Redhat-Story ek Hacker ni - 14 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 14

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 14

      રેડ હેટ:સ્ટોરી એક હેકરની
      પ્રકરણ: 14 

        કિંજલની નીંદર ઉડી તે થોડીવાર પથારીમાં પડી રહી.પછી તેને તેનો મોબાઈલ હાથમાં લીધો.તેને જોયું તો તેમાં સૂર્યાનો એક મેસેજ હતો.તે મેસેજ તેને વાંચ્યો અને પછી છાતી પર મોબાઈલ મૂકીને કંઈક વિચારવા લાગી.તેને ઘડિયાળ તરફ જોયું.સાડા પાંચ વાગી રહ્યા હતા.તે વિચારી રહી હતી કે તે આજે રાત્રે બિલકુલ એકલી હતી.તેને એકલા રહેવાની બિલકુલ મજા આવતી નહોતી.તેને થયું ખબર હતી,તેની સાહેલીઓમાં રિયા સિવાય બીજું કોઈ ખાસ નહોતું.તેને વિચાર્યું હતું કે આજે તેના મમ્મીની તબિયત ખરાબ થઈ છે તો આજે તેને ડિસ્ટર્બ કરવી ઠીક નથી અને એમ પણ તેનું તેના ઘરે રહેવું વધારે જરૂરી હતું. તેના મનમાં સૂર્યાને ફોન કરી મોડેરાત સુધી વાત કરવાનું વિચાર્યું તેને બીજા જ ક્ષણે એ ખ્યાલને દૂર કર્યો અને મનોમન બબડી " હું કેમ અંતે સૂર્યા પર આવીને અટકું છું?તે મને પહેલી નજરથી જ ગમતો થયો છે તેમાં કોઈ નવાઈ નથી,પણ શું તે ફ્રી હશે મને તો નથી લાગતું અને એમ પણ કોઈને આ રીતે ડિસ્ટર્બ કરવા ખરાબ કહેવાય.હું આજે જમીને વહેલી સુઈ જઈશ" કિંજલે બીજા વિચાર પડતા મૂકીને સોહનને ચા બેડરૂમમાં જ આપી જવા કહ્યું.

********

સમય: સાંજના છ
      
      સૂર્યા તેના રૂમ પર હવે રાકેશને પકડવા માટે તેની નાનામાં નાની ડિટેઇલ ટ્રેક કરી રહ્યો હતો.તેને કાલથી પહેલા ઝડપવા કોઈને કોઈ ઉપાય શોધવાનો હતો. સવારે છ વાગ્યે તેને ઇન્સ્પેક્ટર વિક્રમને વાત કરવા બોલાવ્યા હતા.

       સૂર્યાનું મન કામમાં ઓછું અને પેલા મેસેજ પર વધારે દોરાઈ રહ્યું હતું.જો રેડ હેટ ગેંગનો કોઈ વ્યક્તિ તેની અસલિયત જાણતો હશે તો મોટી ઉપાધિ થવાની હતી.તે જાણતો હતો કે રેડહેટ ગેંગનો બોસ પણ કોઈ હેકર જ હોવો જોઈએ અને ચોક્કસ તેને વ્હાઈટ હેટ એસેમ્બલી વિશે માહિતી હશે જ પણ તે સૂર્યા ને કેમ ઓળખી શકે?" સૂર્યા મનોમન બબડ્યો. તેને તેના દાદા સાથે વાત કરવાનું વિચાર્યું

          તેને નમ્બર જોડ્યો.સામેથી ફોન ઉપાડયો અને કહ્યું " કેમ છો સૂર્યા બેટા" સામેથી અવાજ આવ્યો.

        "દાદા એમ તો ઠીક જ છું પણ આજે એક મેસેજે મને મુંજાવ્યો છે" સૂર્યાએ કહ્યું

       "મેસેજ કેમ શુ થયું બેટા?" સામેથી અવાજ આવ્યો

          સૂર્યાએ બધી વાત વિગતે કહી.

     "વ્હોટ? શુ વાત કરે છે પણ એ શક્ય નથી" સામેથી અવાજ આવ્યો

     "પણ દાદા આપડે સ્વિકારવું રહ્યું કે ઇન્ડિયામાં કોઈ છે જે મને સારી રીતે ઓળખે છે" સૂર્યાએ કહ્યું

     "ના એવું ના બની શકે કે તે રેડ હેટ ગેંગનો કોઈ વ્યક્તિ છે"

      "પણ તો દાદા તો તે માનવું જ રહ્યું કે આપણી અસેમ્બલીનો કોઈ વ્યક્તિ રેડ હેટ ગેંગમાં ભાળ્યો છે"

      "જો બેટા મારુ નામ અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ છે. ધ ગ્રેટ અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ,માસ્ટર અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ હવે અનિરૂદ્ધ ઓછા કહે છે અને માસ્ટર જ કહે છે. હું મારા કામમાં પણ માસ્ટર છું.બધાની હું ખબર રાખું છું. કોઈને મારુ નામ યાદ પણ નથી બધા માસ્ટરથી ઓળખે છે એટલા સમયથી હું માસ્ટર પદ પર છું, અને મને પૂરો વિશ્વાસ છે કે હવેથી આ સ્થાન તારું જ હશે અને આટલા સમયના મારા ઑબસર્વેશન એવું કોઈ નથી જે એમની સાથે ભળેલું હોય.મેં કે સમીરે તે માહિતી વિશ્વાસુ લોકો સિવાય એ વાત કોઈને કરી જ નથી.તેમ છતાં ઘણા પોતાની રીતે કામ કરતા મેમ્બરો જે એસેમ્બલીના કોન્ટેકટમાં નથી પણ તેમ છતાં તે બધા ભરોસાને પાત્ર છે." માસ્ટરે કહ્યું.

        "તેમ છતાં આની હું મારી રીતે તાપસ કરું છું" સૂર્યાએ કહ્યું

         "ઠીક છે બેટા હું પણ મારી રીતે તેની તપાસ કરું છું." માસ્ટરે કહ્યું

         સૂર્યા હવે વિચારી રહ્યો હતો કે તેને રાકેશને પકડવા માટે કંઈક વિચારવું જોઈએ. તેને રાકેશ વિશે નાનામાં નાની માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું.તેને ખબર પડી કે તેના મોબાઈલમાં રેડહેટ ગેંગના કોઈ મેસેજ ન હતા. તેનો મતલબ કે તેમનો કોઈ ડિજિટલ કોમ્યુનિકેશન થતું ન હતું,પણ તેમ છતાં રાકેશનો મોબાઈલ ટ્રેક હોઈ શકે તેમાં મેસેજ કરવાથી ફસવાનો ભય હતો આથી તેને બીજો કોઈ રસ્તો વિચારવાનું નક્કી કર્યું.સૂર્યાએ તેનો ડેઇલી રૂટિન ચેક કર્યો તો તેમાં ખબર પડી કે તે રોજે કેન્ટીનમાં ચા પીવા માટે જાય છે.સૂર્યાએ પણ ઘણીવાર રાકેશને કેન્ટીનમાં જોયો છે.સૂર્યાએ થોડીવાર વિચાર્યું અને પછી એક અલગ મુસ્કુરાટ સાથે સુવા ચાલ્યો ગયો.

*****************

              રાકેશ અત્યારે તારપુરમાં એકલો રહેતો હતો.તેની આગળ પાછળ કોઈ નહોતું. પણ હંમેશાથી તે એમ ન હતો તેના માતાપિતાના મૃત્યુ તેના લગ્નના બે ત્રણ વર્ષ પછી જ થઈ ગયેલા તેને ઘરે એક પુત્રનો જન્મ થયો હતો.માં બાપના જવાનો ગમ તેના આ પુત્રએ પૂરો કર્યો હતો.તેને તેનું નામ મહાવીર રાખ્યું હતું.મહાવીર બે વર્ષનો થયો ત્યાં સુધી બધું સુખમય ચાલતું હતું.પોતે પ્રોફેસર હતો એટલે સારું એવું કમાઈ લેતો હતો.પણ ધીરે ધીરે બંને પતિપત્ની વચ્ચે કલેશો થવા લાગ્યા.ધીરે ધીરે તે વધતા જ ગયા એક સમય એવો આવ્યો કે વાત ડિવોર્સ સુધી પહોંચી.ત્યારે રાકેશે શરત મૂકી કે મહાવીરને પોતે રાખશે.પણ તેની પત્ની એકની બે ન થઈ. વાત કોર્ટ સુધી પહોંચી છેલ્લે કોર્ટે ચુકાદો આપ્યો કે મહાવીર હજુ નાનો છે આથી તે માં વગર ન રહી શકે આથી તેને તેની માને સોંપવામાં આવે અને રાકેશે તેના ભરણપોષણના રૂપિયા પણ ચૂકવવા પડશે. રાકેશ તે દિવસ પછી ખૂબ નિરાશ રહેવા લાગ્યો પણ કહેવાય છે ને કે 'વક્ત હર જખ્મ ભર દેતા હૈ'.એજ રીતે તેનું મન પણ કામમાં લાગવા લાગ્યું અને તે ધીરે ધીરે તેની પત્ની અને મહાવીરને ભૂલવા લાગ્યો.ફક્ત તેઓ તેને મહિનાની પહેલી તારીખે પૈસા ચૂકવવા યાદ કરતો.આજે ડિવોર્સને પણ દસ વર્ષ થઈ ગયા.

*************

         સમય: સવારના સાત
         સ્થળ: એક હોટલ

       સૂર્યા અને ઇન્સ્પેક્ટર વિક્રમ બન્ને પ્લાન મુજબ સવાર હોટેલમાં મળે છે.

       વિક્રમ બે ચા નો ઓર્ડર આપે છે. વેઇટરના ગયા પછી વિક્રમ ધીરેથી પૂછે છે " તો..નિખિલ શુ વિચાર્યું છે રાકેશને ફસાવવા માટે કેમ કે તેને કોલેજમાંથી પકડી શકાય તેમ નથી પણ મોહન અને બાબુને જે મુજબ પકડ્યા એ રીતે કરી તો કેમ રહેશે?"

       "તમારો વિચાર તો સારો છે પણ આ રાકેશ કોલેજની બહુ નજીક રહે છે અને મેં ચેક કર્યું હતું તો ત્યાં કોઈ એવી સુમસામ જગ્યા નથી" સૂર્યાએ કહ્યું

        "હમ્મ...તો કંઈક નવું વિચારવું પડશે" ઈન્સ્પેકટર વિક્રમે કહ્યું

       " મેં એક પ્લાન બનાવ્યો છે સાંભળો... રાકેશ રોજે ચા પીવા માટે કેન્ટીનમાં જાય છે અને જો તે વખતે જો કેન્ટીનના મુખ્યા મુનાભાઈના મોબાઈલમાં મોહન અથવા બાબુના મોબાઈલમાંથી કોલ કરવામાં આવે અને રાકેશ સાથે વાત થઈ જાય તો તેને આપડે એકલામાં બોલાવી શકીએ" સૂર્યાએ કહ્યું

       "પણ તો ડાયરેક્ટ રાકેશને જ ફોન કરી ને" વિક્રમે કાંઈક ગુંચવાતા કહ્યું

       "નહિ મને લાગે છે તેનો કોલ કોઈએ ટ્રેક કરીને રાખ્યો જ હશે અને જો કોઈએ આપડો પીછો કર્યો તો આપડો સિક્રેટ બેઝ એ લોકોની સામે આવી જશે" સૂર્યાએ કહ્યું

      "તે ઠીક છે પણ આપણને કેમ ખબર પડશે કે તે ક્યારે મુનભાઈ પાસે ઉભો છે" વિક્રમે કહ્યું

       "આમ તો લોકેશનથી ખબર પડી જાય પરંતુ સેફટીમાટે હું લેપટોપ સાથે કેન્ટીનમાં રહીશ જ્યારે રાકેશ આવશે ત્યારે હું મુનાભાઈનો કોલ મોહનના નંબરથી તમારી સાથે જોડીશ તમારે તેની સાથે વાત કરવાની છે" સૂર્યાએ કહ્યું

       "પણ તે વર્ષોથી મોહન સાથે કામ કરતો હશે મારો આવાજ તે એક સેકન્ડમાં ઓળખી જશે કે હું મોહન નથી" વિક્રમે કહ્યું

       "તેની ચિંતા તમે ન કરો એ હું જોઈ લઈશ તે તો શું તેની પત્ની વાત કરશે તો પણ એવું નહીં લાગે કે મોહન વાત નથી કરી રહ્યો" સૂર્યાએ કહ્યું

          "ઠીક છે તો પછી નીકળીએ" વિક્રમે કહ્યું

   બન્ને ચા પી ને નીકળે છે.

    **********

      સૂર્યા પોતાના બંગલા તરફ જાય છે.બંગલે પહોંચીને તેના ગળામાંથી પેલું વહાઈટ હેટનું લોકેટ ઉતારે છે તે ટોપી જેવા લોકેટને વચ્ચેથી ખોલે છે જે પેનડ્રાઈવ જેવી રચના હોય છે જે કોમ્પ્યુટરના CPU સાથે લગાવે છે.તેમાં એન્ટર પાસવર્ડનો ઓપશન આવે છે તે તેમાં સૂર્યાએ પાસવર્ડ એન્ટર કર્યો જે હતો 'કસેનિયા'.તે જ છોકરી જેને તે જ્યારે નાનો હતો ત્યારે ચાહતો હતો અને કદાચ અત્યારે પણ ભૂલી શક્યો નહોતો.

           તેને તેમાંથી એક ફાઇલ શોધી જેમાં મોહનનો અવાજ હતો તેણે તેને એક્સટ્રેકટ કરી પછી તેના પર કોઈ પ્રોસેસ કરી અને તેને એક લેપટોપમાં લઈ લીધી.તેને ઘડિયાળ સામે જોયું તો આઠ વાગી રહ્યા હતા તેને પંદર મિનિટમાં કોલેજ પહોંચવાનું હતું.

           તેને મનુકાકાને કહ્યું અને નીકળી પડ્યો કે.પી કોલેજ તરફ...

************

ક્રમશ: