ને વતનમાં જ ભણવાનું થયું અને...
મારા પતિ ને અબુધાબી માં જોબ મળી.ખૂબ વિચાર કર્યો કે શું કરવું? હું, મારા પતિ અને નાનો દિકરો અબુધાબી આવ્યા. મને ખુશ થવું કે દુઃખી થવું તે ખબર પડતી ન હતી.... એક બાજુ દિકરો, સ્વજન, વતન બધું છોડી ને આવવું અને બીજી બાજુ એક નવા જ વાતાવરણ માં જવું!!!!
પણ ધીમે ધીમે બધુ ગોઠવાતું ગયું. અહીં લોકો એટલા સારા મળ્યા કે તે વર્ણન માટે શબ્દો નથી. એકબીજા ને મદદરૂપ થવું, દરેક તહેવારો ખૂબ સરસ રીતે ઉજવવા, હું અહી મારી સંસ્કૃતિ પુરેપુરી નિભાવુ છું. ઘણીવખત મારુ વતન, દેશ, સ્વજન યાદ આવે છે છતાં હું અહીં ખુશ કેવી રીતે રહેવું તે શીખી ગઈ.....
એક દિવસ હું, અલ્પેશ, હિતાર્થ અને મારો ધબકાર.... મારો અંશુ.... એ કોણ????!!! એવું વિચારો છોને?? ? એ છે મારો મોટો દિકરો દિવ્યાંશું!!! તેની યાદ સાથે??.... અમે જય રહ્યા હતા ઓમાન દેશ...મસ્ક્ત.... ત્રણ દિવસ ની રજામાં!!!.... સરસ ખુશનુમા વાતાવરણ હતું... વાદળીયું.... વચ્ચે વચ્ચે ધૂળ ની ડમરી નું 'રળિયામણું' તોફાન.... કે જેની વચ્ચે થી ગાડી જાય તો સામે સો ડગલાએ કઇ જ દેખાય નહી.... અને પછી આગળ જતાં માત્ર
પથ્થરો ના ડુંગરાઓ!!!! આ ડુંગરાઓની વચ્ચે થી સર્પાકાર સરસ રસ્તો.... પથ્થરો માં પણ આટલું સૌંદર્ય હોય છે તે મેં અહીં અનુભવ્યું.... બસ આ પથ્થરો નું રૂપ જોઈ ને શીખી ગઈ કે ખુશ કેમ રહેવું.
બોધ : કોઈપણ પરિસ્થિતિ માં ખુશ રહેવું તે આપણા ઉપર છે.