મિલનની એ રાત...
બેચેની હતી,
ઉત્સુકતા પણ હતી,
આખરે આવી ગઈ એ રાત...
વર્ષોથી જેની પ્રતીક્ષા હતી..!!
શરીરમાં કંપન,
ને મનમા થોડીક બીક હતી..
પ્રણયની શરૂઆત થશે, કેમ...?
એની જ દિલને ગભરામણ હતી..!!
પ્રવેશ્યા જ્યારે શયનખંડમાં,
ઝગમગતા ઝબુકિયામાં,
રોશની પણ જાણે...
મંદ મંદ મધુર મુસ્કાતી હતી..!!
જેમ વધ્યા કદમ ચારપાઈ તરફ,
એમ હવામાય ગરમી વધતી હતી..!!
થંભી ગયા એ શ્વાસ...
એક માત્ર, જેની આહટ હતી..!!
થોડી ચળભળાહટ,
થોડી ગભરામણ,
અને થોડી તો મૂંઝવણ એના...
પાયલના અવાજમાં પણ રણકતી હતી..!!
વેણી માથે મોગરાની હશે !
ખુશ્બૂથી એ સમજાતી હતી.
તડપની સીમા આજ...
ભલી સમી ક્યાં સમાતી હતી..!!
ઘૂંઘટ ની આડ હવે...
દિદારને એમના રોકતી હતી.
રસસભર હોઠોની લાલી...
સળગતા યોવનને ઑર સળગાવતી હતી..!!
વિચાર્યું...!
એક પળમાં આગોશમાં ભરી લઉં...
પણ, વાત લાગે એટલી આસાન ક્યાં જણાતી હતી..??
પહેલી આ રાતની આ,
હજી પહેલી પહેલી જ તો મુલાકાત હતી.
બેચેની હતી,
ઉત્સુકતા પણ હતી,
આખરે આવી ગઈ એ રાત...
વર્ષોથી જેની પ્રતીક્ષા હતી..!!
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી*