બસ એક વાત..ભાગ - 6
વીણાબેન અને રમણભાઈ મોસમીને પ્રેમ ન્હોતા કરતાં એવું ન્હોતું. પણ સમાજમાં પોતાનું બાળક કંઈક બને સારુ ભણે એની મથામણ તેઓ કરતાં હતાં. દરેક માં-બાપ પોતાનું બાળક જન્મ લે એની પહેલાં જ બધી તૈયારીઓ કરવા લાગી જાય છે. બાળક અંગ્રેજી મિડિયમમાં ભણસે કે ગુજરાતીમાં એ પણ નક્કી કરી દેવામાં આવે છે.
વીણાબેને મને ઠંડું પીવાનો આગ્રહ કર્યો. મારે ઠંડું કે ગરમ કંઈ જ નથી પીવું મારે એક ખાસ વાત કરવી છે. એમ, કહી મેં વીણાબેનને બાજુમાં હાથ પકડી બેસાડ્યા.તમારા બન્નેની માતા- પિતા તરીકેની લાગણી હું સમજુ છું પણ એક વાર મારી વાત સાંભળી જુઓ તમને પછી તમને યોગ્ય લાગે તેમ તમે કરજો.
રમણભાઈ મોસમી ફ્કત સાડા ત્રણ વર્ષની છે.એના પર અત્યારથી ભણતરનો બોજ ના નાખશો. એ પાંચ વર્ષની થાય ત્યારે એને ભણવા મૂકો એ ખૂબ હોશિયાર થશે ભણવામાં .તમારા હાથે મોસમીનું અમૂલ્ય બાળપણ છીનવી ના લેશો.તમે જ વિચારો વીણાબેન આટલી નાની હોવા છતાં પરોઠા એકદમ ગોળ વણી શકતી હોય મોસમી તો થોડી મોટી થઈ એ શું સારી રીતે ભણી ન શકે. રમણ ભાઈ તમે આસરે 70 થી 80 હજાર જેટલો અંદાજે ખર્ચ કર્યો હશે. એ પૈસા મોસમી ધોરણ -12,કે ધોરણ -10માં કે પછી મોસમીને કોઈ સારી લાઈન લઈ ભણવા કામ લાગ્યા હોત. રમણભાઈ શાંતીથી સાંભળતાં હતાં પણ વીણાબેન બોલી ઉઠ્યા 'બધા મૂકે જ છે બાળકોને હવે અઢી વર્ષ ભણવા ,અમે તો છતાં ત્રણ વર્ષે મૂકી છે.'
વીણાબેન આજ કાલ અનુકરણમાં બધા આવું જ કરે છે. પણ એમાં આપણી મોસમીનાં જીવનનાં સોનેરી પળો સ્કૂલની બૅગ ઉપાડવામાં જ ચાલ્યા જશે. ફેનલૅન્ડ નામે એક દેશ છે. એમાં બાળકોને આઠ વર્ષે પહેલાં ધોરણમાં દાખલ કરવામાં આવે છે. દુનિયામાંએ દેશનો શિક્ષણમાં પ્રથમ નંબર આવે છે. આપણી સરકારે પણ પાંચ વર્ષે જ બાળકને શાળાએ મોકલવા નિર્ધાર કરેલો છે. પણ આપણે સ્વાર્થ ખાતર બાળકોનાં બાળપણ છીનવી લઈએ છીએ.
તારી બધી વાત બરાબર પણ મોસમીને સ્કૂલમાં સૅટ કરવા એને થોડું લખતાં વાંચતાં શીખવવાં સ્કૂલ તો મોકલવી જ પડે ને ! સ્કૂલ નહીં જાય તો એ બધા બાળકો સાથે સૅટ જલ્દી નહીં થાય.વિચારતાં વિચારતાં રમણભાઈ બોલ્યા.
લખતાં વાંચતાં તો આપણે ઘરે જ રમતાં રમતાં શિખવાડી શકીએ. રહી વાત સૅટ થવાની બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ એ બધે જાતે સૅટ થઈ જાય છે.મારૂ માનો તો અત્યારે મોસમીને સ્કૂલ કરતાં તમારાં બન્નેનાં પ્રેમની જૂરૂર છે.એને વાર્તા કહેતાં જમાડવું ,એની પડખે સૂવું ,એની સાથે બગીચામાં રમવું ,રમકડાં રમવાં ,આ બધાની એને બહુજરૂર છે.આ બધું નહીં આપો તો મોસમીમાં જે બાળક છે, તે મરી જશે અને એક જીદ્દી ,સ્વાર્થી ,લાગણી વગરની મોસમી આપણને મળશે.એ મોટી થઈ પૈસા કમાસે પણ લાગણી, પ્રેમ ,હુફ ,આત્મવિશ્વાસ જેવા સંવેગો તેનાંમાં નહીં હોય.
વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો ભાઈ પણ હું મોસમીને આવી રીતે નથી જોઈ શકતી.
નિર્ણય તેમની પર છોડી થોડી ઔપચારીક વાતો કરી હું ઘરે આવી ગઈ.
આખી રાત પડખા ફેરવવાંમાં ગયાં. રમણભાઈ શું કરશે? મોસમીને બાળપણ પાછું આપશે કે સ્કૂલની જેલ વિચારી જાગતી પડી રહી.
બીજા દિવસે હું ઘર કામમાં લાગી ગઈ પણ મનમાં પ્રશ્નો ચાલ્યે જતાં હતાં. ત્યાં જ બહાર અવાજ આવતો લાગ્યો .મેં બહાર જઈને જોયું તો મોસમી બધાંને ચૉકલૅટ આપતી હતી.મને જોઈ એ મારી પાસે આવી બોલી આ ચૉકલેટ તમારી માટે છે. મને કંઈ સમજાયું નહીં એટલે વીણા
બેનને પૂછ્યું ' આ શેની ચૉકલૅટ છે. આજે તો મોસમીનો બર્થ ડે પણ નથી ?.'
વીણાબેન હસતાં હસતાં બોલ્યાં મોસમીની આઝાદીની અમે નક્કી કરી લીધું મોસમીને હવે પાંચ વર્ષે મૂકીશું ભણવા અને એને ગમે એ સ્કૂલમાં .હું આ સાંભળી ખૂબ જ ખૂશ થઈ.થાવ પણ કેમ નહીં આજે મેં એક પંખીને આઝાદ કરાવ્યું હતું.
થોડીવાર પછી હું કપડાં ધોવા બેસી ત્યાં જ સામે ઘરનાં જાપા બહાર મોસમી માટીમાં ગારો કરી રમતાં મેં જોઈ.................................................................................તમારી આસપાસ કોઈ મોસમી તો નથી ને?......