મીઠી જબાન પણ એક સંમોહન છે જગતમાં.
વળી યોગ્ય નમન એક સંમોહન છે જગતમાં.
પ્રમાણસરનો વિવેક ધારી અસર ઊપજાવતો,
સમયોચિત આગમન એક સંમોહન છે જગતમાં.
સત્કર્મોની સુવાસ સહજ સર્વત્ર પ્રસરી જનારી,
કદીક વિશાળ મન એક સંમોહન છે જગતમાં.
સારી વેશભૂષા કે કળા આકર્ષી જતી સૌકોઈને,
સૌષ્ઠવયુક્ત તન એક સંમોહન છે જગતમાં.
કૈંક કરી છૂટવાની તમન્ના હરકોઈને મોહનારી છે,
વિપુલ સંપત્તિને ધન એક સંમોહન છે જગતમાં.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '