Redhat-Story ek Hacker ni - 38 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 38

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 38


       રેડ હેટ:સ્ટોરી એક હેકરની
       પ્રકરણ:38

     "દાદા મારે થોડી વાત કરવી છે" સૂર્યાએ માસ્ટરના રૂમમા પ્રવેશતા કહ્યું.

     "અરે આવને સૂર્યા બેસ બેસ હું પણ તારા વિશે જ વિચારતો હતો."માસ્ટરે કહ્યું.

      "મારા વિશે પણ શું?" સૂર્યાએ કઈક દ્વિધામાં પૂછ્યું.

        "તારા માસ્ટરના કલાસીસ પણ હવે પુરા થાય છે તો તારા વિશે પણ કંઈક વિચારવું પડશે ને?" માસ્ટરે કહ્યું.

        "પણ દાદુ ત્રણ વર્ષમાં કઈ રીતે પુરા થાય આ એમ અને આરના તો છેલ્લા અગિયાર વર્ષથી ચાલે છે"સૂર્યાએ કહ્યું.

         "હા ચાલે છે કેમ કે તે માસ્ટર ટેસ્ટમાં પાસ નથી થયા.જ્યારે તમે માસ્ટરમાં આવો છો તેના ત્રણ વર્ષ પછી એક ટેસ્ટ હોય છે જો તેમાં તમે પાસ થાવ છો તો તમે બે માર્ગમાંથી એક માર્ગ પસંદ કરી શકો છો.એક તો આપણી જ એસેમ્બલી માટે કામ કરવું અને બીજું દેશમાં જઈ પોતાની રીતે કામ કરી શકો છો.તેમ છતાં તમારે એન્યુઅલ એસેમ્બલી મિટિંગમાં આવવું પડે છે જે આપણે દર વખતે થાય છે અને તું નવા નવા ચહેરા જુવે છે તે....તે બધા આપણા અહીંના વિદ્યાર્થી છે.કોઈક એસેમ્બલી માટે કામ કરે છે તો કોઈ પોતાની રીતે" માસ્ટર અટક્યા

        "તો શું મારે પણ આવું કઈક કરવું પડશે?" સૂર્યાએ અસમંજસમાં પૂછ્યું

         "અરે નહિ નહિ અત્યારે નહિ એની તો હજુ વાર છે તારા માટે મેં કઈક ખાસ વિચાર્યું છે" માસ્ટરે કહ્યું.

        " તો અત્યારે?" સૂર્યાએ બહાર બારીના પડદાને ચીરીને આવતી સ્ટ્રીટલાઈટની ધીમી રોશનીને નિહાળતા કહ્યું.

          "વાઇટ-બાયનરી લેન્ગવેજ તને શીખવાડવાનું" માસ્ટર ટુકમાં બોલ્યા.

       "રાઈટ,મેં બાયનરી વિશે સાંભળ્યું છે આ વાઇટ-બાયનરી શુ છે?" 

       "તેમાં એમ તો ઘણો ડીફ્રન્સ છે પણ હા તેમાં ઝીરો અને એક સિવાય 4 અને 9 નમ્બર વધારાના આવે છે" માસ્ટરે ચોખવટ કરતા કહ્યું.

       "પણ કોમ્પ્યુટર એ કઈ રીતે સમજી શકે? એ તો ફક્ત 0 અને 1 ના સ્વરૂપમાં જ સમજી શકે તમે એમાં ચાર કે નવ નમ્બર નાખશો તો એરર આવી જશે?" સૂર્યાએ કહ્યું

        "અચ્છા મને એમ કહે કે તું જાવામાં કોર્ડિંગ કરે તો એ કરે તો એ કેમ કોમ્પ્યુટર સમજે છે કેમ કે એ તો ફક્ત 0 અને 1 એટલે કે બાયનરી લેન્ગવેજ જ સમજે છે" માસ્ટરે કહ્યું.

        "અરે દાદુ એ તો બહુ સિમ્પલ છે હું જે કમાન્ડ જાવા ફોર્મેટમાં આપું તે ઈન્ટરપ્રિટર દ્વારા 'સી'માં કન્વર્ટ થાય હવે એ 'સી' કોડ એસેમ્બલી કોડમાં કંપાઇલ થાય અને તે પછીથી મશીન કોડમાં કન્વર્ટ થાય જે 0 અને 1ના ફોર્મમાં હોય" સૂર્યાએ કહ્યું

       "એકદમ સાચું પણ હું એમ કહું કે વાઇટ બાયનરી માટે મેં એક ઈન્ટરપ્રિટર બનાવ્યું છે તો" માસ્ટરે કહ્યું.

     "વ્હોટ દાદુ આર યુ સિરિયસ ડોન્ટ ટેલમી કે તમે મજાક નથી કરતા" સૂર્યાએ કહ્યું.

      "બિલકુલ નહિ આ લેંગ્વેજ મેં પોતે બનાવી છે અને તે એટલી સ્ટ્રોંગ છે કે તેનાથી તું વિચારી ન શકે એ લેવલની કોર્ડિંગ થઈ શકે છે.એના માટે ના કોમ્પ્યુટર્સ અલગ છે તેથી તને કોઈ ટ્રેક પણ ન કરી શકે અને તું સીધો કોઈ પણ રોક વગર કોઈ પણ પ્રોટેકટેડ સર્વરમાં પણ ઘુસી શકીશ ઇવન બેંકના પણ" માસ્ટરે કહ્યું.

       "પણ આટલી ખતરનાક લેંગ્વેજ કોઈને શીખવાડવી અને એ પણ જો સામાન્ય થઈ જાય તો લોકોની પ્રાઇવેસી જઈ શકે છે" સૂર્યાએ કહ્યું.

      "એટલેતો આ લેન્ગવેજ મારા અને સમીર સિવાય બીજા કોઈને હજી આવડતી નથી અને ત્રીજો તું શીખીશ." માસ્ટરે કહ્યું.

       "દાદા હું જ કેમ" સૂર્યાએ કહ્યું.

        "જો બેટા સીધી વાત કરું તો તારે તારા મમ્મી પપ્પાનો બદલો હજી લેવાનો છે અને એ ઉપરાંત મને તારા પર ભરોસો છે કે આનો ક્યાંય ગેરઉપયોગ નહિ થાય. આ શીખ્યા બાદ કદાચ તું પોલીસના હાથમાં કોઈ દિવસ નહીં પકડાય" માસ્ટરે કહ્યું.

        "આ લેન્ગવેજ શીખતાં કેટલો સમય લાગશે" સૂર્યાએ પૂછ્યું

         "તું કદાચ પાંચેક વર્ષમાં માસ્ટરી કરી લઈશ" માસ્ટરે કહ્યું.

         "તો દાદા હું તે બાદ તે આખી ગેંગને પકડીને મારા મમ્મી પપ્પાનો બદલો જરૂર લઈશ પણ એ માટે તમારે મને એના વિશે બધું જણાવવું પડશે." સૂર્યાએ કહ્યું 

     "જરૂર બેટા,હું તને અત્યારે જ મારા જીવનની સંપૂર્ણ વાત કહીશ આ એસેમ્બલીના નિવથી તે ગોઝારા દિવસ સુધી. એ ઉપરાંત હું તને ગન અને હથિયાર તથા ફાઇટિંગ સ્કીલ પણ શીખવાડીશ" માસ્ટરે કહ્યું

          "હું તૈયાર છું" સૂર્યાએ ખૂબ ઉત્સાહ સાથે કહ્યુંમતે ઘણા સમયથી આ જ દિવસની રાહ જોઈ રહ્યો હતો.

     સમય:1970
     સ્થળ: બૉમ્બૅ,ઇન્ડિયા

        "તો સાંભળ.હું જ્યારે કોલેજમાં હતો,વેલ મારી કોલેજ એટલે ઇન્ડિયાની વેલ નોન કોલેજ આઈ.આઈ.ટી,બોમ્બે. વાત લગભગ 1970ની છે જ્યારે હું આઈ.આઈ.ટીમાં હતો ત્યારે હું એકાંકી સ્વભાવનો વ્યક્તિ હતો.અને એમ પણ મારી સ્ટ્રીમ એટલે કે કોમ્પ્યુટર સાઇન્સ મને એમ કરવામાં મદદ પણ કરે છે.કેમ કે હેકિંગ મારો પહેલેથી ગમતો વિષય રહેલો છે.તેના માટે મારે કોઈની જરૂર પડતી નહિ હું એક ખૂણામાં એકલો એકલો બેસતો અને કંઈક નવું નવું કરતો રહેતો" માસ્ટરે પોતના પોતીકા અંદાજમાં વાત કહેવાની શરૂ કરી.

          તે સમયે મારા કોઈ ખાસ મિત્રો ન હતા. તું મારા મિત્ર તરીકે એક ને જ ગણી શકે અને એ છે સમીર.હા એજ તમારો માસ્ટરનો ટીચર, અમે બન્ને મુંબઇની હવામાં અનુકૂળ થઈ ગયા હતા.અમને મુંબઈમાં રખડવું ખૂબ ગમતું,કદાચ તું મુંબઇના ભૂગોળથી એટલો પરિચિત નહીં હોય પણ અમે બન્ને જુહુ,ભાઈખલા,ગેટ વે ઓફ ઇન્ડિયા,સંજય ગાંધી નેશનલ પાર્ક, વેક્સ મ્યુઝિયમ,સિદ્ધિ વિનાયક મંદિર,હાજી અલી દરગાહ,છત્રપતિ શિવાજી ટર્મિનસ,ઇસ્કોન મંદિર,ચોપાટી,મરીન ડ્રાઈવ,બાંદ્રા અને હજી તો લિસ્ટ ઘણું લાબું છે.ખેર એ તો થઈ અમારા રખડેલ સ્વભાવની વાત.

          એક દિવસની વાત હતી જ્યારે મને બરાબર યાદ છે કે તે શનિવારનો દિવસ હતો.કદાચ તે દિવસે મારી આખી જિંદગી બદલી નાખી.હું ને સમીર તે દિવસે ધારાવી નજીક હતા.તું જાણે છે કે અત્યારે ધારાવી દુનિયાનો સૌથી વધુ ગીચતા ધરાવતો વિસ્તાર છે એમાં થયું એવું કે અમે બન્ને એક નાસ્તા હાઉસમાં બેઠા હતા.અમે જસ્ટ ઓર્ડર આપ્યો જ હતો એ સમયે ત્યાં દોડધામ મચી હતી,કે ત્યાંના વિસ્તારમાં કોઈએ બૉમ્બ ફિટ કર્યો છે.થોડીવારમાં પોલીસ આવી હતી તેમની વાતો અમે બરાબર સાંભળી હતી.તેમને કહ્યું હતું કે તે બૉમ્બ મોબાઈલ સાથે કનેક્ટ છે જેવો તે મોબાઈલમાંથી નમ્બર ડાયલ કરવામાં આવશે કે તરત જ તે આસપાસના લગભગ એકાદ કિલોમીટર વિસ્તારને અસર કરશે,ત્યારે ત્યાં ખૂબ ભાગદોડ મચી હતી.મેં સમીર સામે જોયું.

          "અની,સામે શુ જુવે છે ભાગ.." સમીરે કહ્યું

             "અબે શુ ભાગ અહીં આટલા બધા લોકો રહે છે એનું શું?" અનિરુદ્ધે કહ્યું

          "અરે પોલીસ છે એમના માટે" સમીરે કહ્યું.

          "અરે એ બૉમ્બ ડિફ્યુઝ કરે તે પહેલાં બૉમ્બ બ્લાસ્ટ થઈ જશે આપડે એમને થોડો સમય મળે એવું કંઈક કરવું જોઈએ" અનિરુદ્ધે કહ્યુ.

           "અરે પણ આપડે શુ કરી શકીએ તને નથી લાગતું કે આપણા કરતા એ જલ્દી ડિફ્યુઝ કરી શકશે" સમીરે કહ્યું.

            "ઓહ હો...એ ડિફ્યુઝ કરવાની વાત નથી શુ તું પણ..હું એમ કહું છું કે મારી પાસે બીજો પ્લાન છે સાંભળ પોલીસે કહ્યું કે તે બૉમ્બ મોબાઈલથી ઓપરેટ થઈ રહ્યો છે જો હું કોઈ રીતે નેટવર્ક જામ કરી દવ તો તેમને વધુ સમય મળશે" અનિરુદ્ધે આમતેમ જોતા કહ્યું.

          "અરે પણ એના માટે તો કોમ્પ્યુટર જોઈએ તે અહીં ક્યાંથી લાવીશું" સમીરે માથા પર હાથ ઘસતા કહ્યું. તે 70'sના જમાનામાં લેપટોપ નહોતા અને કોમ્પ્યુટર્સ પણ હજી થર્ડ જનરેશનના હતા.હજી તો ફોર્થ જનરેશન પાપા પગલી ભરી રહી હતી.ત્યારે પ્રોગ્રામિંગ લેન્ગવેજના નામે સી.સી પ્લસ,જાવા,પાયથન જેવી ભાષાઓ નહોતી ત્યારે 'ફોટરાન' લેંગ્વેજનો યુઝ થતો.

          "ત્યાં સાયબર કેફે છે" અનિરુદ્ધે કહ્યું અને એ તરફ દોડ્યો,સમીર તેની પાછળ આવ્યો.

*************

ક્રમશ:...