રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:49
કિંજલ આ જોઈ સ્તબ્ધ હતી.તેને આવી કોઈ આશા નહોતી.તેને તો મનોમન એ જ વિચારી લીધું હતું કે જરૂર તે કોઈ કાવતરાનો શિકાર થઈ રહ્યા છે,પણ તેના માટે સૂર્યાને સમજાવવો સહેલી વાત નહોતી. સૂર્યા કોઈ પણ લઘુતાના ભાવ વગર સોફા પર બેઠો હતો પણ કિંજલ એમ કરી શકી નહોતી.આ જોઈ સૂર્યાએ તેને બેસવા ઈશારો કર્યો હતો.તે ખ્યાલોની દુનિયામાંથી પાછી ફરી હતી.તે સૂર્યાની બાજુમાં કઈક સંકોચથી બેસી.
"દાદા આ શ્વેતા મેડમ?" સૂર્યાએ શ્વેતામેમ તરત જોઈને કહ્યું.
"હા,શ્વેતા.મેં તને કહ્યું હતું ને કે મારી એક સ્ટુડન્ટ છે જેને હું દીકરી કરતા પણ વધારે પ્રેમ કરું છું.મીસ સેરનાથી શ્વેતા નામ રાખ્યું છે તમારપુરમાં.એ આ તો છે.તે મારી પહેલી સ્ટુડન્ટ છે જેને એસેમ્બલી સાથે જોડાયા વગર કામ કરવાનું નક્કી કર્યું." માસ્ટરે કહ્યું.
"તમારી આટલી ખાસ છે તો પણ?"
"બધાના કામ કરવાનો તરીકો અલગ હોય છે." શ્વેતામેમે કહ્યુ
"અરે પણ શ્વેતામેમ અહીં છે એ તમારે મને કહેવું તો જોઈએ ને!" સૂર્યાએ માસ્ટર સામે જોઇને કહયુ.
"અરે મને પણ ક્યાં ખબર હતી.આ તો કાલે જ મને શ્વેતાનો કોલ આવ્યો કે તે તારાપુરમાં છે અને એક અગત્યના કામ માટે મને અહીં બોલાવી લીધો"
"પણ મેમ એ બધા મેસેજ અને આ રીતે બોલાવવાનો શુ મતલબ?"
"સાચું કહું તો તું એકદમ તારા દાદા જેવો જ દેખાય છે.તું નવ વર્ષનો હતો ત્યારે મેં તને જોયો હતો.કદાચ તું ભૂલી ગયો પણ હું નથી ભૂલી.એ સિવાય તારું આ વાઈટ હેટનું લોકેટ.તેમ છતાં કન્ફર્મ કરવા મેં તે મેસેજ કર્યો હતો.તમારા રોટ હેલાટ મિશન વિશે મને માસ્ટરે એક વખત કહ્યું હતું.એટલે મેં એ મુજબ મેસેજ કરેલો.તે દિવસે જ્યારે તું ત્યાં આવેલો ત્યારે હું ત્યાંજ હતી.છુપાઈને જોઈ રહી હતી.તારા તેવરથી હું સમજી ગઈ કે તું એ જ છો" શ્વેતામેમે કહ્યું.
"એ બધું ઠીક છે પણ આજે આ ચીઠ્ઠી વાળો ખેલ કેમ કર્યો? જ્યારે તમે જાણતા જ હતા કે હું સૂર્યા છું" સૂર્યાએ પૂછ્યું.
"એ તો માસ્તરે કહ્યું એટલે મેં એ કર્યું" સૂર્યાએ કહ્યું.
"દાદા?" સૂર્યાએ માસ્ટર સામે જોયું.
"અરે ચીલ યાર અમે બસ મસ્તી કરી રહ્યા હતા." માસ્ટરે કહ્યું.
"અરે મારુ તો ઠીક છે.રોજનું થયું,પણ આ કિંજલ કેટલી ડરી ગઈ હતી.અરે હા એક મિનિટ એ ચિઠ્ઠીમાં કિંજલનું નામ કેમ લખ્યું હતું?" સૂર્યાએ કહ્યું
"એના પાછળ પણ એક કારણ છે.ઘણા સમયથી અમારે એ વાત તને અને કિંજલને કહેવી હતી.સાચા સમયની રાહ જોતા જોતા એટલું મોડું થઈ ગયું કે નિયતિ એ સંજોગો વસાત જ તમને બન્નેને મેળવી દીધા." માસ્ટરે કહ્યું.
"હું સમજ્યો નહિ" સૂર્યાએ સોફામાં સહેજ આગળની તરફ ખસતા કહ્યું.
"તું જ્યારે સેન્ટ પીટર્સબર્ગમાં હતો ત્યારે સ્ટેટ હર્મીટેજ મ્યુઝિયમે ગયો હતો યાદ છે?"માસ્ટરે સૂર્યા સામે જોઈને કહ્યું.
"એ વાત કેમ ભુલાય,મારા દિલની બહુ કરીબ છે" સૂર્યાએ સહેજ ગડગડા અવાજે કહ્યું.
"હું ઈચ્છું છું કે તું મારી વાત ધ્યાનથી સાંભળ.તે દિવસે મેં તને જણાવ્યું હતું કે કસેનિયા આ દુનિયામાં નથી રહી,પણ એ વાત ખોટી હતી.કસેનિયા આજે પણ જીવિત છે"
"વોટ?તમે મને? એ ક્યાં છે અત્યારે?" સૂર્યાએ ઉભા થતા લગભગ બરાડતા અવાજે કહ્યું.લગબગ બધા શાંત હતા.થોડીવાર સૂર્યા એજ હાલતમાં ઉભો રહ્યો.તે કઈક ખ્યાલ આવ્યો અને પછી બોલ્યો "એક મિનીટ ક્યાંક તમે?" સૂર્યાએ કિંજલ તરફ જોતા કહ્યું.
"તું સાચું વિચારી રહ્યો છે.એ બીજું કોઈ નહિ પણ કિંજલ છે" શ્વેતામેમે કહ્યુ.
"પણ કેવી રીતે અને તમેં મને આટલા સમયથી કેમ ન જણાવ્યું?" સૂર્યાએ ખૂબ આશ્ચર્ય,આનંદ અને ક્રોધિત ભાવે કહ્યું.
"સાંભળ.તું જ્યારે બાર વર્ષનો હતો ત્યારે તને વાઈટ બાયનરી પર ખૂબ સરસ કમાન્ડ હતી.એ ઉપરાંત તું ખૂબ સારી ગન પણ ચલાવી લેતો.હું ઇચ્છતો હતો કે તું ખૂબ મોટા મોટા મિશન કરીશ.તે સમયે તારું ધ્યાન કસેનિયા તરફ ચાલ્યું ગયું હતું.હું નહોતો ઇચ્છતો કે તું તેના તરફ એટ્રેક્ટ થઈને તારા મૂળ કામને ભૂલી જા.એના પાછળ એક કારણ હતું.તારામાં સુપર કેમિકલ ઈન્જેકટ થયું હતું.તેના ફાયદા તો ઘણા છે એ ઉપરાંત થોડાક નુકશાન પણ છે.તે ઓક્સિટોસીન પણ ખૂબ વધારી દે છે.જનરલી પ્રેમ ચૌદ પંદર વર્ષે થતો હોય છે પણ તારામાં કેમિકલ ઇફેક્ટથી એ કઈક વધારે જ ત્વરાથી થયો હતો.તારા શરીરમાં લવ હોર્મોન વધી જશે એ પણ હું જાણતો હતો.તેથી તને કસેનિયાથી અલગ કરવો જરૂરી હતો.મેં એવું વિચાર્યું હતું કે જ્યારે તું મ્યુઝીયમથી આવીશ ત્યારે હું તને સમજાવી દઈશ પણ તે પહેલાં જ બસનું એક્સિડન્ટ થયું.ત્યારે કસેનિયાના મગજ પર ઇજા થઇ હતી.તેને કોઈ મોટી ઇજા નહોતી થઈ.તે લગભગ એક કલાકમાં જ હોસમાં આવી હતી પણ તે પોતાની બધી યાદો ભૂલી ગઈ હતી.તેને કોઈપણ વાત યાદ ન હતી.નોટ ઇવન સિંગલ લાઇન.તેને યાદ હતી તો ફક્ત તેની માતૃભાષા ગુજરાતી.તેને હવે ફરીથી હેકિંગ શીખવાડવાનો કોઈ મતલબ નહોતો.તું જાણે જ છે કે કસેનિયા પહેલેથી અનાથ હતી. એ સાથે જ મને ખ્યાલ આવ્યો કે એમ પણ તને એનાથી દુર કરવો છે તો હું કસેનિયાને ગુજરાત મોકલી દવ.કામ અઘરું હતું.ત્યારે મને સેરના એટલે કે શ્વેતા યાદ આવી મેં તેને બોલાવી અને બધી વાત કરી.તે ગુજરાત જવા તૈયાર થઈ" માસ્ટર અટક્યા અને શ્વેતા સામે જોયું.
"ત્યારે એમને મને કહ્યું હતું કે તું કોઈ એવી જગ્યાએ જતી રહે જ્યા કસેનિયા સેફ રહે.એ સમયે તારાપુરમાં રેડહેટ ગેંગની એન્ટ્રી થઈ ચૂકી હતી,પણ એવી કોઈ અસુરક્ષિત જગ્યા નહોતી.હું કસેનિયાને લઈને તારાપુર આવી અને એક એન.જી.ઓની મદદથી મેં તેને જયા બહેન નામની લેડીને દત્તક આપી.પહેલા વિચાર આવ્યો હતો કે હું પોતે જ કસેનિયાને રાખું પણ મારું કામ એટલું રિસ્કી હતું તે સમયે કે હું ઇચ્છવા છતાં એ નહોતી કરી શકું એમ.તેમને કસેનિયાથી નામ બદલીને કિંજલ કરી નાખ્યું.તો આ રીતે કસેનિયા કિંજલ બની ગઈ." શ્વેતામેમ અટક્યા.
"મને સમજાતું નથી કે મારે ખુશ થવું જોઈએ કે પછી" સૂર્યાએ કિંજલ સામે જોતા કહ્યું.કિંજલ હજી એ જ મુદ્રામાં સ્થિર હતી.સૂર્યા જાણતો હતો કે આજે સવારેથી જ તેને ઝટકા પર ઝટકા મળી રહ્યા હતા.તેની પાસે હવે આશ્વાસન આપવા માટે પણ કોઈ શબ્દ ન હતા.કિંજલ બોલી "થેન્ક યુ મેમ તમે મને અહીં લઈ આવ્યા.સૂર્યા પોતાના કામ પર ફોકસ કરી શક્યો"
"કિંજલ તને જરા પણ આઘાત ન લાગ્યો" સૂર્યાએ કહ્યું.
"ના તે જ્યારે તારી સ્ટોરી કહી ત્યારથી હું કસેનિયા વિશે જ વિચારતી હતી.મને એમા કઈક અધૂરપ જાણતી હતી.મને એ કસેનિયા મૂંઝવણમાં મૂકી રહી હતી.આજે આ વાત સાંભળી સાચે મને આઘાત તો લાગ્યો પણ કદાચ એ સુખદ છે.હું આખરે જાણી શકી છું કે હું કોણ છું.કદાચ નિયતિ ને પણ એ જ મંજુર હતું.અને તેને જેમ આપણને અલગ પડ્યા હતા તેમ ફરી મેળવી પણ દીધા" કિંજલે સૂર્યાને ગળે લગાવતા કહ્યું.
સૂર્યા થોડીવાર તે જ મુદ્રામાં રહ્યો.પછી ભીની આંખે કિંજલને ગળે લગાવી.તે થોડીવાર એજ હાલતમાં રહ્યો.માસ્ટર,સમીર અને શ્વેતા ત્રણેય આજે ખુશ હતા.તેમને હતું કે સૂર્યાને આજે વધારે સમજાવવો પડશે પણ એવું કશું થયું નહોતું.સૂર્યાને પરિસ્થિતિનો ખ્યાલ આવતા તે કિંજલથી અળગો થયો.તે રૂમમાં થોડીવાર શાંતી જળવાઈ રહી.ત્યારબાદ સૂર્યાએ જ વાતની શરૂઆત કરી "મેમ તમે આ પ્રોફેસર કેમ બન્યા છો?"
"બસ એજ રેડ હેટ ગેંગને પકડવા માટે.આ વર્ષે મને માહિતી મળી કે આ કોલેજમાં ડ્રગ સપ્લાય થાય છે આથી હું અહી જ જોડાઈ ગઈ." શ્વેતામેમે કહ્યું.
"એમ વાત છે સો આગળ શું કરવાનું છે?" સૂર્યાએ પૂછ્યું.
મને પહેલા મિશનની અપડેટ આપ કે તું ક્યાં સુધી પહોંચ્યો છું.સૂર્યાએ અત્યાર સુધીની આખી વાત વિગતે બધાને કહી.
"ગ્રેટ,સૂર્યા ઓલમોસ્ટ હવે બોસ આપડા હાથમાં જ છે.તે કહ્યું એ છોકરીને એકવાર આપડે મળવું પડશે."સમીરે લાંબા સમયનું મૌન વ્રત તોડતા કહ્યું.
"સો રાહ કોની છે ચાલો ત્યાં જ જઈએ"સૂર્યાએ કહ્યું અને બહાર તરફ ડગ માંડ્યા બધા તેની પાછળ ચાલ્યા.
**********
ક્રમશ: