કિંજલ એક ધનવાન કુટુંબમાંથી આવતી છોકરી હતી. તે અત્યારે તેના મમ્મી સાથે રહેતી હતી.તેના પપ્પા રમેશભાઈનું મૃત્યુ તો 10 વર્ષ પહેલાં જ એક ભયનકર આગમાં થયું હતું.તે બાદ તેના મમ્મી જયા બહેને બધો બિઝનેસ સાંભળી લીધો હતો અને તેને એક નવી ઉંચાઈએ લઈ ગયા હતા.કિંજલને કોઈ ભાઈ નહોતો એટલે બંગલા જેવા વિશાળ ઘરમાં તે અને તેના મમ્મી બે જ રહેતા હતા.એ સિવાય જયાબહેન ને બિઝનેસમાંથી સમય ન મળતો હોવાથી નોકર ચાકર પણ બંગલામાં રહેતા હતા.જો કે તેના મમ્મી આજ સુધી તે શેનો બિઝનેસ કરે છે એ કહ્યું નહોતું.તેમનું કહેવું હતું કે જો કિંજલને સ્ટડી પછી જો તે બિઝનેસ કરવો હશે ત્યારે શીખવી દેશે.કિંજલે પણ વધુ જાણવાની કોશિશ કરી નહોતી કેમકે તેને કોઈ પણ જાતનો બિઝનેસ કરવો નહોતો.
*****************
“ઓહ…. અહીં તો ખૂબસુરતીનો બગીચો છે” પાછળથી એક કદાવર છોકરાએ રિયા,આરવ,સૂર્યા અને કિંજલ બેઠા હતા ત્યાં આવીને કહ્યું
“લો ફૂલ જોયાં નથી ને ભમરા આવી ગયા” રિયાએ કહ્યું
“અચ્છા તો ધ્યાન રાખજે આ ભમરો ક્યારેક રસ ચૂસીને પણ જતો રહેશે” પહેલાએ શાતીર મુસ્કાન સાથે કહ્યું
“બસ પ્રકાશ માપમાં રહેજે” આરવે ઉભા થઈને ગુસ્સા પૂર્વક કહ્યુ.સૂર્યા હજી શાંતિથી બેઠો હતો.
“અને જો ના રહું તો?” પ્રકાશ નામના તે કદાવર છોકરાએ કહ્યું.તે વિદ્યાર્થી ઓછો અને ગુંડો વધુ લાગી રહ્યો હતો તેનો વજન 130 જેટલો હતો.
કોઈ કાઈ બોલે એ પહેલાં સૂર્યા ઉભો થઈને તેની નજીક ગયો.સૂર્યાનો વજન તેના કરતાં માંડ અડધો હશે.તેને એક હાથ પ્રકાશના ગળે લગાવ્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે તેને તે કદાવરને એક હાથે ઉંચો કર્યો અને કહ્યું “બધાને સોરી કહી દે અને ચુપચાપ બેસી જા”
“મને નીચે ઉતાર” પ્રકાશ તાળુક્યો
“પહેલા રિયાની માફી માંગ” સૂર્યાએ એકદમ શાંત સ્વરે કહ્યું
“એ તો હું નહીં જ માંગુ તું ગમે તે કર” પ્રકાશે ગુસ્સાતુર સ્વરમાં કહ્યું
“અચ્છા તો તું જ્યારે માફી માંગીશ ત્યારે જ હું તને નીચે ઉતારીશ” સૂર્યાએ એજ શાંત સ્વરમાં કહ્યું. બધા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. પ્રકાશ છૂટવા માટે ખૂબ તડફળિયા મારી રહ્યો હતો અને પોતાના બન્ને હાથથી સૂર્યાના મોઢા પર મુક્કા મારવાની કોશિશ કરી રહ્યો હતો પણ સૂર્યા તેને બીજા હાથથી આરામથી રોકી રહ્યો હતો.સૂર્યા ધીરે ધીરે પ્રકાશના ગળા પરની ભીંસ વધારી રહ્યો હતો. પ્રકાશને હવે તફલિક થઈ રહી હતી એટલે તેને શરણાગતિ સ્વીકારી હોય એમ કહ્યું “ઠીક છે મને નીચે ઉતાર હું માફી માંગુ છું” પછી સૂર્યા તેને નીચે ઉતારે છે એટલે પ્રકાશ રિયા તરફ જોઈને કહે છે “ સોરી..આગળથી હું ધ્યાન રાખીશ” આટલું કહી તે છેલ્લી બેંચ પર જઈને બેસી જાય છે બધા તેના સામું જોઈને મૂછમાં હસી લે છે.
સૂર્યા તેની જગ્યા પર આવીને બેસે છે. એટલે આરવ કહે છે “આ અશક્ય છે?”
“શુ અશક્ય છે?” સૂર્યા પૂછે છે.
“તું એને એક હાથે કેમ ઉચકી શકે,તેનાથી સીનીયર પણ ડરે છે.” આરવે કહ્યું
“મેં કહ્યું ને કોઈક કોઈક રહસ્ય જો રહસ્ય જ રહે તો સારું છે” સૂર્યાએ કહ્યું
“એની વે તે જે હોય એ પણ થેન્ક યુ” રિયાએ કહ્યું
“જસ્ટ ચીલ યાર” સૂર્યાએ કહ્યું
“મને લાગે છે હવે લેકચર શરૂ થશે આપડે નંબર એકચેન્જ કરવા હોય તો કરી લઈ” કિંજલે કહ્યું
પછી સૂર્યા બધાને પોતાનો નમ્બર આપે છે અને સૂર્યાને પણ બધા પોતાનો નમ્બર આપે છે એટલે સૂર્યા બીજો મોબાઈલ કાઢી તેમાં સેવ કરે છે.
“સૂર્યા તું બે મોબાઈલ રાખે છે?” કિંજલે પૂછ્યું
“નહીં બે થી તો ઘણા વધારે” સૂર્યાએ કહ્યું
“ પણ કેમ?” કિંજલે ફરી પૂછ્યું
“પ્લીઝ નો પર્સનલ સવાલ” સૂર્યાએ કહ્યું
“ઓકે, એની વે આપડે રાત્રે મળીયે”આરવે કહ્યું અને તે ત્રણેય પોતાની જગ્યાએ જઈને બેસી ગયા
ચાલતા ચાલતા રિયાએ કહ્યું “ઘણો અજીબ છે” કોઈ તેની વાતનો જવાબ આપે એ પહેલાં રાકેશ સર ક્લાસમાં આવે છે.અને લેકચર શરૂ થઈ જાય છે.
*************************
એક વ્યક્તિ અંધારિયા રૂમમાં ઉભો હતો અને તેની સામે એક કેમેરો હતો.તે રૂમની દીવાલ પર એક લાલ ટોપી એટલે કે રેડ હેટ લટકી રહી હતી.જે બલ્બના આછા પ્રકાશમાં દેખાઈ રહી હતી.તે વ્યક્તિનું મોઢું તેમાં દેખાઈ રહ્યુ નોહતું.તેને કેમરો ઓન કર્યો અને પછી સામે ઊભા રહી બોલવાનું શરૂ કર્યું “હું નથી જાણતો કે તું કોણ છું અને મને એમાં રસ પણ નથી,પણ હા અમારા ધંધાથી દૂર રહેજે નહીંતર પરિણામ બહુ ખરાબ આવશે.તું જો અમને પકડવા ઇચ્છતો હોય તો ભૂલી જજે કેમ કે રેડ હેટને ના આજ સુધી કોઈ પકડી શક્યું છે અને ના પકડી શકશે કેમ કે બચ્ચા હેટ હેમશા સબસે ઉપર રહેતી હૈ” આટલું બોલી તે એક ક્રૂર હાસ્ય કરવા લાગ્યો અને પછી રેકોર્ડિંગ બંધ કરીને તે વિડિઓ ને કોમ્પ્યુટરમાં એડીટ કર્યો. પોતાનો અવાજ ન ઓળખાય એ રીતે એડીટ કર્યા બાદ તેને એક પેન્ડ્રાઇવમાં નાખી તે પેન્ડ્રાઇવ બાજુમાં ઉભેલા એક વ્યક્તિને આપી ને કહ્યું “જા આને સીટી મોલની સામે જે બગીચો છે તેમાં એક સફેદ કાર છે તેની નીચે એક બોક્ષમાં મૂકી દેજે’ પેલો વ્યક્તિ તેનો ચેલો હોય તેમ ડોકું હલાવીને પેન્ડ્રાઇવ લઈને ચાલતો થયો.
**********************
વાત કરીએ આ શહેરની તો,તારાપુર ઘણા કાળા ધંધા માટે કુખ્યાત છે.તેમ છતાં ઘણા સિદ્ધાંતવાદી લોકો પણ અહીં મળી રહે છે. સાથે વાત કરીએ સુવિધાની તો તારાપુર એ ઘણા ગેંગસ્ટરોનું ઘર છે. એટલા માટે અહીં દરેક સુવિધા પ્રાપ્ય હોય છે જોકે તેનું પ્રમાણ છેલ્લા એકાદ વર્ષથી ઘણું ઘટ્યું છે.તેનું કારણ છે અહીંના ઈન્ચાર્જ એવા ઇન્સ્પેક્ટર વિક્રમ તેઓએ છેલ્લા એક વર્ષથી ઘણા ગોરખધંધાથી શહેરને છુટકારો અપાવ્યો હતો તેમ છતાં એક ડ્રગ્સ સપ્લાઈનો ધંધો આજ સુધી તારાપુરમાં ઘર કરીને બેઠો છે. તેનો કોઈ પણ કેસ જ્યારે વિક્રમના હાથમાં આવે ત્યારે તે ફાઇલ બીજા કોઈ પાસે ટ્રાન્સફર કરવાનો આદેશ પણ ઉપરથી આવી જતો હતો.ક્યારેક કોઈ મર્ડર કેસની ફાઇલ પણ તેમના હાથમાંથી લઈ લેવામાં આવતી હતી.તેમ છતાં ઇનપેક્ટર વિક્રમ તે તાપસ પોતાની રીતે કરતા.
ઘણીવાર તે કેસના મૂળ સુધી પહોંચતા ત્યારે ખબર નહીં કેમ પણ કોઈ આ માહિતી ઉપર પહોંચાડી દેતું. સાથે જ ઉપરથી એક વોર્નિંગ આવી જતી એટલે વિક્રમે તે કેસ ના છૂટકે છોડવો પડતો.વિક્રમ જાણતો હતો કે ઉપર જાણ કરવાવાળું પોલીસસ્ટેશનમાંથી જ કોઈક છે પણ આજ સુધી તે તે વ્યક્તિને પકડી શક્યો નહતો.
*******************
સૂર્યાની કોલેજ બપોરે એક વાગ્ય સુધી હોય છે એટલે બપોરે બધા વિદ્યાર્થીની કોલેજ રોડ પર સારી એવી અવર-જવર રહેતી. સૂર્યા,રિયા,કિંજલ, અને આરવ ચાલતા ચાલતા બહાર આવ્યા
રિયા મૌનવ્રત તોડતા કહે છે “ તો સાંજે આઠ વાગ્યે બધા થિયેટરે પહોંચી જજો”
“હા,તો આપડે ડિનર પણ બહાર જ કરશું” કિંજલે કહ્યું
“ગ્રેટ,હું પહોંચી જઈશ”સૂર્યાએ કહ્યું
બધા ગેટ પાસે રહેલ પાર્કિંગ પાસે પહોંચે છે એટલે આરવ બાઇકમાં ગોઠવાઈ છે અને રિયા તેની પાછળ બેસે છે,સાથે જ કિંજલ પણ તેની સ્ફુટીમાં ગોઠવાઈ છે. સૂર્યા ગેટ પાસે ઉભો હતો એ જોઈ આરવે કહ્યું “ અરે સૂર્યા તું ચાલીને જવાનો છું”
“ના જો આ ગાડી આવે” સૂર્યાએ એક ગાડી તરફ ઈશારો કરતા કહ્યું.તે એક સફેદ કલરની ઓડી હતી.બધા કોલેજીયન તેને જોઈ રહ્યા હતા. “બાય ફ્રેન્ડ્સ,સાંજે મળીયે”કહી સૂર્યા ગાડીમાં બેસી ગયો અને ગાડી જે તરફથી આવી હતી તે તરફ દોડવા લાગી.
“વાહ ઘણો અમીર લાગે છે” આરવે કહ્યું
“હા અને ઘણો રહસ્યમય પણ,ક્યાં રહે છે તેના મમ્મી પપ્પા શુ કરે છે કાઈ કહ્યું જ નહી અને પેલા પ્રકાશ વાળું કાંડ મને હજી અશક્ય લાગે છે કોઈ વ્યક્તિમાં એટલું બળ કઈ રીતે હોઈ શકે?” રિયાએ કહ્યું
“છોડને રિયા બધાની પોતપોતાની પર્સનલ લાઈફ હોય છે એ નથી જણાવવા માંગતો તો પછી આપણે જાણવાની કોશિશ ન કરવી જોઈએ” આરવે કહ્યું
“હા પણ ચાલો હવે નીકળીએ મને ભૂખ લાગી છે” કિંજલે કહ્યું
તે ત્રણેય ત્યાંથી નીકળી જાય છે
**************
ક્રમશ: