રેડહેટ-સ્ટોરી એક હેકરની

(0)
  • 90
  • 0
  • 876

દસ દિવસ પહેલા,તારાપુર વરસાદની ઝરમર થંભી હતી. હવાનું ઝોર વધ્યું હતું. વાતાવરણમાં કોઈ ગજબ શાંતિ રાત્રીના ભેંકાર સાથે ભળી વાતાવરણ બિહામણું બનાવી રહી હતી. વાતાવરણની આ શાંતિને દૂર જંગલ તરફથી આવતા કોઈ ચીમરીના,તો કોઈ શેરીના કૂતરાંના,તો કોઈ એકલ-દોકલ વાહનના હોર્નના અવાજો ખલેલ પાડી રહ્યા હતા. શહેરની એકમાત્ર નદી 'રૂપેણ'ના શાંત નીર પર પડતા ચન્દ્રમાંના પ્રકાશથી ઉભું થતું દ્રશ્ય કોઈ અદભુત કળાથી દોરેલા ચિતારાના ચિત્ર જેવું લાગી રહ્યું હતું. તારાપુર શહેરના શાંત વતાવરણમાં એક ઓડી ખૂબ વધારે રફતારથી જંગલના રસ્તે જઈ રહી હતી. તે એક જ રફતારથી જંગલના કાચા રસ્તા પર ચાલી રહી હતી. તે જંગલની અંદર આવેલા એક ખંડેર જેવી હાલતમાં રહેલા બંગલાના ચોગાનમાં પ્રવેશી.

1

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 1

રેડ હેટ : સ્ટોરી એક હેકરની પ્રકરણ 1 દસ દિવસ પહેલા,તારાપુર વરસાદની ઝરમર થંભી હતી. હવાનું વધ્યું હતું. વાતાવરણમાં કોઈ ગજબ શાંતિ રાત્રીના ભેંકાર સાથે ભળી વાતાવરણ બિહામણું બનાવી રહી હતી. વાતાવરણની આ શાંતિને દૂર જંગલ તરફથી આવતા કોઈ ચીમરીના,તો કોઈ શેરીના કૂતરાંના,તો કોઈ એકલ-દોકલ વાહનના હોર્નના અવાજો ખલેલ પાડી રહ્યા હતા. શહેરની એકમાત્ર નદી 'રૂપેણ'ના શાંત નીર પર પડતા ચન્દ્રમાંના પ્રકાશથી ઉભું થતું દ્રશ્ય કોઈ અદભુત કળાથી દોરેલા ચિતારાના ચિત્ર જેવું લાગી રહ્યું હતું. તારાપુર શહેરના શાંત વતાવરણમાં એક ઓડી ખૂબ વધારે રફતારથી જંગલના રસ્તે જઈ રહી હતી. તે એક જ રફતારથી જંગલના કાચા રસ્તા ...Read More

2

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 2

કિંજલ એક ધનવાન કુટુંબમાંથી આવતી છોકરી હતી. તે અત્યારે તેના મમ્મી સાથે રહેતી હતી.તેના પપ્પા રમેશભાઈનું મૃત્યુ તો 10 પહેલાં જ એક ભયનકર આગમાં થયું હતું.તે બાદ તેના મમ્મી જયા બહેને બધો બિઝનેસ સાંભળી લીધો હતો અને તેને એક નવી ઉંચાઈએ લઈ ગયા હતા.કિંજલને કોઈ ભાઈ નહોતો એટલે બંગલા જેવા વિશાળ ઘરમાં તે અને તેના મમ્મી બે જ રહેતા હતા.એ સિવાય જયાબહેન ને બિઝનેસમાંથી સમય ન મળતો હોવાથી નોકર ચાકર પણ બંગલામાં રહેતા હતા.જો કે તેના મમ્મી આજ સુધી તે શેનો બિઝનેસ કરે છે એ કહ્યું નહોતું.તેમનું કહેવું હતું કે જો ...Read More

3

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 3

પ્રકરણ:3 “સર આજે કેમ ગાડી છેક કોલેજે મંગાવી નહીંતર તો તમે થોડે દુરથી બેસો છો ને?” ગાડી ચલાવતા ચલાવતા બાજુમાં બેઠેલા ડ્રાઇવરે સૂર્યાને પૂછ્યું “કેમ કે આજે મારી પાસે એટલો ટાઈમ નહોતો આજે આપડે સિધુ બંગલે નહીં જવાનું તમે ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી રાખી દેજો” સૂર્યાએ કહ્યું “જી સર”કહી ડ્રાઈવરે ગાડી થોડી સ્પીડથી ભગાવી થોડીવારમાં ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી હતી. સૂર્યાએ મોંઢા પર એક મુખવટુ પહેર્યું. તે એકદમ ચામડી જેવું જ હતું.તે પહેરતા જ ...Read More

4

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 4

રેડ હેટ:સ્ટોરી એક હેકરનીપ્રકરણ:4 સૂર્યા એક હેકર હતો.તેના માટે કોઈના પણ મોબાઈલ કોમ્પ્યુટર અને મોટી કંપનીની વેબસાઈટો ઉપરાંત કોઈનું પણ બેન્ક એકાઉન્ટ હેક કરવું એ કોઈ મોટી વાત નહોતી.તેણે તેની હેકિંગ દ્વારા નાની ઉંમરે ઘણા મોટા ગુનેગારોને પકડ્યા હતા.તેનો ભૂતકાળ પણ રહસ્યમય હતો જે તેના સિવાય કોઈ જાણતું નહોતું.મનુભાઈ પણ સૂર્યા વિશે બહુ વધારે જાણતા નહોતા પણ સૂર્યા પ્રત્યે ખૂબ વફાદાર હતા તેના પાછળ પણ એક કારણ હતું પણ એ વાત આગળ કરીશું.અત્યારે તો સૂર્યા વિચારોમાં સરી પડે છે.તે બે દિવસ પહેલા ડ્રગ્સ સ્પલાઈને પકડવા માટે તે શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ હેક કરી તેમના મેસેજ ...Read More