Redhat-Story ek Hacker ni - 5 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 5

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 5


  રેડ હેટ:સ્ટોરી એક હેકરની
  પ્રકરણ:5
         “ જો તું મને તારી ઓળખ નહીં આપે તો હું તને મારા વિશે પણ કઈ નહિ કહું” વિક્રમે એક ચાન્સ લેતા કહ્યું.
     “મારે એની જરૂર નથી,હું તમારા વિશે બધું જાણું છું” સૂર્યાએ કહ્યું
      “એમ,તો કહે તો શું જાણે છે”વિક્રમે હાસ્યાસ્પદ ભાવે પૂછ્યું
          “તમે આજે સવારે સાડાસાત વાગ્યે ઉઠ્યા હતા.નવ વાગે પોલીસ સ્ટેશન માટે ગયા હતા.વચ્ચે એક કોપીશોપ પર રોકાણા હતા પછી પોલીસસ્ટેશન પર ગયા હતા.ત્યાંથી તમારા કોઈ રાહુલ નામના દોસ્તને લેવા બપોરે રેલવેસ્ટેશન પર ગયા હતા.અને હા કાલે રજા હોવાથી તમે તમારા પત્ની ને લઈને સવારે મોલમાં શોપિંગ માટે જવાના છો અને બપોર પછી બીચ પર જવાનો પ્રોગ્રામ છે અને રાત્રે મુવીનો પ્રોગ્રામ છે.” સૂર્યાએ હસતા હસતા કહ્યું, હકીકતમાં સૂર્યાએ આ બધી માહિતી આવી પરિસ્થિતિ માટે જ વિક્રમના મોબાઈલનું લોકેશન,કોલિંગ અને મેસેજ વગેરે હેક કરીને મેળવી હતી.
        “ઓહ માઇ ગોડ હું કોઈ સપનું તો નથી જોતો ને’ વિક્રમે ફાટી આંખે કહ્યું
        “સર હવે આ વાતો બહુ થઈ ગઈ,આપડે બન્ને એક ટીમમાં છીએ તો શું ફર્ક પડે કે મારું સાચું નામ શું છે,કે ચહેરો શુ છે,આપડે બન્નેએ થઈને આ ગેંગને પકડવાની છે અને મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ આવશે ત્યારે હું ઓળખ પણ આપી દઈશ” સૂર્યાએ કહ્યું.
           વિક્રમને તેની વાત સાચી લાગી અને કાલે જે ડ્રગ્સની માહીતી આપી એ ઉપરથી વિક્રમ સમજી ગયો હતો કે જો તે અને આ નિખિલ સાથે કામ કરે તો તે ગેંગનો ખૂબ જલ્દી સફાયો કરી શકે.આથી તેને કહ્યું “ઓકે નિખિલ હું તને તારી કોઈ ઓળખ નહીં પૂછું તને ઠીક લાગે ત્યારે જણાવજે,હવે તું જે વાત કરવા આવ્યો છું એ કહે”
             આ સાંભળી સૂર્યાના મુખ પર એક હળવી મુસ્કાન આવી અને પછી તેને કાલથી લઈને આજ સુધીની માહિતી વિક્રમને આપી અને પછી તે હેકિંગ દ્વારા શુ શુ કરી શકે એ પણ જણાવ્યું.
           “વાહ,તું તો અદભુત હેકર છે,જો તારા જેવા બધા હેકરો દેશમાટે કામ કરે તો દેશના અઘરા કેશો પણ ખૂબ સરળતાથી સોલ્વ થઈ શકે” વિક્રમે કહ્યું
      “તમારો આભાર સર” સૂર્યાએ કર્યું
        “નિખિલ તું હેકિંગ દ્વારા કોઈ ખોટું કામ નથી કરતો?” વિક્રમે પ્રશ્ન પૂછ્યો
         “ના હું કોઈ ખોટું કામ નથી કરતો હા એક એવું કામ કરૂં છું જે મને તો ખોટું નથી લાગતું પણ કદાચ તમને લાગે શકે” સૂર્યાએ કહ્યું
         “એ કયું?” વિક્રમે કહ્યું
           “આટલી પાવરફુલ હેકિંગ માટે ખૂબ સ્પીડથી ચાલે એવા કોમ્પ્યુટરની જરૂર હોય છે એના માટે અને બીજી વસ્તુઓ માટે રૂપિયાની જરૂર પડે છે તે માટે હું જે લોકો દેશ માંથી બ્લેકમની ભેગી કરી વિદેશી બેંકોમાં મૂકે છે તેમના એકાઉન્ટ હેક કરીને પૈસા મેળવું છું” સૂર્યાએ કહ્યું
          “ના મને પણ આ યોગ્ય જ લાગ્યું તું દેશનો પૈસો દેશ માટે જ વાપરી નાખે છે,અને તે લોકો બ્લેકમની હોવાથી ફરિયાદ પણ ના કરી શકે સરસ મગજ છે તારું સૂર્યા” વિક્રમે કહ્યું
         “હા,પણ સર તમારી પાસે એ રેડહેટગેંગ ની કોઈ માહિતી હોય તો મને આપો” સૂર્યાએ કહ્યું
             “હા,નિખિલ એમાં એવું છે કે એ લોકો સાથે ઘણાં મોટા લોકો જોડાયેલા છે. એ કોઈના નમ્બર અમે ટ્રેસ નથી કરી શકતા મતલબ તેમની સાથે પણ કોઈ હેકર અવશ્ય જોડાયેલો છે.બીજી વસ્તુ એ કે એ લોકોમાં ઓવરકોન્ફિડન્સ વધુ છે તે જ્યાં કોઈ ખૂન કે બોમ્બબ્લાસ્ટ કરે ત્યાં એક રેડ હેટનું કિચન મુકીને જાય છે અને તેના પર લખેલું હોય છે ‘હેટ હંમેશા ઉપર રહેતી હૈ’ અને હા મેં ઘણા મર્ડર કેસ સોલ્વ કર્યા છે પણ જ્યારે આ રેડ હેટનો કેસ મારી પાસે આવે ત્યારે થોડા જ કલાકમાં એ કેસ વેસ્ટ તારાપુર પોલીસસ્ટેશનમાં ઇન્સ્પેક્ટર અજયને આપી દેવો એવું કહેવાય છે.મને લાગે છે કે આ અજય પણ એમની સાથે મળેલો છે” વિક્રમે કહ્યું
     “હા 100% નહીંતર કેમ એને જ! આજથી આ ઇન્સ્પેક્ટર અજય પણ મારા ટાર્ગેટ પર રહેશે.તમે એક કામ કરો વેસ્ટ પોલીસસ્ટેશનમાં જેટલા ફોન છે એના નમ્બર મને આપી દો” સૂર્યાએ કહ્યું
      “હા”કહી વિક્રમે બધા નમ્બર સૂર્યાને લખાવી દીધા.
     “આ,લો તમારે મારી સાથે આ મોબાઈલથી જ વાત કરવી આ મોબાઈલને કે એમાં રહેલ સીમને કોઈ હેક નહીં કરી શકે,પણ હા આમાં ઈન્ટરનેટ ઓન ન કરવું ફક્ત ફોન મેસેજ અને કોલ માટે જ વાપરવો” સૂર્યાએ એક મોબાઈલ વિક્રમ તરફ કરતા કહ્યું અને પછી સૂર્યાએ તેનો નમ્બર પણ વિક્રમને લખાવી દીધો
        “સર હવે હું નીકળું મારે હવે બીજું કામ છે અને હા કોઈ પણ ઇન્ફોર્મેશન મળે તો મને કહેજો” સૂર્યાએ ઉભા થતા કહ્યું
         “ઓકે નિખિલ આપડે બન્ને જરૂર આ સીટીને ક્રાઇમમુક્ત કરીને રહીશું”વિક્રમે પણ ઉભા થતા કહ્યું
              “જરૂર” કહી સૂર્યા ત્યાંથી નીકળી ગયો
           વિક્રમ તેને જતા જોઈ રહ્યો પછી તેને ઘડિયાર તરફ જોયુ તે સાત વાગ્યાનો સમય બતાવી રહી હતી એટલે તે પણ હોટેલ માંથી નીકળી ગયો
            સૂર્યા બહાર આવ્યો ત્યારે મનુભાઈને સાત વાગ્યાનો ટાઈમ આપ્યો હોવાથી તેને ઓડી આવતી દેખાઈ સૂર્યા અંદર બેઠો અને પછી કહ્યું “કાકા હવે થિયેટર તરફ જવા દો” એટલે મનુભાઈએ રોજની જેમ કોઈ પણ સવાલ કર્યા વિના ગાડી હંકારી મૂકી.ગાડી એક ગલી માં પ્રવેશી અને બીજી તરફથી નીકળી ત્યારે તે સફેદમાંથી લાલ,ઓડી માંથી ડસ્ટર થઈ ગઈ અને નિખિલ સૂર્યા બની ગયો!! અને પછી ગાડીએ થિયેટર તરફ રફતાર પકડી.
         સૂર્યાની ગાડી થિયેટર પાસે પહોંચી ત્યારે આઠ વાગી ગયા હતા કેમ કે સાંજના સમયે શહેરમાં ખૂબ ટ્રાફિક હતું જે હવે રાત્રે 12 વાગ્યા સુધી રહેવાનું હતું.તેને જોયું તો આરવ,રિયા અને કિંજલ પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા.એટલે સૂર્યાએ નજીક પહોંચીને કહ્યું “સોરી ગાઇસ મેં તમને વધારે વેઇટ તો નથી કરાવ્યું ને?”
     “અરે ના ના સૂર્યા અમે પણ જસ્ટ અત્યારે જ પહોંચ્યા છીએ” કિંજલે કહ્યું
       સૂર્યાએ નોટિસ કર્યું કે કિંજલે પીળો શર્ટ અને જીન્સ પહેર્યું હતું,તેને વાળ છુટા રાખ્યા હતા અને તેનું મુખ ચંદ્રથી પણ ચઢિયાતું હતું તેના હોઠો પર ગુલાબ ખીલ્યાં હોય એટલા ગુલાબી હતા અને તેના શરીરના વળાંક એટલા લયબદ્ધ હતા કે ન ઇચ્છવા છતાં સૂર્યાનું ધ્યાન ખેંચી રહ્યા હતા.તેનો અને કિંજલનો પરિચય ખૂબ જૂનો છે એવું તેને લાગ્યું.જો કે સૂર્યાએ વાત નો અંદેશો કોઈને આવવા દીધો ન હતો.સૂર્યા સાથે આવું કોઈ દિવસ નહોતું થયું કે તે કોઈ છોકરી તરફ આકર્ષાયો હોય.તેને આ વિશે વિચારવાનું બંધ કરી કહ્યું “તો ચાલો પહેલા ડિનર લઈ લઈએ”

       બધાએ હકારમાં મોઢું હલાવ્યું અને પછી થિયેટરની બાજુમાં આવેલી હોટેલમાં જતા રહ્યા. બધાએ નોટિસ કર્યું હતું કે સૂર્યા કોઈ બીજી જ કારમાં આવ્યો છે પણ તેના સ્વભાવથી પરિચિત હોવાથી કોઈએ કોઈ સવાલ ન કર્યો એટલે સૂર્યાને પણ હાશ થઈ.
          બધાએ પોતા પોતાની રીતે ઓર્ડર આપી દીધો હતો અને વેઈટર ઓર્ડર મુજબ પીરસી પણ ગયો હતો.બધા જમી રહ્યા હતા ત્યાં રિયાએ કહ્યું “ એ હું શું કહું છે આવતા શુક્ર,શનિ,રવિ ત્રણ દિવસ રજા છે તો ચાલો દિવ જઇયે”
    “કેમ ત્રણ દિવસ રજા છે?” સૂર્યાએ એક ઝબકારા સાથે પૂછ્યું.
    “અરે આજે નોટિસબોર્ડ નહોતું ચેક કર્યું? હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે તો એ લોકો ત્રણ દિવસ કોલેજના બિલ્ડીંગમાં કોઈ લીકેજ નથીને એ ચેક કરશે” રિયાએ કહ્યું
      “અચ્છા…”સૂર્યાએ કંઈક ઊંડા વિચાર સાથે કહ્યું.
      “હા,તો બોલો જવું છે?” રિયાએ ફરી પૂછ્યું.
   “હું તૈયાર છું”કિંજલે કહ્યું.”હા હું તો એમ પણ તૈયાર જ હોવ છું”આરવે કહ્યું
    “સોરી ગાઈઝ હું અત્યારે ન કહી શકું હું ગુરુવારે જવાબ આપીશ તો મારું 50-50” સૂર્યાએ કહ્યું
    “પણ કેમ તારે કોઈ બિઝનેસ ચાલે છે?..જો સૂર્યા તે અમને પૂછવાની ના કહી છે તેમ છતાં કહું છું કે કોઈ મુસીબત હોય તો કહે અમે કદાચ કોઈ મદદ કરી શકીએ.” કિંજલે કહ્યું
     “અરે ના કિંજલ એવું કશું નથી પણ જવાબ તો હું ગુરુવારે જ આપીશ.”સૂર્યાએ કહ્યું
      “ઓકે તો સૂર્યા જો હા કહેશે તો આપડે જઈશું નહીંતર કેન્સલ” આરવે કહ્યું.
      “અરે તમે જજો મારે તો કામ આવ્યા જ કરશે” સૂર્યાએ કહ્યું
     “ના એમ ન મજા આવે યાર…બધા દોસ્તો સાથે હોય તો જ મજા આવે” કિંજલે કહ્યું
      “અરે પણ કાલ સુધી તો તમે ક્યાં મને ઓળખાતા પણ હતા?” સૂર્યાએ કહ્યું
     “પણ હવે ઓળખી ગયા ને!! અમારા ગ્રૂપનો આ પણ નિયમ છે કે કોઇ વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ કરો તો એ પાક્કી,હાઈ હેલો વાળી ફ્રેન્ડશીપમાં મજા નહીં,એટલે જ આપણું ગ્રુપ નાનું છે માટે તું આવીશ તો જ અમેં જશું નહીંતર નહીં” આરવે કહ્યું
     “ઓકે ઓકે તમે લોકો તો ઇમોશનલ કરો છો એની વે હું પુરી ટ્રાઈ કરીશ” સૂર્યાએ કહ્યુ
    “તો ચાલો હવે મુવી માટે જઇયે તમારા ઇમોશનલ ડાયલોગમાં ફિલ્મ શરૂ થઈ જશે” કિંજલે કહ્યું
     બધા થિયેટરમાં જઈને ગોઠવાય છે.


*********