શીખી લીધું છે મેં...
સંજોગો સામે લડતા શીખું લીધું છે મેં,
સમયની સાથે દોડતા શીખું લીધું છે મેં,
સપના સાચા જ પડશે કે નઈ પણ સમજણ કેળવતા શીખી લીધું છે મેં,
સાચા ખોટા ને પચાવતા શીખું લીધું છે મેં,
મારું અસ્તિત્વ શું છે એમાં ઢળતા શીખી લીધું છે મેં,
કોઈ ના બોલ ગમે કે ન ગમે પણ સહન કરતાં શીખી લીધું છે મેં,
આંસુ જો આંખ માં આવી જાય તો એને સમાવતા શીખી લીધું છે મેં,
જવાબદારી નિભાવવી ને જશ ની આશા રાખવી નહીં એ શીખી લીધું છે મેં,
શીખું કે ના શીખુ પણ પરિસ્થિતિ ઓ સમજતા શીખવી દીધું છે...