Redhat-Story ek Hacker ni - 27 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 27

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 27


        રેડ હેટ:સ્ટોરી એક હેકરની
        પ્રકરણ:27

    " તો આગળ શું વિચાર્યું છે સૂર્યા?" ગુરુએ કહ્યું.

    "તારે મારી સાથે તારાપુર આવવાનું છે એ પણ તારા કોમ્પ્યુટર સાથે કેમ કે ત્યાં બીજા સુપરકોમ્પ્યુટર્સ નથી" સૂર્યાએ કહ્યું

     "ઓકે હું તૈયાર છું કાલે સાંજે જ નીકળીએ પણ તું તારા દોસ્તો ને શુ કહીશ?" ગુરુએ કહ્યું

       "નહીં એમાં કહેવાનું શુ છે મારી સાથે થોડો સમય રહેવા આવે છે એમ બીજું શું?" સૂર્યાએ કહ્યું.

       "ઓકે ચાલ મળીને આ ગેંગને પકડીએ અને એસેમ્બલીના પેલા બહેરુપિયાને પણ?" ગુરુએ કહ્યું

       "મને એવું લાગે છે કે તે જે કોઈ પણ છે હું તેને બહુ સારી રીતે ઓળખું છું" સૂર્યાએ કહ્યું.

      "એવું તો કોણ હોઈ શકે યાર...." ગુરુએ કહ્યું અને થોડીવાર શાંતિ પથરાઈ.

       "ચાલ જવાદે એ વાત, જે કોઈ હશે સમય સાથે સામે આવી જ જશે.તું બોલ બીજું શું ચાલે છે" સૂર્યાએ કહ્યું.

        "મારુ તો કાંઈ નથી ચાલતું પણ હા તારું જરૂર ચાલે છે મેં જોયું આજે આખો દિવસ કિંજલ સાથે.."ગુરુએ મૂછમાં હસતા કહ્યું.

        "ઓ...એ...એ તો બસ..એમજ" સૂર્યાને આવા જવાબની અપેક્ષા નહોતી એટલે તે કંઈક આશ્ચર્ય સાથે તૃટક અવાજમાં કહ્યું.

          "શુ એમજ, જે હોય તે કહી દે ને ગુરુથી પણ તું છુપાવીશ" ગુરુએ કહ્યું.

        "ના યાર ગુરુ એવુ નથી યાર ચાલ ઠીક છે સાંભળ મેં એને પ્રપોઝ કર્યું હતું, જોકે મારો કોઈ ઈરાદો ન હતો પણ મેં અનાયાસે જ કહી દીધું હતું.તેને તેના જવાબ માટે મને રાહ જોવા કહ્યું છે અને તેનો જવાબ ન આવે ત્યાં સુધી આ વાત કોઈને ન કરવા તેને કીધું હતું.' સૂર્યાએ કહ્યું

        "ચાલ હું તારા માટે ખુશ છું તું તારી આટલી ટ્રેસફુલ લાઈફમાંથી થોડો સમય કોઈને આપીશ તો તારા માટે જ સારું છે" ગુરુએ કહ્યું.

       "અરે પણ એને હજી યાર હા ક્યાં પાડી છે" સૂર્યાએ કહ્યું

       "અરે તું ચિંતા કેમ કરે છે મને વિશ્વાસ છે કે જો તેને ના કહેવી હોત તો તારી સાથે અહીં દિવ આવત જ નહીં" ગુરુએ કહ્યું

       "લેટ્સ સી" 

     "પણ તારા દાદાને આ વિશે ખબર છે?" ગુરુએ કહ્યું.

      "ના એના જવાબ પહેલા હું નહીં જાણવું પણ મને દાદા આનાકાની કરે તેવુ લાગતું નથી" સૂર્યાએ કહ્યું

      "હમમ ચાલ તો આપણે પણ સુઈ જઈએ કાલે સવારે ઉઠીને મારે તારાપુર આવવા માટે ઘણી તૈયારી કરવાની છે" ગુરુએ કહ્યું

          સૂર્યા ઉભો થઇ ગુરૂને ગુડનાઈટ કહી તેના રૂમમાં ચાલ્યો ગયો.

        કિંજલ તેના રૂમમા સુવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તેને સૂર્યાના વિચારો આવી રહ્યા હતા.તે પોતાની સાથે જ વાત કરી રહી હતી " કેવો અજબ ચમત્કાર હું સૂર્યાનું પૂરું નામ પણ નથી જાણતી,અને તદ્દન અજાણ્યા વ્યક્તિને મેં કિસ કરી,એટલુ જ નહીં પણ તેના પ્રપોઝલને હા કહેવાની ખૂબ ઉત્કૃષ્ટ તીવ્ર અને ઉપરથી ખૂબ શાંત ઈચ્છા મારામાંથી આવે છે. શું એ સાચું છે?કે જે વ્યક્તિ પોતામાં જ રહસ્યમય હોય એ મને ખુશ રાખી શકે? પણ હકીકતમાં જો હું ફક્ત મારી ખુશી વિશે વિચારીની હા પાડું તો તો હું કેટલી સ્વાર્થી ગણાવ?,આ લોકો બે ત્રણ વખત પ્રેમ કઈ રીતે કરી શકતા હશે? જે વ્યક્તિ તમને કોઈ પણ સ્વાર્થ વગર અપનાવે તેને જાકારો કઈ રીતે આપી શકતા હશે? પણ સૂર્યા એવો છોકરો નથી એ હું તેની સાથેની કોઈ પણ ઓળખાણ વગર કહી શકું છું" આટલી મૂંઝવણ ભરી પરિસ્થિતિમાં કિંજલ ઉભી થઇ અને બારી પાસે ગઈ અને આકાશમાં જોયું અને બોલી "પપ્પા કહેતા હતા કે જ્યારે કોઈ પણ ફેંસલો લેવામાં જો તમેં સફળ ન થઈ રહ્યા હોય તો હંમેશા દિલની વાત સાંભળવી જોઈએ,કેમકે મગજના નિર્ણયો હમેશા સ્વાર્થી હોય છે તે ટૂંકી રાહત સાથે લાંબા ગાળાનું દર્દ આપે છે.તો મારું દિલ શુ કહે છે?" કિંજલ અટકી અને આખો બંધ કરી બે મિનિટ તે એમજ રહી. પછી આખો ખોલી કોઈ બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ થોડા સમય પહેલાનો ઉચાટ શાંત થયો અને મુખ પર સ્મિત આવ્યું અને પછી લાઈટ બંધ કરી પથારીમાં પડી.

***********

            બીજે દિવસે સવારે પાંચ વાગ્યે સૂર્યાની આંખ ખુલી અને નાહી ધોઈને તૈયાર થયો ત્યારે લગભગ છ વાગ્યાનો સમય થઈ રહ્યો હતો.તેની પાસે અત્યારે કરવા જેવું કશું નહોતું.તેને મોબાઈલમાં કોલેજના મેસેજ વાંચ્યા તેમાં તેને કાઈ ખાસ લાગ્યું નહીં.કોઈ કોમ્પિટિશન,કેમ્પ અને વગેરે વગેરે વસ્તુઓ હતી.

           સૂર્યા જ્યારે આ બધી વસ્તુઓ જોઈ રહ્યો હતો ત્યારે તેનો દરવાજો ખુલ્યો અને કિંજલ રૂમમાં પ્રવેશી,અને બારણું અંદરથી બંધ કર્યું.સૂર્યાએ કિંજલની આ હરકત નોંધી પણ તે ચૂપ રહ્યો. કિંજલે એક વાઇટ કુર્તિ પહેરી હતી,તેને વાળ હમેશાની જેમ અર્ધખુલ્લા રાખ્યા હતા.તેના માથા પર હંમેશા રહેતો બહુ નાનો અને સુંદર બિંદુ આજે ગાયબ હતો પણ તે પણ તેને ઓપી રહ્યું હતું. તેને રોજની જેમ મેકપના નામે ફક્ત આછી લિપ્સસ્ટિક લગાવેલી હતી. તે નજીક આવી એટલે સૂર્યાએ ઉભા થતા કહ્યું "કિંજલ તું પણ આટલી જલ્દી ઉઠે છે મને ખબર નહોતી" 

       "રોજે ઉઠું છું,આદતમાં છે" કિંજલે કહ્યું.

      "પણ તને કેમ ખબર પડી કે હું પણ જાગુ છું?" કિંજલે કહ્યું.

      "કાલે સવારે મેં જોયું,રિયા અને આરવ છેક ઉના સુધી ખૂબ નીંદરમાં હતા અને તું ખૂબ ફ્રેશ થઈને ગાડી ચલાવી રહ્યો હતો અને તારી આખોથી જ ખબર પડતી હતી કે તને રોજની ઉઠવાની આદત છે" કિંજલે કહ્યું

     " ગજબ નિરીક્ષણશક્તિ છે તારી" સૂર્યાએ કિંજલની સામે કઈક આશ્ચર્યભરી નજરે કહ્યું

     "તો પછી" કિંજલે આત્મગૌરુવ સાથે કહ્યું.

      "એ બધું છોડ બારણું અંદરથી બંધ કેમ કર્યું?" સૂર્યાએ પૂછ્યું

       "મારે અગત્યની વાત કરવી છે કોઈ વચ્ચે ડિસ્ટર્બ કરવા ન આવી જાય તે માટે" કિંજલે કહ્યું

      "અરે પણ કોઈ નોક કરશેને આપડે આ રીતે...." સૂર્યાએ બારણા તરફ નજર નાખતા કહ્યું.

      "બહાર કોઈ નથી આરવ અને રિયા સુતા છે અને ગુરુ ક્યાંક બહાર ગયો છે" કિંજલે કહ્યું

       "તો બોલ જલ્દી શુ વાત છે" સૂર્યાએ ઉત્સાહ સાથે કહ્યું.

       "તો સાંભળ તે મને પ્રપોઝલ મુક્યો હતો તેનો જવાબ આપવા જ હું આવી છું" કિંજલે કહ્યું.આ સાંભળી સૂર્યાનું હદય એક ધબકારો ચુકી ગયું.તેને કોઈ એવી આશા નહોતી કે કિંજલ આમ વહેલી સવારે આવશે તે ચૂપ જ રહ્યો,એટલે કિંજલે આગળ ચલાવ્યું " એવું નથી કે મેં કાલે જ નિર્ણય કર્યો હકીકતમાં તો મારો નિર્ણય તારા પ્રપોઝની પણ પહેલાનો તૈયાર હતો,પણ એ પહેલા તારા વિશેની બધી હકીકત મને ક્યારે જણાવીશ તે પછી હું તને કહું" કિંજલ અટકી

       "એ બહુ લાંબી વાત છે,મેં તને એ વાત નથી કહી એમાં મારા નુકશાન કરતા તારું નુકશાન વધુ છે એટલે કદાચ હું તને અત્યાર સુધી એ વાત કહેવાનું ન વિચારી શક્યો.આવું હું કેમ કહી રહ્યો છું એ તને વાત જાણી ને ખબર પડશે અને હવે જો આપણે બન્ને એક થવા જઈ રહ્યા હોય તો તારાપુર જઈને જ્યારે હું ફ્રી થાવ ત્યારે તને મારા ઘરે બોલાવી ને જ તને આખી વાત કહી દઈશ પણ એક વચન તારે આપવું પડશે કે તું મારા કામમાં મદદ ન કરી શકે તો મને કોઈ રંજ નથી પણ તેમાં મને નહીં રોકે" સૂર્યાએ કહ્યું.

         સૂર્યાની અડધી વાતો કિંજલના માથા પરથી જઈ રહી હતી,પણ કિંજલ એટલું સમજતી હતી કે સૂર્યા જરૂર તેની વિચારશક્તિ કરતા વધુ ગોપનીય છે તેને સૂર્યાની આંખોમાં જોયું અને કહ્યું " આઈ પ્રોમિસ કે હું તને નહિ રોકુ અને મારાથી બનતી બધી મદદ કરીશ"

       "ઠીક છે તો બોલ હવે તારો ફેંસલો" સૂર્યાએ કહ્યું

      "શુ? તને મારા ઉપરના જવાબમાંથી ખબર ના પડી?" કિંજલે પૂછ્યું

       "ખબર તો મને પેલી 'વરસાદી' સાંજથી હતી પણ તારા મોઢેથી સાંભળવું ગમશે" સૂર્યાએ શારારત ભરી નજરે કહ્યું.

     ***********

ક્રમશ: