ગુગળાઈને તો રોઈને જન્મતા જ તને વધાવી છે,
ક્યારેક ટોચાઈ ને તો ક્યારેક હરખાઈને તને વધારી છે.
શરમાઈને તો વળી ક્યારેક અચકાઈને પણ બચાવી છે,
લોહીલુહાણ કરી ખુદને, તો પણ તને સજાવી છે.
સામે થઈને તો વળી ક્યારેક સહમત થઈને તને મઠારી છે,
ઘણું સાંભળ્યું હતું કે ન કર દરકાર એની એ તો નઠારી છે.
તેમ છતાં ખૂણે ખૂણે ઘસીને તને લીસી બનાવી છે,
ઓ, જિંદગી! તેમ છતાં તું ક્યાં મારી ક્યારેય ગણાઈ છે..