રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:40
બીજા દિવસથી સૂર્યાની ટ્રેનિંગ શરૂ થઇ.માસ્ટર પોતે સૂર્યાને લગભગ દિવસની પાંચ કલાક વાઈટ બાયનરી લેન્ગવેજની ટ્રેનિંગ આપતા.અને વધારાના સમયમાં તેને ગન અને લડાઈ માટેની ટ્રેનિંગ આપતા.વાઈટ બાયનરી લેન્ગવેજ શીખવી સહેલી ન હતી,અને તેની સાથે જ ફાઈવ સ્ક્રીન કોમ્પ્યુટર ચલાવવું એ પણ અઘરી વસ્તુ હતી.તેમ છતાં માસ્ટરના ધાર્યા કરતાં સૂર્યા વધારે ઝડપથી શીખી રહ્યો હતો.જેનો માસ્ટરને સંતોષ હતો.જ્યારે ફિઝિકલ પ્રેક્ટિસમાં સૂર્યાનું શરીર થોડું હાંફી રહ્યું હતું.પરંતુ તેમાં પણ માસ્ટરને વિશ્વાસ હતો કે સૂર્યા જલ્દી જ તેમાં પણ પાવધરો થઇ જશે.
*********
એસેમ્બલીના પાછળના ભાગમાં રોજની આદતથી ટેવાયેલા સૂર્યા,કસેનિયા અને ગુરુ બેઠા હતા.
"સૂર્યા તું ઘણા દિવસથી વ્યસ્ત રહે છે એવી તો તમારે કઈ ટ્રેનિંગ ચાલે છે" કસેનિયાએ કહ્યું.
"પણ ભૈયા તું કલાસમાં હોતો જ નથી કસેનિયા,મારે પણ એ જ પૂછવું છે કે તું હોય છે ક્યાં?"ગુરુએ પૂછ્યું,ગુરુ થોડા સમય પહેલા જ માસ્ટરમાં આવ્યો હતો.
" આ ભૈયા શુ છે? તું મને હંમેશા ભૈયા કેમ કહે છે?" સૂર્યાએ કહ્યું
"અમારા ઘરે જે અમારાથી મોટા હોય એને ભૈયા જ કહે છે" ગુરુએ કહ્યું.
" ઓકે ઓકે એઝ યોર વિષ અને હા કલાસની વાત હું ફ્રેન્ડ્સ તમને કહું પણ એ વાત બહાર લીક ન થવી જોઈએ" સૂર્યાએ સહેજ ખચકાતા કહ્યું.
"અરે અમે કોને કહીશુ તારા સિવાય અમારું કોઈ ફ્રેંડ પણ નથી" કસેનિયાએ કહ્યુ.
"ઓકે તો સાંભળો" સૂર્યાએ આખી વાત કહી.
"ઓહ વાવ યુ આર લકી,કે તને વાઈટ બાયનરી શીખવા મળે છે.મેં એના વિશે સાંભળ્યુ હતું એક વાર શિંદે સરને પૂછયુ પણ હતું ત્યારે તેમને કહ્યું હતું કે એક અફવા છે એવું કશું હોતું નથી" ગુરુએ કહ્યું.
"હમ્મ...હું શું કહું છું કે અહીં જ બેસવાનો પ્લાન છે કે બારે જવું છે" સૂર્યાએ પૂછ્યું.
"લેટ્સ ગો સામેના પાર્કમાં જઈએ,દૂર જશું તો માસ્ટર ખિજાશે" કસેનિયાએ કહ્યું.
"હા ત્યાં તો ત્યાં આ બે કલાકની રિશેષ અહીં ગાળવી તો કાંટાળાજનક છે." ગુરુએ કહ્યું અને ઉભો થઇ સૌથી આગળ ચાલતો થયો.
એસેમ્બલીની નજીકમાં એક પાર્ક હતો.હકીકતમાં આ પાર્ક એસેમ્બલીની જ મિલકત હતી પણ આ પાર્ક લોકો માટે ખુલ્લો મુકાયો હતો.પરંતુ તે વસાહત થી ઘણો દૂર હોવાના લીધે ત્યાં કોઈ ભાગ્યે જ આવી ચડતું.આજે તાપમાન લગભગ ચાર ડિગ્રી આસપાસ હતું અને ઝાકળ ક્રિસમસ ટ્રી પર પથરાઈ રહ્યો હતો.સાચે જ એ દૃશ્ય નયનરમ્ય હતું.બધા ત્યા બેસી તે આબાદ કુદરતી ધરોહરનું રસપાન કરી રહ્યા હતા.કોઈને વાત કરવાની ઈચ્છા નહોતી.લગભગ પંદરેક મિનિટ બેસ્યા પછી ગુરુએ કહ્યું.
"અરે સુન સૂર્યા હું તો તને કહેવું જ ભૂલી ગયો કે શિંદે સરે તને મળવા માટે તેમની કેબીનમાં બોલાવ્યો છે." ગુરુએ કહ્યું.
"શુ? શિંદે સરે! પણ કેમ?" સૂર્યાએ ઉદગારના ભાવ સાથે કહ્યું.
"એ તો ખબર નથી પણ એમને આ રિશેષ પછી તને જવા કહ્યું છે" ગુરુએ કહ્યું.
"અરે યાર હશે કઈક જઈ આવજે, એમ પણ એ કઈક કોમ્પ્યુટર રિલેટેડ ટાઈપિંગનું કામ જ હશે કેમ કે તારી સ્પીડ બહુ વધારે છે ને" કસેનિયાએ કહ્યું.
"અરે યાર મતલબ મારે ફરીથી હાવર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્ટડીપેપર છાપવા પડશે" સૂર્યાએ હસતા હસતા સાથે કહ્યું.
"ઓકે તું જઈ આવ બટ સાંજે આઈસ હોકી રમવા માટે આવવું પડશે ઘણા સમયથી તું નથી આવ્યો યાર" કસેનિયાએ કહ્યું.
"તું કહેને હું ન આવું એવું બને પાકું આજે સાંજે" સૂર્યાએ કહ્યું.
સૂર્યાનું જીવન પણ કંઈક અલગ જ રીતે ચાલતું હતું.તે સવારમાં સ્કૂલે જતો અને બપોર પછી સખત મહેનત કરી હેકિંગ શીખતો અને ફિઝિકલ ટ્રેનિંગ લેતો.તેમ છતાં તે તેના ફ્રેન્ડ્સ માટે સમય વિતાવવો ગમતો.તે કસેનિયા તરફ કોઈ અજાણ આકર્ષક બળથી ખેંચાઈ રહ્યો હતો.તે સ્કૂલે બહુ ઓછો જતો.તેના કરતા ખૂબ નીચા લેવલનો વિદ્યભ્યાસ ત્યાં થતો.તે અત્યારથી જ દસમાં ધોરણનું મેથ્સ,સાયન્સ સમજી લેતો આથી માસ્ટરને પણ તેના સ્કૂલ જવામાં કોઈ ખાસ ફાયદો દેખાતો નહિ.
******************
મોતિરાવ શિંદેની કેબીન એકદમ ઇન્ડિયન સ્ટાઇલમાં ડેકોરેટ થયેલી હતી.આખા રૂમમાં પ્રકાશ આવી શકે તે માટે લગભગ બધી બારી ખુલ્લી હતી.બહારની તરફ દેખાતા તે ઉંચા પર્વત અને કોઈ થીજી ગયેલા ઝરણાં, કોઈ દૂર દેખાતા બરફમાં ટેવાયેલા યાક તો કોઈ પોતાની જ મસ્તીમાં ઉડી રહેલા પક્ષીઓ આવું દુર્લભ દ્રશ્ય શિંદેની કેબીનમાંથી રોજ દેખાતું.શિંદે કોઈ ખાસ પ્રકૃતિપ્રેમી ન હતો પણ આટલું સુંદર દ્રશ્ય કોઈના પણ મનને મોહી લે છે.શિંદે ક્યારેક ઘણો સમય આ દ્રશ્ય જોઈને પોતાના વતન શિમલાની યાદ આવી જતી.તેની કોલેજ અને તેનું મનપસંદ હોલીડે ડેસ્ટિનેશન મનાલી,આ બધું તેની આંખ સામે ઝળહળતું.તેને જીવનો શરૂઆતી ભાગ લગબગ ગરીબીમાં જ કાઢ્યો હતો.હેકિંગ તેની રગોમાં વહેતું.આ મોતિરાવ શિંદે નામ તેના પપ્પા તેમને પોતાની ગામઠી ભાષા મુજબ રાખ્યું હતું.
"સર મૅય આઈ કમ ઇન?" સૂર્યા દરવાજા પાસે પહોંચતા કહ્યું.
"યા કમ માય બચ્ચા બેસ બેસ" શિંદેએ તેના અંદાજમાં કહ્યું.
સૂર્યાએ એક ખુરશીમાં બેઠો અને બોલ્યો "જી સર કહો તમે મને અત્યારે કેમ બોલાવ્યો."
"જો એસ.તું જ્યારે ડાયમન્ડમાં હતો ત્યારે ખૂબ વાતો થતી, પણ હવે તો વાત જ નથી થતી જ્યારથી તું માસ્ટરમાં પ્રમોટ થયો છે" શિંદેએ સહજતાથી વાત શરૂ કરતા કહ્યું.
"હા સર,સાચું છે" સૂર્યા સમજી નહોતો શકતો કે શિંદે શુ કહેવા માંગે છે.
"બચ્ચા આ વાઈટ હેટ એસેમ્બલી સાથે જોઈન થઈને તારે કામ કરવું છે કે પછી સ્વતંત્ર શુ વિચાર્યું છે?" શિંદેએ પૂછ્યું.
"સર એ માટે તો હું હજી ઘણો નાનો છું મેં કાઈ ખાસ વિચાર્યું નથી.બટ હા હું માસ્ટર સાથે જોડાઈને જ કામ કરીશ" સૂર્યાએ કહ્યું.
"જો બચ્ચાં તું માસ્ટર સાથે જોડાઈને કામ કરીશ તો તારે એસેમ્બલીના બધા રુલ્સ ફોલો કરવા પડશે અને હું વિચારું છું કે તે ક્યાંયકને ક્યાંક કોઈ મિશન માટે નડતરરૂપ થઈ શકે છે.અરે તારા જેવા હોનહાર હેકરે કોઈની નીચે રહીને કામ કરવાની જરૂર નથી એમ આઈ રાઈટ"શિંદેએ કહ્યું.
"તમારી વાત સાચી છે પણ એસેમ્બલી સાથે જોડાઈ રહેવાની વાત પાછળ કંઈક પર્સનલ કારણ છે,કઈક લગાવ છે,કઈક ખેંચાવ છે" સૂર્યાએ કહ્યું.
"એઝ યોર વિસ પણ મેં તો તને એટલા માટે કહ્યું હતું કે કાલે એસેમ્બલી ઈયરલી ફંકશન છે તેમાં લગભગ બધા અહીંના સ્ટુડન્ટ અને જે કોઈ પણ વાઈટ હેટ હેકર્સ એસેમ્બલી સાથે જોડાયેલા છે તે બધા આવી રહ્યા છે અને તું હવે દસ વર્ષનો થઈ ગયો છે સો તું હવે તારો મત રાખી શકે છે" શિંદેએ કહ્યું.
"હા,આઈ નો મને દા... માસ્ટરે કહ્યું હતું." સૂર્યાએ સહેજ અચકાતા કહ્યું
"ઓકે ધેન બીજુ કશું નહોતું મેં ફક્ત તને એટલા માટે જ બોલાવ્યો હતો,આઈ હોપ બચ્ચા તું કોઈ પણ નિર્ણય ઇમોશનલી નહીં લે." શિંદેએ કહ્યું.
"સર પણ તમે પોતે કે સ્વતંત્ર રીતે કામ નથી કરતા" સૂર્યાએ પૂછ્યું.
શિંદેએ એક હાથ ઉપર કરતા કહ્યું " તને તો ખબર જ છે મેં કે મારી જમણા હાથની બે આંગળી કપાયેલી છે સાથે જ આ હાથમાં માયનર પેરાલીસીસ છે તો ધ્રુજારી રહે છે આમાં ફક્ત હું કોઈને હેકીંગ શીખવી જ શકું. જોઈ એટલી સ્પીડથી કીબોર્ડ ચલાવવું ખૂબ અઘરું પડે.એક સમયે મારી ટાઈપિંગ સ્પીડ પણ તારા જેવી જ હતી પણ એક હાદશા બાદ મારી બે આંગળી કપાઈ જતા,હું તેટલી સ્પીડથી ટાઈપ નથી કરી શકતો એટલે જ ક્યારેક રિસર્ચ પેપર ટાઈપ કરવા તને બોલાવી લવ છું.જો મારા હાથ બરાબર હોત તો હું ક્યારનોય આ એસેમ્બલી છોડી વન મેન આર્મી બની કામ કરતો હોત."
"ઓહ એમ વાત છે,આઈ એમ સોરી પણ મને એ નથી સમજાતું કે તમને એસેમ્બલી માટે કામ કરવું કેમ નથી ગમતું?" સૂર્યાએ પૂછ્યું.
"જો એસ એવું નથી કે મને એવું નથી કે મને એસેમ્બલી માટે કઈ નફરત છે.તમે બધા તો મારા બચ્ચા છો,અને માસ્ટર પણ આ એસેમ્બલી માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ એમની વિચારધારથી જ કામ કરવું એ જરૂરી તો નથી ને?,મારુ વિચારવું છે કે માણસ બીજા કરતા પોતાની વિચારધારાથી કામ કરે તો ધાર્યા કરતાં વધારે આગળ વધી શકે" શિંદેએ કહ્યું.
"તમારી વાત સાચી છે હું એ વિશે વિચારીશ પણ તેમ છતાં મારી વિચારધારા એસેમ્બલી સાથે જોડાઈ રહેવાની છે" સૂર્યાએ કહ્યું.
"એતો બચ્ચા તારી ઈચ્છા છે તેમ છતાં ભવિષ્યમાં કોઈ પણ કામ હોય તો મને કહેજે" શિંદેએ કહ્યું.
"સ્યોર,સર"કહી સૂર્યા કેબીનમાંથી બહાર નીકળ્યો,શિંદે કઈક લાચારી તો કંઈક અધૂરપથી તેની સામે જોઈ રહ્યો.
***************
ક્રમશ: