Gujarati Quote in Whatsapp-Status by Archita Deepak Pandya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરમ સાથે સંવાદ

'તમે વચન નહિ પાળો,એવું ન્હોતું ધાર્યું,પ્રભુ!'

જવાબમાં મનમોહક સ્મિત જ મળ્યું.

'પ્રભુ,આવું ન કરો.જવાબ ટાળો એ યોગ્ય નથી,યદા યદા હિ ધર્મસ્ય ....શું થયું એનું?'

'હું વચનબદ્ધ છું અને  હંમેશા વચન પાળું છું'

'તો તમારી આ દુનિયાની આ દશા?'
'તને દુનિયા બહુ ખરાબ લાગે છે?'
'નથી સહેવાતું પ્રભુ!તમે છો ક્યાં?'
'તમે બધે જ મને શોધો છો છતાં એ જ તો તમે શોધી નથી શક્યા'
ફરી નાનકડું મર્માળુ સ્મિત.,
'વત્સ,હું ક્યાં કોઈ  એક મૂર્તિમાં સ્થાપિત છું?'
'એવું તો મને પણ લાગે છે,પણ કંઇક સરનામું આપો તો સારું'
'હાહાહા,મને શોધશો એટલો હું સંતાઈ જઈશ.ખરેખર તો મને અનુભવો.'
'મારી સમજણ બહારની વાત છે'
'એવું કંઈ નથી ,મનુષ્ય એ મોટા મોટા સમીકરણ ઉકેલ્યા, અનેક  શોધ કરી ,વિશ્વ ખૂંદી વળ્યા ,તો હું ન મળી શકું?'
'રહેમ કરો પ્રભુ,મને ગૂંચવો નહિ'
'જો હું દરેક  દિલમાં છું.અને એ ખ્યાલ સમજીશ ત્યારે ખબર પડશે કે હું કોઈ જગ્યાએ કોઈ સ્થળ ઉપર નથી રહેતો'
'અઘરું છે!,આ સમજાવો,કોઈ કપટી મનુષ્યના દિલમાં કેવી રીતે તમે રહેતા હશો?આ ઉલ્લુ બનવાની વાત છે.હું સમજી નથી શકતો તમારી આ અટપટી અને પ્રેમાળ વાતો!ઉલ્ટા ભરમાવે છે એમને!'
'હું નજરમાં જ રહું છું.જે જોઈ શકે એ જ જોઈ શકે.તું મારી જોડે સંવાદ કરે છે ને?તે મને જોવાનો પ્રયત્ન કર્યો એટલે હું તારી સાથે છું'
'એટલે હું ભવસાગર થોડો તરી જઈશ ?'
'દરેક ક્ષણે દરેક પ્રસંગે મારી હાજરી ક્યાં અને કેવી રીતે હતી.એ જ શોધ .હું તારી નજીક જ છું.દુનિયા તને સરસ લાગશે. તું તારો પ્રવાસ ખુશી ખુશી પસાર કરી દઈશ.અને હું તને મારામાં સમાવવા ઉત્સુક જ છું.તું મારો જ તો અંશ છે!'
                     અર્ચિતા દીપક પંડ્યા

Gujarati Whatsapp-Status by Archita Deepak Pandya : 111022696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now