પ્રકરણ:3
“સર આજે કેમ ગાડી છેક કોલેજે મંગાવી નહીંતર તો તમે થોડે દુરથી બેસો છો ને?” ડ્રાઇવરે ગાડી ચલાવતા ચલાવતા બાજુમાં બેઠેલા ડ્રાઇવરે સૂર્યાને પૂછ્યું
“કેમ કે આજે મારી પાસે એટલો ટાઈમ નહોતો આજે આપડે સિધુ બંગલે નહીં જવાનું તમે ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી રાખી દેજો” સૂર્યાએ કહ્યું
“જી સર”કહી ડ્રાઈવરે ગાડી થોડી સ્પીડથી ભગાવી
થોડીવારમાં ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી હતી.
સૂર્યાએ મોંઢા પર એક મુખવટુ પહેર્યું. તે એકદમ ચામડી જેવું જ હતું.તે પહેરતા જ તેનું મોઢું બિલકુલ બદલાઈ ગયું જેમ પ્લાસ્ટીક સર્જરી દ્વારા બદલાય. કોઈ બીજું જ વ્યક્તિ સામે આવી ગયું હોય એવું લાગે,પછી તેને તેના શર્ટમાં અને પેન્ટમાં રૂ ભરેલ નાના ઓશિકા નાખ્યા અને ઉપર જેકેટ પહેરી લીધું જેથી તેની કદકાઠીની ખબર ના પડે.અને સૌથી જરૂરી તેને હાથમોજાં પહેર્યા પછી તેને ડ્રાઈવરને કહ્યું “મનું કાકા પાંચ મિનિટ અહીં ઉભા રહો હું આવું છુ”
“જી સર” મનુભાઈએ કહ્યું
સૂર્યા ગાડી બહાર નીકળ્યો અને તે સિટી મોલ તરફ ચાલવા લાગ્યો.તેને એક વાર પાછળ ફરી ગાડી જોઈ જોકે તેના કાચના લીધે અંદરનું કાંઈ દેખાઈ રહ્યું નહોતું.
સૂર્યા ચાલતો ચાલતો સીટી મોલની સામે રહેલ બગીચામાં પ્રવેશ્યો અને આજુબાજુ જોવા લાગ્યો.તેની નજર એક સફેદ કાર પાસે અટકી.તે તેની નજીક ગયો અને આજુબાજુ જોઈ એ ચકાસી લીધું કે તેને કોઈ જોઈ રહ્યું નથી.તેને નીચે ઝૂકી કાર નીચે રહેલ એક ગિફ્ટ બોક્ષ કાઢ્યું અને પછી તેને જોવા લાગ્યો. તેને ધીરેથી બોક્ષ ખોલ્યું અને તેમાં લગાવેલું માઈક્રો GPS ટ્રેકર કાઢીને બહાર ફેંકી દીધું. તેના મુખ પર આછું હાસ્ય રમી ગયું પછી તે પોતાની કાર તરફ ચાલતો થયો. તેની પાછળ પેલા બે વ્યક્તિ પણ આવ્યા જેમને અહીં ગિફ્ટ બોક્ષ મૂક્યું હતું. સૂર્યા ચપળતા દાખવીને ગાડીમાં બેસી ગયો અને પછી બોલ્યો “મનુ કાકા યાદ છે ને શુ કરવાનું છે?”
“હા સર આ તો રોજનું થયું”મનુભાઈએ મુસ્કારાઈને કહ્યું.પછી મનુભાઈએ ગાડી જે તરફથી આવ્યા હતા તેનાથી બિલકુલ વિરોધી દિશામાં હંકારી મૂકી.પેલા બે વ્યક્તિ પણ પોતાની ગાડીમાં બેસી તે ગાડીનો પીછો કરવા લાગ્યા.
તેઓ 15 મિનિટથી ચાલી રહ્યા હતા પછી મનુભાઈએ ગાડીની સ્પીડ વધારીને એક નાની કાચી સડક પર લીધી અને આજુ બાજુ નજર કરી ત્યાં કોઈ નહોતું અને પેલા પીછો કરનારા વ્યક્તિ પણ પાછળ રહી ગયા હતા એટલે. સ્ટેરિંગની બાજુમાં રહેલ એક બટન દબાવ્યું.અચાનક ગાડી જે સફેદ રંગની હતી એ લાલ રંગની થઈ ગઈ અને નંબરપ્લેટ પણ દ્રશ્યમાન થઈ જે પહેલા નહોતી અને કાચ બહારથી પારદર્શક થઈ ગયા અને જે ઓડી કાર હતી તે ડસ્ટરમાં બદલાઇ ગઈ.હકીકતમાં આ કાર એ રીતે જ મોડીફાઇડ કરવામાં આવી હતી હતી જેના માટે ઘણી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થયો હશે એ સમજાતું હતું.સૂર્યા પણ પોતાના અસલી વેશમાં આવી ગયો અને પછી મનુભાઈએ ગાડીને બીજી તરફથી પાછી હાઇવે પર ચડાવી દીધી. પેલા પીછો કરનારા વ્યક્તિ ત્યાં પહોંચે એ પહેલાં તે ગાડી હાઇવે પર ચાલતી હજારો ગાડી સાથે ભળી ગઈ.
પછી મનુભાઈએ ગાડીની સ્પીડ ધીમી કરી અને મ્યુઝિક પ્લેયરમાં ગીત શરૂ કર્યા
यारा तेरे सदके इश्क़ सिखा
मैं तो आयी जग तज के इश्क़ सिखा
मैं तो यारा तेरे सदके इश्क़ सिखा
मैं तो आयी जग तज के इश्क़ सिखा
जब यार करे परवाह मेरी
मुझे क्या परवाह इस दुनिया कि
जग मुझपे लगाए पाबंदी
मैं हूँ ही नहीं इस दुनिया कि
तुम्हीं दिन चढ़े, तुम्हीं दिन ढले
तुम्हीं हो बंधु, सखा तुम्हीं
तुम्हीं दिन चढ़े, तुम्हीं दिन ढले
तुम्हीं हो बंधु, सखा तुम्हीं
**********************
“બોલો શુ ખબર છે?” એક વ્યક્તિ એ કહ્યું.આ એજ વ્યક્તિ હતો જેને પેલું રેકોર્ડિંગ કર્યું હતું. અત્યારે પણ તે પેલા અંધારિયા રૂમમાં હતો અને અત્યારે પણ તેનો ચહેરો અંધારના લીધે દેખાઈ રહ્યો નહોતો.તેની સામે જે બે વ્યક્તિ સૂર્યાનો પીછો કરી રહ્યા હતા તે ઉભા હતા.
“સર,એનો ફોટો અમે પડ્યો છે અને તે જે ગાડી માં આવ્યો તેને નંબરપ્લેટ નહોતી પણ તે ઓડી કાર હતી અમે તેનો પીછો કર્યો પણ તે હાથમાંથી નીકળી ગયા”તે બે માંથી એક વ્યક્તિએ સામે વાળી વ્યક્તિને એક ફોટો આપતા કહ્યું
“સરસ,હું આપડા બોસને આના વિશે વાત કરીશ તે તેમના બોસને કહેશે તો આપણને જરૂર મોટી રકમ મળશે”પેલા વ્યક્તિએ કહ્યું
“શુ આપડા બોસ ઉપર પણ કોઈ બોસ છે” પેલા બે વ્યક્તિએ આશ્ચર્ય સાથે પૂછ્યું
“હા તમે જે બોસને જાણો છો એ તો ફક્ત કે.પી કોલેજના સપ્લાઈ માટે છે શહેરમાં આવી બીજી ઘણી કોલેજ અને ઓફિસો છે તે બધા ઉપર પણ કોઈક બોસ છે હું તેમને વિગતે તો નહીં જાણતો પણ તે કોઈક લેડીઝ છે એટલી ખબર છે” પેલા વ્યક્તિએ કહ્યું
*************
કે.પી કોલેજ એટલે જેમાં સૂર્યા અભ્યાસ કરે છે એ કોલેજ. આ કેપી કોલેજમાં ઘણા ડ્રગ્સના ગોરખધંધા ચાલુ છે એવું પોલીસનું અનુમાન છે પણ એનું કોઈ પાકું સબૂત કોઈને ક્યારેય મળતું નથી.એટલે ઉપરથી ઓર્ડર હતો કે જ્યાં સુધી કોઈ પાકું સબુતના મળે ત્યાં સુધી કોલેજ પર રેડ કરી શકાશે નહીં.આ થોડું અજીબ હતું કેમ કે રેડ કરે તો જ કઈક સબૂત મળે ને!! ઈસ્પેક્ટર વિક્રમ જાણતો હતો કે આ ગોરખધંધામાં કોઈ ઉપરી પણ સામેલ હોવો જોઈએ.આ માટે વિક્રમ પણ કોઈ ખાસ મોકાની રાહ જોઈ રહ્યો હતો.તેને એ મોકો મળવાનો હતો કેમ કે આજે તેને એક મેસેજ આવ્યો હતો અને તે મેસેજ કોઈ વાઈટ હેટ નામથી આવ્યો હતો તેમાં કોઈ નમ્બર નહોતો.તેમાં લખ્યું હતું કે ‘શહેરમાં ચાલતા ડ્રગ્સ ગોરખધંધા વિશે વાત કરવી છે જો તમે રસ દાખવતા હોય તો મને આજે સાંજે 5 વાગ્યે હોટેલ સિતારામાં ટેબલ ન.5 પર મળવું અને હા એકલા આવવું’ વિક્રમને તો ભાવતું હતું ને વૈધે કીધું.તેને ઘડિયારમાં જોયું તો હજી ત્રણ વાગી રહ્યા હતા એટલે તે પોતાના બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો.
*************************
સૂર્યાની ગાડી હવે જંગલના રસ્તે હતી જે શહેરથી થોડે દુર હતું ત્યાં વીસ મિનીટ ચાલ્યા બાદ એક ખંડેર જેવો બંગલો આવ્યો.તે બંગલો જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ઘણા વર્ષોથી બંધ હશે અને તેના ખખડધજ ગેટ આગળ એક બોર્ડ મારેલું હતું. તેમાં લખ્યું હતું “ આ ખંડેરમાં ઘણા વરુઓએ પોતાનો નિવાસ કરેલો છે માટે અંદર જવું નહીં” એજ વાક્ય નીચે હિન્દી અને અંગ્રેજીમાં પણ લખેલું હતું સાથે નીચે સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતી મુદ્રા પણ હતી. મનુભાઈએ ગાડી એ ગેટમાં લીધી. અને બંગલાની પાછળની તરફ ઉભી રાખી જેથી કોઈ જોઈ ન શકે પછી સૂર્યા તેનો ખખડધજ દરવાજો ખોલીને અંદર તરફ ગયો.બાંગલા અંદરની હાલત બહાર કરતા ઘણી અલગ હતી, અંદરથી તે બંગલો રાજમહેલ જેટલો સુંદર હતો પણ તેના આગળના ભાગમાં કોઈ પણ લાઈટ રાખવામાં આવી નહોતી જેથી બહારથી કોઈને ખબર ન પડે તેમ ફક્ત પાછળની તરફ લાઈટો હતી અને તે પણ બહાર ન જાય એ માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.
સૂર્યા તેમાંથી એક રૂમમાં ગયો તેમાં પાંચ કોમ્પ્યુટર જોડાયેલા એટલે કે ફાઈવ-સક્રીન કોમ્યુટર હતું જેની સાઈઝ નોર્મલ કમ્પ્યુટર કરતા ઘણી મોટી હતી.આવા કોમ્પ્યુટર ફક્ત કોઈક મોટી કંપનીમાં જ જોવા મળે છે અથવા કોઈ હેકર ફાસ્ટ ઓપરેટિંગ માટે તેનો યુઝ કરે છે!!!
સૂર્યા ત્યાં રહેલી તેની ખુરશી પર બેઠો. એટલીવારમાં મનુભાઈ રસોડામાં નાસ્તો બનાવવામાં વ્યસ્ત થયા.મનુભાઈ ઓલરાઉન્ડર હતા તે વાહનચાલકની સાથે બંગલામાં કામદારની જેમ સાફ-સફાઈથી લઈને બધું જ કામ કરતા હતા. સૂર્યાએ પેલું ગિફ્ટ જે તે ગાર્ડનમાંથી લાવ્યો હતો તે ખોલ્યું. તેમાં એક પેનડ્રાઈવ હતી એટલે તેને કોમ્યુટર ઓન કર્યુ તેમાં ફિંગરપ્રિન્ટ આપી અને પછી એક પાસવર્ડ નાખ્યો.પછી કોમ્પ્યુટર ઓન થયું એટલે તેને તે પેન્ડરાઈવ સી.પી.યુ સાથે કનેક્ટ કરી.તેમાં ફક્ત એક જ વિડિઓ હતો.બાકી આખી પેન્ડરાઈવ ખાલી હતી.તેને તે વિડિઓ પ્લે કર્યો.
“હું નથી જાણતો કે તું કોણ છું અને મને એમાં રસ પણ નથી,પણ હા અમારા ધંધાથી દૂર રહેજે,નહીંતર પરિણામ બહુ ખરાબ આવશે.તું જો અમને પકડવા ઇચ્છતો હોય તો ભૂલી જજે કેમ કે રેડ હેટને ના આજ સુધી કોઈ પકડી શક્યું છે અને ના પકડી શકશે કેમ કે બચ્ચા હેટ હેમશા સબસે ઉપર રહેતી હૈ” પછી હસવાનો અવાજ આવે છે અને વીડિયો બંધ થઈ જાય છે.
સૂર્યાને કાલની ઘટના યાદ આવે છે અને તે ગઈકાલના વિચારોમાં સરી પડે છે
*****************************
ક્રમશ: