પાલતુ પ્રાણી...
વફાદાર ટોમી બહુ વ્હાલી હતી એના માલિક ને...... માટે જ એનો વંશવેલો વધે એમ વિચારી તેમને બાજુ ના ગામ માંથી તેના માલિક ના રોન ને લાવવાનું નક્કી કર્યું.
એમ રોન ને તેમને ટોમી સાથે એક જ પાંજરા માં પૂર્યો...
ટોમી રોન ને જોતા જ પગ ના પંજા થી પાંજરું ઠોકવા માંડી જાણે ફુલ વિરોધ દર્શવાતી હોય એમ એના માલિક ને દયામણી નજરે જોવા માંડી...
એક દિવસ બે દિવસ ટોમી પાંજરા ના ખૂણા માં બેસી નીચે મોઢું રાખી આંસુ જાણે સારતી રહી...
રોન ની સામે જોતા જ એ ભસવા માંડતી હવે તો આ જ શીલ શીલો રાતભર ચાલ્યો...
અંતે એક અઠવાડિયા સુધી કાગડોળે રાહ જોતા ટોમી ના માલિક ની આશા એ પાણી ફરી વર્યું રાહ તો જાણે એટલી જોય જાણે પોતાની દીકરી એના જીવનસાથી ને શોધતી હોય...
પરંતુ વ્યર્થ આખરે ટોમી ના પાંજરા માંથી રોન ને બહાર કાઢવામાં આવ્યો...
ટોમી હર્ષ ભેર હર્ષોલ્લાસ સાથે બહાર આવી...
ચાર પગે ઉછળતી નાચતી આમતેમ દોડી જાણે ખુશી વ્યક્ત કરી માલિક નો પગ ચાટી રહી...
જાણે જંગ જીતી હોય ટોમી એમ તે આભાર સહ એના માલિક ને જોતી રહી...
...... અંત ખુબ જ ખાસ
એક પ્રાણી ને જો મનોમન પોતાનો જીવન સાથી ની પસંદગી ની જો આટલી સમજ હોય તો એનાથી વધુ આપણને પણ છે જ...
સમય ને સંજોગ ક્યારેક ખોટી વ્યક્તિ નો ભેટો આ કુદરત કરાવી દે...
જેને ભોગવવું એક ને એક માત્ર એ વ્યક્તિ ને જ હોય બાકી બધાં થોડો સમય દુઃખ માં સામેલ થાય ને આગળ વધી જશે..
એ પાત્ર ને મન એ થીંગડું કયારેય સંધાય નહીં જ શકે એનો એને મન ઊંડેઊંડે નિઃશ્વાસ રહી જ જાય એમાં કોઈ જ સવાલ નથી જેનો જવાબ કોઈ પાસે નથી...