રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:47
સૂર્યા કિંજલને ઘરે મૂકી બહારની તરફ તેના મમ્મીના આવવાની રાહ જોવા લાગ્યો.કિંજલ તેના રૂમમાં બેડ પર સૂતી હતી.તેનું મગજ અશાંત હતું.તેને સમજાતું ન હતું કે તેને શું કરવું જોઈએ.તેને સૂર્યાને કહ્યું તો હતું કે તે તેની મમ્મી સાથે વાત કરશે,પણ તે તેમને શુ કહેશે? કેવી રીતે પૂછશે? તે તેને પોતાને પણ નહોતી ખબર.તેને તેના ડેસ્ક પર પડેલ તેનો અને તેના મમ્મીનો એક ફોટો જોયો.તેના મમ્મીની પ્રોફેશનલ લાઈફથી તે આજ સુધી અજાણ હતી.તેને કોઈ આઈડિયા નહોતો કે તેના મમ્મી શુ બિઝનેસ કરે છે.તેનો તેને ભારોભાર વસવસો હતો.તેને એવું સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેના મમ્મી આવા કોઈ ધંધામાં પણ ઇનવોલ્વ હોઈ શકે છે!આ તેના માટે એક ઝટકા સમાન હતું.આજ સુધી તે તેના મમ્મીને આઇડીયલ માનતી હતી.તે તેમના જેવી બનવા ઇચ્છતી હતી.આજે કદાચ તેનો ભ્રમ તૂટ્યો હતો.તે ઉભી થઇ અને તેના મમ્મીના પર્સનલ રૂમમાં ગઈ.તેને આજ સુધી મમ્મીના રૂમમાં શુ છે, તેને તાપસ લીધી નહોતી.તેનું કોઈ કારણ પણ નહોતું.
તેને રૂમમાં જઇને તિજોરી ખોલી.તેને ત્યાં કોઈ અજાણી વસ્તુ દેખાઈ નહીં.તેને નીચેનું ડ્રોવર ખોલ્યું.તેમાં લગભગ દસ લાખ જેટલા રૂપિયા રોકડા પડ્યા હતા.સાથે એક ગન પણ હતી.કિંજલને તે બન્નેમાંથી એકપણ વસ્તુનું આશ્ચર્ય નહોતું.તે જાણતી હતી કે ધરમા આટલા કેશ હોય જ છે અને તેના મમ્મીએ તેને ગન રાખવાનું કારણ પણ જણાવ્યું હતું.તેને બાજુમાં રહેલી એક બીજું ડ્રોવર ખોલ્યું.તેમાં એક વસ્તુ પર તેનું ધ્યાન કેન્દ્રિત થયું.એક લાલટોપી આકારનું કિચેઇન જેવું ત્યાં પડ્યું હતું.તેને તે હાથમાં લીધું.તે કોઈ કિચેઇન નહીં પણ એક પેનડ્રાઇવ હતી.જો બીજી કોઈ સ્થિતિમાં તેને તે જોઈ હોત તો તેને તેનું કોઈ પણ આશ્ચર્ય ન થાત,પણ રેડહેટ ગેંગ સાથે જ્યારે તે તેના મમ્મીનું કનેક્શન છે કે નહીં એ હેતુથી તાપસ કરતા રેડ હેટના આકારની પેનડ્રાઇવ મળવી એ ખરેખર નવાઈની વાત હતી.તે એ પેનડ્રાઇવ લઈ તેના રૂમમાં ગઈ.તેને લેપટોપ ઓન કર્યું.તેમાં તેને એ પેનડ્રાઇવ એન્ટર કરી.તેમાં ઘણા ડોક્યુમેન્ટ હતા.તેને એક એક્સેલ ફાઇલ જોઈ.તે જેમ જેમ એ વાંચતી ગઈ તેમ તેની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થતી ગઈ.એ એક્સલ શીટ પુરી થઈ તેની નીચે તારાપુર હેડ લખ્યું હતું અને એની નીચે જયા એટલે કે તેના મમ્મીનું નામ લખ્યું હતું.
**************
સૂર્યા લગભગ એક કલાકથી કિંજલના બંગલાથી થોડે દુર પહેરો ભરી ઉભો હતો.તેને એક કાર આવતી દેખાઈ.તેને એ કારમાં જોયું કોઈ સ્ત્રી તે કાર ચલાવી રહી હતી.સૂર્યાએ તેનું માસ્ક પહેર્યું અને તે ગાડીની સામે ગનપોઇન્ટ કરીને ઉભો રહ્યો.આ જોઈ જયાબહેને બ્રેક મારી.તેઓને થયું કે જો તે ગાડી નહિ રોકે તો સામેવાળો વ્યક્તિ સાચે જ ફાયર કરી શકે છે.તેઓ નીચે ઉતર્યા અને બોલ્યા "કોણ છે તું અને આ ગન?"
"ચુપચાપ મારી સાથે ચાલો નહિતર.."સૂર્યાએ વાક્ય અધૂરું મૂક્યું.
"કોણ છે તું? હું પોલીસને ફોન કરું એ પહેલાં ચાલ્યો જા અહીંથી" જયાબહેને ક્રોધિત સ્વરે કહ્યું.
"મને બહુ ગરમી લગે છે સો મારી ગાડીમાં બેસી વાત કરીએ" કહી સૂર્યાએ એક ગોળી જયા બહેનના પગ પાસે છોડી.તે લગભગ એક સેન્ટિમીટર કરતા પણ ઓછા અંતરથી પગમાં ઘુસતા બચી.જયાબહેન પાસે કોઈ રસ્તો ન હોય એમ તેમને હાથ ઊંચા કર્યા.સૂર્યા તેની નજીક ગયો અને બન્ને હાથ એક દોરડાથી બાંધ્યા.
સૂર્યા તેમને ગાડી તરફ લઈ ગયો અને એમાં બેસાડીને નીકળી પડ્યો જેલ બાંગલા તરફ!!
****************
સૂર્યા બંગલે પહોંચ્યો હતો.કિંજલના મમ્મીને એક અલાયદા રૂમમાં બાંધીને રખાયા હતા.જીનુ કિંજલને લેવા માટે તેના બંગલે ગયો હતો.વિક્રમની સાથે આરવ અને રિયા પણ અહીં આવ્યા હતા.બધા કિંજલના આવવાની રાહ જોઈ રહ્યા હતા.
"ક્યાં છે મારા મમ્મી?" કિંજલે પ્રવેશતાની સાથે કહ્યું.
"આવ મારી સાથે" કહી સૂર્યા અગ્રેસર થયો.
કિંજલ સૂર્યાની પાછળ પાછળ જઈ રહી હતી.ત્યાં ઉભેલા પહેલવાનોને જોઈ કિંજલને નવાઈ લાગી રહી હતી.તે બધા સૂર્યાના પસાર થતાની સાથે જ ડોકું નીચું કરી રહ્યા હતા અને ફરી પોતાના કામમાં જોડાઈ રહ્યા હતા.કિંજલે આવું દ્રશ્ય કોઈ દિવસ જોયું નહોતું.સૂર્યા એક રૂમમાં પ્રવેશવા જતો હતો ત્યાં તેને કઈક યાદ આવ્યું અને કિંજલને કહ્યું "કિંજલ તારી આખી વાતમાં સૂર્યા શબ્દનો કે વાઈટ હેટ એસેમ્બલીનો પ્રયોગ ન કરતી"
"ડોન્ટ વરી અહીં હું કોઈ લાંબી વાત કરવા નથી આવી.મારે બસ બે ત્રણ પ્રશ્નના જવાબ જોઈએ છે."કિંજલે કહ્યું.
તે સૂર્યાની સાથે અંદર પ્રવેશી.તે રૂમમાં તેને નજર કરી.તેમાં વધારે કોઈ વસ્તુઓ નહોતી.સામેની તરફ તેના મમ્મીને બાંધવામાં આવ્યા હતા.કિંજલ તેમને જોઈને થોડીક ભાવુક થઈ.તેની સામે લગભગ તેના જીવનના બધા ક્ષણો ઉજાગર થયા.તેને એક ઝાટકે ખંખેરીને તે અંદર પ્રવેશી.
કિંજલને જોઈને જયાબહેનના શરીરનું લોહી ઉડી ગયું.કિંજલ બરાબર તેની સામે ઉભી હતી.કિંજલની સાથે સૂર્યા ઉભો હતો.ગુરુ પાછળથી આવીને બાજુમાં ઉભો રહ્યો.જયાબહેન માટે આ દ્રશ્ય જીરવી શકાય તેવું નહોતું.તેમને સમજાતું નહોતું કે કિંજલ અહીં કઈ રીતે પોહચી.કિંજલ સાથે તેઓ આખો નહોતા મેળવી શકતા.
"કિંજુ તું અહીંયા આ લોકો સાથે,બેટા આ લોકો સારા નથી તું અહીંથી ભાગી જા" જયાબહેને કહ્યું.
"પ્લીઝ મમ્મી હું બધી હકીકત જાણું છું અને તમે પણ જાણી લો એ જરૂરી છે." કિંજલે આટલું કહી ગુરુ સામે જોયું.ગુરુએ સીસીટીવીનું રેકોર્ડિંગ પ્લે કર્યું.આ જોઈ જયાબહેનની આંખો ફાટી રહી."તમે કોઈ વાત કહો એ પહેલાં હું જાણવી દવ કે અમને જાણ છે કે આ બોક્સમાં ડ્રગ્સ છે"
"કિંજલ એવું કંઈ નથી.આ લોકો તને ફસાવી રહ્યા છે"
"મમ્મી કેટલું ખોટું બોલીશ? તારા રૂમમાં એક પેનડ્રાઈવ મળી.તે મેં ચેક કરી તેમાં ડ્રગનો કેટલો જથ્થો ક્યાં પહોંચાડવાનો છે તેની માહિતી છે.કયો વ્યક્તિ ક્યાં ડ્રગ સપ્લાય કરે છે તે પણ મેનશન હતું એ બધું શુ છે?" કિંજલે એક કાગળ બતાવતા કહ્યું.
"બેટા..."
"મમ્મી પ્લીઝ મને જણાવ કે તારે આવું કામ કરવાની શી જરૂર પડી?"
"બેટા કઈક મજબૂરી હતી.તે હું તને નહિ જણાવી શકું"
"પણ કેમ? તું જે ડ્રગ્સ કોલેજોમાં સપ્લાય કરે છે તે કોઈ પણ લઈ શકે છે,ઇવન જો મને લત લાગી ગઈ હોત તો?" કિંજલ ખૂબ ગુસ્સામાં વાત કરી રહી હતી.
"હું જાણું છું પણ હું પોતે નથી ઇચ્છતી કે હું ડ્રગ સપ્લાય કરું પણ મેં કહ્યુંને કે હું મજબુર છું"
"વાહ? એવી તો શું મજબૂરી" કિંજલે કહ્યું.
"તને સમય આવ્યે જાણ થઈ જશે.જ્યારે તમે લોકો ગેંગના બોસ સુધી પહોંચશો"
"વોટ? તમે સામેથી અમને કહો છો કે અમે તમારી ગેંગના બોસને પકડી લઈએ" સૂર્યાએ વચ્ચે કહ્યું.
"હા,તમે કોણ છો એ મને નથી ખબર.પહેલા હું પણ પૈસા પાછળ પાગલ હતી.મેં એક મજબુરીથી કોઈના દબાણથી શરૂ થયેલું આ કામ થોડાક વર્ષોથી મને પણ આનંદ આપવા લાગ્યું હતું.મને એમ હતું કે જો આ ગેંગ પકડાઇ જશે તો મારી ઇન્કમનો સ્ત્રોત બંધ થઈ જશે.મને એમ જ હતું કે પૈસા કમાવવા માટે હું ગમે તે હદ સુધી જઈ શકું છું.જ્યારે મને ખબર પડી કે કોઈ વ્યક્તિ ગેંગ પાછળ પડ્યું છે.ત્યારે મેં એને મારવા ઘણા પ્રયત્ન કર્યા.પહેલા રાકેશ દ્વારા ધમકી અપાવી.ત્યારબાદ મેં રોકીને પણ મળવા બોલાવ્યો હતો.મને બે વર્ષ પહેલાં જ આ તારાપુરની હેડ બનાવવામાં આવી છે.હું પોતેજ આ કામથી કંટાળી છું,પણ હવે મારી મરજીથી હું નીકળી શકું એમ નથી,એટલે હું ઈચ્છું છું કે આ ગેંગ પકડાઈ જાય.હું એવું કદાચ ન વિચારેત,પણ જ્યારે મને જાણ થઈ કે કિંજલ કોઈ સારું કામ કરી રહી છે ત્યારે મને એવું લાગે છે."
"મમ્મી જો તું જાણે છે કે આ બધું ખોટું છે તો આ કામ કેમ કરી રહી છે?"
"બેટા,નહોતી જાણતી અત્યાર સુધી.મને એક ડર એ પણ હતો કે તું પણ આવા કોઈ રસ્તે ન ચડી જા,પણ આજે ખરેખર તને કોઈ સારું કામ કરતા જોઈને મને ખુબ ગર્વ છે.કાસ તું સાચે જ મારી દીકરી હોત"
આ સાંભળી કિંજલનું માથું ભમવા લાગ્યું અને તેને દબાતા અવાજે કહ્યું "વોટ મમ્મી હું?..મતલબ.."
"હા કિંજલ તું મારી જ દીકરી છે પણ લોહીના સબંધથી નહી.મેં તને તારી સાચી માં ની જેમ જ પ્રેમ કર્યો છે."
"મમ્મી તમે શું બોલી રહ્યા છો? તમે મારા મમ્મી નથી તો કોણ છે?" કિંજલે કાપતાં અવાજે કહ્યું.
"મને નથી ખબર અને તું જ્યારે અગિયાર-બાર વર્ષની હતી મેં ત્યારે તને ગોદ લીધી હતી.તારી યાદદાશ કોઈ કારણોસર જતી રહી હતી.ત્યારથી મેં જ તને સગી દીકરી કરતા વધારે પ્રેમથી ઉછેરી છે."
"પણ તે મને અત્યાર સુધી જણાવ્યું કેમ નહીં? અને અત્યારે આ હાલતમાં જણાવવાનો શો મતલબ?"
"બેટા આજ નહિ તો કાલ તને જણાવવાનું તો હતું જ.આજે એવું લાગ્યું કે હું જીવતી રહું ન રહું એ પહેલાં તને જણાવી દવ કેમકે આ વાત મારા સિવાય કોઈ જાણતું નથી" જયાબહેને સૂર્યા સામે કટાક્ષની દ્રષ્ટિએ જોતા કહ્યું.
"આંટી મને એ દૃષ્ટિએ જોવાની જરૂર નથી.હું કોઈ ટેરિરિસ્ટ નથી.તમારી મજબૂરી જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી કોઈ અહીં તમને કાંઈ નહિ કહે" સૂર્યાએ કહ્યું.
"મને કોઈ ફર્ક પડતો નથી,પણ હું એટલું જ ઈચ્છું છું કે આ રેડ હેટ ગેંગનો સફાયો થાય.કદાચ તમારા કરતા મારે આ ગેંગ સાથે વધારે દુશ્મની છે"
"જરૂર,શુ તમે અમને આ ગેમના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચાડી શકો?" સૂર્યાએ કહ્યું.
"લોકોમાં એ ધારણા છે કે આ રેડ હેટ ગેંગનો બોસ અહીં તારાપુરમાં છે પણ એવું નથી તે મોટાભાગે રશિયામા જ રહે છે."
"વોટ રશિયા? હાવ ઇટ્સ પોસીબલ?" સૂર્યાએ કહ્યું.સૂર્યા રશિયાનું નામ સાંભળીને ચોકયો.હતો.
"હા તે કાલે એક દિવસ માટે તારાપુર આવી રહ્યો છે.તમે એની ગેંગ પાછળ પડ્યા છો એ બાબતે તે મારી સાથે મિટિંગ કરવા આવી રહ્યો છે" જયાબહેને કહ્યું.
"કઈ જગ્યાએ છે આ મિટિંગ?" સૂર્યાએ પૂછ્યું.
"તારાપુર વેસ્ટમાં એક બંગલો છે.વાઈટ પેલેસ.ત્યાં તે મિટિંગ સવારે દસ વાગ્યે થવાની છે.તેની સાથે લગભગ પચાસેક લોકો આવવાના છે. તે પ્રોફેશનલ સ્નાઇપરર્સ છે.તમારા નસીબ ખરાબ છે આમ તો તે ફક્ત બે જ બોડીગાર્ડ રાખે છે પણ તારાપુરમાં છેલ્લા ઘણા સમયથી ગેંગમાં લડી શકે તેવા વ્યક્તિઓ ઓછા હતા એટલે તે ખાસ ચૂંટી ચૂંટીને લોકોને લઈને આવી રહ્યો છે.તારાપુર ગેંગને મોટી કરવા માટે.મિટિંગ દરમિયાન તે લોકો તેની સાથે જ હશે તો જરા સાંભળીને"
"થેન્ક યુ આંટી,ચાલ કિંજલ" કહી સૂર્યાએ કિંજલ સામે જોયું.
કિંજલ તેની જગ્યાએ સ્તબ્ધ થઈને ઉભી હતી.તે તેનામાં જ ખોવાઈ ગઈ હતી.લગભગ બે જ કલાકમાં તેની જિંદગી કંઇક અલગ જ દિશામાં ફંટાઈ હતી.બે દિવસ પહેલા ખૂબ સાદી જિંદગી જીવતી કિંજલ આજે એક ચક્રવ્યૂમાં ફસાઈ હતી.તે એક ખૂબ ખતરનાક ગેંગ સામે બાથ ભીડવા જઈ રહી હતી.તેથી વધારે તેને જાણવા મળ્યું હતું કે તેને ગોદ લેવામાં આવી હતી. "કિંજલ શુ થયું તને,આર યુ ઓકે?" સૂર્યાએ કહ્યું.
"યાર,..."કિંજલ નામ બોલવા જતી હતી ત્યાં તેને સૂર્યાનું વાક્ય યાદ આવતા કહ્યું "ઓકે કઈ રીતે હોઈ શકું? તમને બે કલાક પહેલા ખબર પડે કે મમ્મી કોઈ ખુંખાર ગેંગમાં જોડાયેલી છે,એના એક કલાક પછી ખબર પડે તે તમારી મમ્મી છે જ નહીં!ઓકે કઈ રીતે રહી શકું?" કિંજલે કહ્યું.
"કિંજલ,ટેનશન ન લે બધું ઠીક થઈ જશે"
"ખબર નહિ યાર પણ મારું માથું ભારે થઈ રહ્યું છે પ્લીઝ મને ઘરે ડ્રોપ કરી દે.હું આરામ નહીં કરું તો એમજ પાગલ થઈ જઈશ"કિંજલે માથા પર હાથ રાખતા કહ્યું.
"ઠીક છે ચાલ"સૂર્યાએ બહાર નીકળતા કહ્યું.સૂર્યાની પાછળ કિંજલ અને ગુરુ પણ બહાર નીકળ્યા.તે બાદ ત્યાં ઉભેલા એક વ્યક્તિએ દરવાજો બંધ કર્યો.
********
ક્રમશ: