તારા મનની વાત .. ભાગ - 13
મોહિનીનું મૌન વાલ્મિકને ખૂબ જ અકડાવતું હતું .પણ હવે રાહ જોવા શિવાય કોઈ ઉપાય ન હતો.
મોહિની નાં મમ્મી વાલ્મિક ના ઘરે જઈ આવ્યા તેમને ઘરના લોકો ખૂબ ગમ્યા પણ તેમણે વિચારવા થોડો સમય લીધો .
આજે વેલેનટાઈન ડે હતો . વાલ્મિક અને અર્જીત સવારે ગુલાબ ચૉકલૅટસ્ લઈ કોલૅજ માં આવ્યા. કૉલૅજમાં હજી ખાસ કોઈ આવ્યું ન હતું. અદિતી તો અર્જીતને જોઈ બહુ ખુશ થઈ ગઈ .વાલ્મિક મોહિની ને શોધ તો હતો તે જોઈ અદિતી બોલી..
'તું જેને શોધે છે એ કલાસમાં છે. અને કલાસ ખાલી છે. બીજી વાત કે એ તારી જ રાહ જુએ છે . જા જલ્દી!'
વાલ્મિક પાગલની જેમ ખુશ થઈ દોડ્યો. કલાસમાં મોહિની સિવાય કોઈ ન્હોતું એટલે બન્ને ને સારો એકાંત મળ્યો હતો.હજી મોહિની કંઈ જ જાણતી જ નાં હોય એવી રીતે બેઠી હતી .વાલ્મિક તેની સામે જઈ ઉભો રહ્યો અને શાંતીથી મોહિનીનાં બન્ને હાથમાં હાથ મૂકી બોલ્યો..
' I love you ..... '
' I love you too ' પાગલ ..મોહિની એ તેને ગાલ પર હળવેક થી મારતા કહ્યું.
' આટલી રાહ જોવડાઈ પેલા ન્હોતી બોલી શકતી. '
'છોકરો તું છે તો તારે પ્રપોઝ તો કરવું જોઈએ ને '
'ઓ...હ ...તો.. એટલે આટલા દિવસ થી હા ન્હોતી બોલતી .'
બન્ને એક બીજાની નજીક આવી એક બીજામાં ખોવાઈ ગયા..
થોડા દિવસ પછી
અર્જીત અને અદિતી વિશે બન્નેનાં ઘરે ખબર પડી ગઈ હતી. અર્જીતનાં ઘરનાં રાજી હતા પણ અદિતીનાં ઘરનાં નાત ,જાત ઈજ્જતની વાતો કરી વાત બદલી નાખી અદિતી અર્જીતને ભૂલી જાય તેવું ઘરનાં દબાણ કરવા લાગ્યા .અને અદિતીના લગ્ન માટે છોકરા જોવા લાગ્યા . આ બધામાં અદિતીની હાલત દિવસે દિવસે બગડતી હતી. કોઈ સહારા વગર તે એકલવાઈ થઈ જતી પણ વાલ્મિક અને મોહિની તેને ખૂબ સાથ સહકાર આપતા અને મદદ રૂપ થતા...