રેડ હેટ-સ્ટોરી એક હેકરની
પ્રકરણ:6
સૂર્યાની એક તરફ કિંજલ બેઠી હતી તો બીજી તરફ આરવ બેઠો હતો અને ફિલ્મ રોમેન્ટિક હતી.સૂર્યાને કોઈ પણ પ્રકારની રોમેન્ટિક મુવીમાં કોઈ દિવસ કોઈ પણ ઇંટ્રેસ્ટ હતો જ નહીં પણ આજે એને એ મૂવીમાં તેને મજા આવી રહી હતી. કોઈ કોઈ વખત કિંજલનો હાથ તેના હાથને અડકી જતો ત્યારે તેને એક અદ્વિતીય આનંદની અનુભૂતિ થતી. તે તેના ભારીભરખમ કામ માંથી આજે બહાર આવી ગયો હોય એવું તેને લાગી રહ્યું હતુ.આવું તેની સાથે પહેલીવાર થયું હતું કેમ કે તેનું કામ જ એવું હતું કે તેને ચોવીસે કલાક ટેંશન રહેતું જ.આજે તેનું મગજ ખૂબ શાંતિ અનુભવી રહ્યું હતું. “આજે મનુકાકા જોડે વાત કરવી જ જોશે”તે ખૂબ ધીરેથી બબડયો.
મુવી પુરી થઈ એટલે એ લોકો બહાર આવીને ઉભા રહ્યા અને રિયાએ કહ્યું “ચાલો ફ્રેન્ડ્સ ગુડ નાઈટ અમે નીકળીએ.મમ્મીએ આપેલી ટાઇમલિમિટ પર ઘરે પહોંચવુ પડશે.” અને તે આરવ સાથે નીકળી ગઈ. સૂર્યાએ કહ્યું “ચાલ કિંજલ હું પણ નીકળું ગુડ નાઇટ”
“એ સૂર્યા થોડીવાર રોકાઈ જા ને બસ ડ્રાઈવર અંકલ આવે પછી નીકળી જજે”કિંજલે કહ્યું
સૂર્યાને મોડું તો થતું હતું પણ તે કિંજલને આટલી રાત્રે આ કલંકિત શહેરમાં એકલી મુકવા પણ નહોતો માંગતો એટલે એને કહ્યું “ઓકે”
“થેન્ક યુ” કિંજલે કહ્યું પછી થોડી વાર બન્ને મૌન ઉભા રહ્યા એટલે કિંજલને કંટાળો આવ્યો એટલે એને કહ્યું “અચ્છા સૂર્યા તને કઈ રમત ગમે છે?”
“આઇસ હોકી” સૂર્યાએ ટૂંકમાં કહ્યું
“વ્હોટ,આવી રમત તું ક્યાં રમે?”કિંજલે આશ્ચર્ય સાથે કહ્યું
સૂર્યાને થયું કે તે વિચાર્યા વગર સાચું બોલી ગયો એટલે તેને વાત સંભાળતા કહ્યુ.“કોમ્પ્યુટરમાં”
“ઓહ,તો એમ કહે ને વિડીયોગેમ પસંદ છે” કિંજલે કહ્યું
“હા એમ પણ કહી શકાય” સૂર્યાએ કહ્યું
“ઓહ,થેન્ક યુ સૂર્યા ચાલ ડ્રાઈવર અંકલ આવી ગયા તો હું નીકળું” કિંજલે એક હાથ લંબાવતા કહ્યું
“ઓહ,સ્યોર”સૂર્યાએ કહ્યું
કિંજલ ગઈ એટલે પછી સૂર્યાએ પણ મનુકાકાને બોલાવી લીધા એટલે તે આવી ગયા. બન્ને નીકળી પડ્યા પોતાના ગુપ્ત બંગલા તરફ.
ગાડીમાં બેઠા બેઠા સૂર્યાએ કહ્યું “કાકા એક વાત કરવી છે એક્ચ્યુલી સલાહ જોય છે”
“બોલ ને દીકરા”મનુભાઈએ કહ્યું.જો કે મનુભાઈ સૂર્યાને હમેશા સરથી જ સંબોધતા,પણ જ્યારે સૂર્યા કોઈ સલાહ માંગતો ત્યારે દીકરા કહીને જ બોલાવતા.
“અત્યારે હુ જે મિત્રો સાથે મુવી જોવા ગયો હતો તેમાંથી એક છોકરી તરફ હું ખેંચાઈ રહ્યો છું.ખબર નહીં કેમ પણ મારું ધ્યાન તે ખેંચી રહી છે” સૂર્યાએ સહેજ સંકોચ સાથે કહ્યું
“થાય તારી ઉંમર એવી છે આ ઉંમરમાં અટરેક્શન ખૂબ સામાન્ય છે” મનુકાકાએ હસતા હસતા કહ્યું.
“પણ અંકલ બીજા લોકોને ચાલે પણ હું આવી રીતે અટ્રેક્ટ ન થઈ શકું” સૂર્યાએ ગંભીર સ્વરમાં કહ્યુ.
“હમ,તારી વાત તો સાચી છે પણ તું અત્યારે દોસ્તી સુધી સીમિત રાખ આ શહેરમાં તારું કામ પતી જાય એટલે તું કઈક એના વિશે વિચારજે” મનુભાઈએ કહ્યું
“પણ અંકલ મારા જીવ પર ચોવીસ કલાક ખતરો રહે છે.મારા લીધે તેને પણ ખતરો થઈ શકે છે” સૂર્યાએ કહ્યું
“સૂર્યા તું વિચારે છે એવી દુનિયા નથી દુનિયામાં ઘણા દેશભક્ત છે.કદાચ તને જે છોકરી ગમે છે તે પણ એમાંની એક હોય તો તારું કામ જ સરળ થશે. જેમ કે મારા આવ્યા પછી તારા મિશન જલ્દી પુરા થાય છે એ રીતે” મનુભાઈએ વિસ્તારપૂર્વક કહ્યું
"એ બધું સાચું પણ હું આમજ ડિસ્ટર્બ રહીશ તો કામ પર કેમ ધ્યાન આપીશ?" સૂર્યાએ બારીની બહાર ડોકિયું નાખતા કહ્યું
"તને સાચે પહેલીવાર જ અટ્ટરેક્શન થયું છે?" મનુભાઈએ પૂછ્યું
"હા....ના એવું નથી હું જ્યારે બારેક વર્ષનો હતો ત્યારે થયું હતું"સૂર્યાએ કહ્યું
"ઓહ આટલી નાની ઉંમરે તું તો એમાં પણ આગળ નીકળ્યો." મનુભાઈએ હસતા હસતા કહ્યું
સૂર્યા થોડું હસ્યો અને પછી કહ્યું " જ્યારે હું અગિયાર બાર વર્ષનો હતો.ત્યારે સેન્ટ પીટર્સબર્ગ(રશિયા)માં હતો.ત્યારે મારી સાથે વિદ્યાભ્યાસ કરતી એક કસેનિયા નામની છોકરી તરફ હું આકર્ષાતો હતો. હું તેની સાથે જ્યારે પણ આઈસ હોકી રમવા જતો ત્યારે થતું કે હું તેની જ ટીમમાં રહું તો સારું.હું સ્કૂલે વધારે નથી ગયો વર્ષમાં એકાદ મહિનો જતો પણ હોકી રમવા હું નિયમિત જતો અમારી મિત્રતા ધીમે ધીમે ગાઢ થતી હતી પણ એક ઘટનાએ અમને હંમેશા માટે અલગ કરી દીધા હતા."
મનુંભાઈ મૌન બનીને સાંભળી રહ્યા હતા.
સૂર્યાએ આગળ ચલાવ્યું "સ્કૂલ તરફથી સ્ટેટ હર્મીટેજ મ્યુઝિયમનો પ્રવાસ હતો.હું નહોતો જવાનો પણ દાદાના કહેવાથી હું જોડાયો હતો.બીજા દિવસે અમે સવારે સાત વાગ્યે નીકળ્યા હજી મંદ વેગે હિમવર્ષા શરૂ હતી. મારી નજર બસની બહારની તરફ હતી તે મારી બાજુમાં બેઠી હતી.બહાર દસ ફૂટ જેટલુંજ દેખાઈ રહ્યું હતું કેમ કે આજે ખૂબ વધારે ધુમ્મસ હતો.હું કાચ પર લાગેલા ઓસના બુંદો ને જોઈ રહ્યો હતો અને ધીરેથી સ્પર્શી રહ્યો હતો તેની ઠંડક આજ પણ હું અનુભવું છું.હું તેના તરફ થોડી થોડી વારે જોતો તે મારા તરફ જ જોઈ રહી હતી. હું તેને કઈક કહેવા માંગતો હતો પણ તે ભાવના મને નહોતી સમજાઈ રહી અને એ વાત આજ સુધી દિલમાં જ ધરબાયેલી છે.બસ પાણીની જેમ ચાલી રહી હતી પણ અચાનક તેમાં એક થડકો લાગ્યો અને હું કાચની બારી સાથે અથડાયો અને આખી બસમાં ચીસાચીસ થવા લાગી.મને ઘણું મોડેથી સમજાણુ કે બસનું એક્સિડન્ટ થયુ છે. મારા માથા પર કોઈ બોથડ વસ્તુ અથડાઈ તે કદાચ તે અગ્નિશામક ઇક્વિપમેન્ટ હતું મારી આંખ બંધ થઈ."
સૂર્યા અટક્યો મનુભાઈને ખૂબ રસ પડ્યો હતો તેમને કહ્યું " પછી શું થયું?"
"મારી આંખ ખુલી ત્યારે મને જણાવવામાં આવ્યું હતું કે કસેનિયાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે તે દિવસે હું ખૂબ રડ્યો હતો. મારા દાદાએ મને ત્યારે ખૂબ સાંભળ્યો.તે બાદ પણ ઘણા દિવસ હું ઉદાસ રહ્યો હતો."
"તો તમે એના વિશે કોઈ માહિતી ન મળી?" મનુકાકાએ કહ્યું
"મેં અડધું સેન્ટ પીટર્સબર્ગ તે દિવસે હેક કર્યું હતું પણ મને કાઈ ન મળ્યું પછી હું તેને ધીરે ધીરે યાદ કરતા કરતા ભૂલતો ગયો!"
"ઓહ ખરેખર દુઃખદ છે. સૂર્યા ભગવાને તને ફરી એકવાર હમસફર બનાવવા માટે મોકો આપ્યો છે અને જ્યારે કાઈ ન સમજાય ત્યારે બધું ભગવાન ભરોસે છોડવું વધુ યોગ્ય છે કેમ કે એ પહેલેથી બધું વિચારી ને બેઠો છે. તારી કાકી પણ મને આમજ કોલેજમાં મળી હતી પણ જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે મને દુઃખ થયું હતું પણ ભગવાને મને આ દેશ સેવાના શ્રેષ્ઠ કામમાં લગાડી દીધો. "મનુકાકાએ કહ્યું
“હા તમે સાચા છો હું હાલ બધું ભગવાન ભરોસે છોડું છું આ કદાચ મારુ છેલ્લું મિશન હશે જો રેડહેટ ગેંગનો ડોન મારા હાથે લાગી જાય તો પછી આગળની જિંદગી સરળ બની રહે.” સૂર્યાએ કહ્યું
“મને નહીં લાગતું આ રેડહેટ ગેંગનો ખાત્મો થશે તો કોઈક બીજી ગેંગને પકડવાનો ઓર્ડર આવશે કેમ કે તારો જન્મ કદાચ આ કામ માટે જ થયો છે.” મનુભાઈએ કહ્યું
“હા એ તો આવશે જ પણ હું એટલી આશા રાખી શકુ કે રેડહેટ ગેંગ માટે આ મારું છેલ્લું મિશન હોય” સૂર્યાએ કહ્યું
“ચોક્કસ સર તમારી કાબીલીયત પર મને પૂરો ભરોસો છે” મનુભાઈએ પોતાના સ્વભાવ મુજબ કહ્યું
“જરૂર પકડાઈ જશે.એક કામ કરો કાકા આજે તમે લાંબા રસ્તેથી ગાડી લઈ જાવો. સવારે ચારેક વાગે ઘરે પહોંચીએ તે સ્પીડે ચલાવજો હું પાછળ સૂતો છું.”સૂર્યા કહ્યું.લાંબો રસ્તો એટલે તારાપુરથી બાજુના શહેરમાં પાકા રસ્તેથી જવાનું અને તે શહેરનું એક ચક્કર મારીને ફરી તારાપુર વાળા રસ્તે આવવાનું પણ આ વખતે પાકા રસ્તેથી નહીં પણ જંગલના રસ્તેથી જ્યાં સૂર્યાના બાંગલાનો રસ્તો છે.
“જી સર”મનુભાઈએ કહ્યું,પછી સૂર્યા સુઈ ગયો.
**************
ક્રમશ: