Redhat-Story ek Hacker ni - 48 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 48

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 48


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:48

      સૂર્યાની ગાડી અત્યારે જંગલના રસ્તે ખૂબ શાંતિથી ચાલી રહી હતી.સૂર્યા કિંજલનું મૂડ ઠીક કરવાની કોશિશ કરી રહ્યો હતો. "કિંજલ યાર રિલેક્સ,આટલું ટેનશન લેવાની જરૂર નથી"

        "અરે સૂર્યા અત્યારે મને પોતાને ખબર નથી કે હું કોણ છું અને તું ટેંશન ન લેવાની વાત કરે છો." કિંજલે કહ્યું.

         "અરે કિંજલ મારી જિંદગીમાં તો આવી પળો ઘણીવાર આવી છે.સમય સાથે બધું ઠીક થઈ જાય છે"

          "આઈ નો,પણ.."કિંજલ કઈ બોલે એ પહેલાં જ એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો.આ સાથે જ સૂર્યાએ એક જોરદાર બ્રેક મારી. "કિંજલ નીચે ઝૂકી જા" સૂર્યાએ મોટા અવાજે કહ્યું અને ડેસ્કમાંથી તેની પોતાની ગન કાઢી.સૂર્યાએ અવાજની દિશા તરફ જોયું.ત્યાં એક લગભગ તેના જ ઉંમરની એક છોકરી ઉભી હતી.તેના હાથમાં ગન હતી.તેને સૂર્યાએ ક્યાંક જોઈ હોય એવું લાગ્યુ.તેને તેના મગજ પર જોર આપ્યું.તે એજ છોકરી હતી જે તે દિવસે તેને કેમેરો લગાવ્યા બાદ કેફેમાં જોઈ હતી.તેના હાથ પર રહેલું બે મોઢાવાળા ગરુડનું નિશાન તેને યાદ આવ્યું.તેના હાથ પર તે એ નિશાન જોઈ શકતો હતો.તેને છોકરીએ હાથથી એક ઈશારો કર્યો.સૂર્યા સમજી નહોતો શકતો કે તે શું કહી રહી છે.સૂર્યાએ તેના હાથ પર વધારે નીરખીને જોયું.ત્યાં એક કેમેરો લાગેલો હતો.સૂર્યાને સમજતા વાર ન થઈ કે તે કહેવા માંગે છે કે કેમેરામાં મને કોઈક જોયું રહ્યું છે.સૂર્યાએ એક ગોળી તેની બાજુમાં ચલાવી.તેને પણ એજ રીતે એક ગોળી સૂર્યાની બાજુમાંથી નીકળે તે રીતે ચલાવી.તેને ફરી સૂર્યાને તેના પગપાસે નિશાનો લેવાનો ઈશારો કર્યો.સૂર્યા એ નહોતો સમજી શકતો કે તેને શું કરવુ જોઈએ.તેને તરત જ એક નિશાનો તે છોકરીના પગ આગળ લીધો.તેને તે બુલેટ અડી ન હતી.તેમ છતાં તેને કેમેરામાં એ રીતે ચીસ પાડી કે તેને તે ગોળી વાગી છે.તે ઢળી પડી.અત્યાર સુધી સૂર્યા સમજી ગયો હતો કે તે કેમેરાથી બચી રહી છે.સૂર્યા તેની પાસે ગયો અને તેના હાથમાંથી પહેલા ગન લીધી અને પછી તરત જ કેમેરો લઈને તોડી નાખ્યો.

         "કોણ છે તું? અને આ બધું શુ છે?" સૂર્યાએ કહ્યું.

         "એ બધું હું તમને કહીશ પણ અત્યારે રેડ હેટ ગેંગથી છૂટવાનો મને આ છેલ્લો મોકો મળ્યો છે તો પ્લીઝ મારે એવું દર્શાવવુ પડશે કે હું પકડાઈ ગઈ છું.મને તમે પ્લીઝ ક્યાંક સેફ જગ્યા પર લઈ જાવ"

           "હા હા પણ તું છે કોણ? અને આ ગન?" સૂર્યાએ અસમંજસમાં કહ્યું.એટલીવારમાં ત્યાં કિંજલ પણ આવી ગઈ હતી.

         "એ બધી ચર્ચા પછી પણ અત્યારે આ કેમેરો તૂટતા જ તે લોકો અહીં આવી રહ્યા હશે સો પ્લીઝ"

         "ઓકે,ઓકે" કહી સૂર્યાએ જીનુંને ફોન કર્યો અને તેને ત્યાં બોલાવી લીધો.જીનુંને ત્યાં પહોંચવામાં વધારે વાર ન લાગી.

           જીનુંના આવ્યા બાદ તે છોકરીને તેની સાથે રવાના કર્યા બાદ સૂર્યા ફરી કિંજલને લઈ તેના ઘર તરફ નીકળી પડ્યો.

           "શુ નામ છે તમારું?" જીનુંએ બાજુમાં નજર કરતા પૂછયું.

           "ઊર્મિ બ્રહ્મભટ્ટ"

****************

         "સૂર્યા એ કોણ હશે? અને કેમ આત્મસમર્પણ કર્યું?" કિંજલે પૂછ્યું

          "ખબર નહિ પણ મને એવું લાગે છે કે તેની સાથે પહેલીવાર મળ્યો હોય તેવું મને બિલકુલ ન લાગ્યું.તેની સાથે મારે કોઈ ગાઢ સંબંધ છે તેવું હું ફિલ કરી શકું છું" સૂર્યાએ કહ્યું.

          કિંજલ કઈક બોલે એ પહેલાં સૂર્યાનો ફોન રણક્યો.સૂર્યાએ ફોન રિસીવ કર્યો. "હેલો સર તે અહીં છે,તમે આવી જાવ" આમેથી દબાતો અવાજ આવ્યો.

        "એક મિનિટ તું કોણ બોલે છે? અને ક્યાં આવી જાવ"

         "અરે હું ઝીરો એમ.બી સાયબર કેફેમાંથી બોલું છું અને તમે કહ્યું હતું ને કે તે સ્ત્રી ફરી આવે તો મને કોલ કરજે,તો તે સ્ત્રી અહીં જ છે અને એજ કોમ્પ્યુટર પર બેઠી છે"

         "ઓકે,થેન્ક યુ હું બે જ મિનિટમાં પહોંચ્યો" કહેતા સૂર્યાએ ગાડી રીવર્સ લીધી.

           "અરે સૂર્યા શુ થયું? એનિથિંગ સિરિયસ"

           "હા કઈક એવું જ છે.સોરી અત્યારે તને ઘરે નહિ છોડી શકું અત્યારે આપડે ઝીરો એમ.બી કેફેએ જવાનું છે" સૂર્યાએ કહ્યું.

          "પણ કેમ?"

         "થોડા દિવસ પહેલા મને એક મેસેજ હાઇડ નામથી આવ્યો હતો.તેમા લખ્યું હતું 'એક ગોળી ચાર શિકાર,સેન્ટ પિટર્સબર્ગ'. મતલબ મારા જીવનની એ ઘટના જ્યારે મેં રોટ હેલાટ ગેંગના અડ્ડા પર એક ગોળીથી ચાર લોકોને માર્યા હતા.આ ઘટના મારા,દાદા અને સમીર સિવાય હવે ફક્ત તમને લોકોને ખબર છે.તે મેસેજ જોઈ હું શોક થઈ ગયો હતો.તેનું આઈ.પી ગોત્યું તો ખબર પડી હતી કે તે સાઇબર કેફેનું છે." સૂર્યાએ કહ્યું

           "ઓહ,કેટલી કન્ફ્યુઝન છે! તું આટલી સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરી લે છો?" કિંજલે કહ્યું.

           "થઈ જાય છે,જરૂર પડે ત્યારે દાદા સાથે વાત કરી લવ છું"

 ******************

        "ક્યાં છે તે મહિલા" સૂર્યાએ કેફેમાં પ્રવેશતાની સાથે જ પૂછ્યું.સૂર્યાએ તે દિવસે પહેરેલું માસ્ક ફરી પહેરી લીધું હતું.જેથી તેને ફેંકેવાળાને કઈ વધારે સમજાવવું ન પડે.

         "સર તે થોડીવાર પહેલા જ નીકળી ગઈ"

          "અરે! તો તું શું કોમ્પ્યુટરમાં ગેમ રમી રહ્યો હતો?" સૂર્યાએ ગુસ્સામાં પૂછ્યું.

          "સર મેં ઘણી કોશિશ કરી પણ તે પણ તમારી જેમ ગન રાખે છે તો હું શું કરી શકું! પણ હા એને આ એક ચીઠ્ઠી તમારા માટે આપી છે" 

         "શુ એને તે કહ્યું કે કોઈક તમારો પીછો કરે છે?"

       "ના,ના એ તો ખબર નહીં કેમ પણ એને પહેલેથી જ જાણ હતી."

         સૂર્યાએ વધારે વિચાર્યા વગર તે ચિઠ્ઠી લીધી અને તેમાં લખેલું લખાણ વાંચ્યું "મીટ મી એટ ધ સ્કાય વીલા વિથ કિંજલ"

          "આ તો મને પણ જાણે છે" કિંજલે આશ્ચય સાથે કહ્યું.

         "હા હું પણ એ જ જાણીને હેરાન છું કે મારું તો ઠીક છે પણ આ જે કોઈ પણ છે એ તને કઈ રીતે જાણે છે?" સૂર્યાએ કહ્યું.

        "લેટ્સ ગો..ત્યાં જ જઈએ"સૂર્યાએ બહાર નિકળતા કહ્યું.

        "પણ એ સેફ છે?" કિંજલે પૂછ્યું.

        "ડોન્ટ વરી યાર હું છું ને" સૂર્યાએ કહ્યું.

         "પણ તેમની આ કોઈ ચાલ હશે તો?"

          "તો તારી પાસે અને મારી પાસે ખોવા માટે શું વધ્યું છે?" સૂર્યાએ એક સુરમાં કહ્યું.

              કિંજલને તેની એ વાત પર હસવું આવી ગયું અને તે કારમાં બેઠી.કાલ સુધી દુનિયાની કોઈ પણ પરવાહ કર્યા વગર જીવતી કિંજલ આજે જીવની સટાસટીની રમતમાં ઉલજાઈ હતી.તે જીવન-મરણનો ખેલ ખેલી રહી હતી.

***********

         સ્કાય વીલા

           કિંજલ અને સૂર્યા બિલકુલ તે બાંગલાની સામે ઊભા હતા.ત્યાં ગેટ પર એક વ્યક્તિ ઉભો હતો.તે વ્યક્તિ કોઈ સિક્યોરિટી હોય તેવું લાગતું નહોતું.તે કોઈની રાહ જોઈ રહ્યો હોય તે વર્તાઈ રહ્યું હતું.સૂર્યા તેની પાસે જાય એ પહેલાં તે વ્યક્તિ પોતે જ તેની પાસે આવ્યો.તે સૂર્યા પાસે આવીને બોલ્યો "મિસ્ટર સૂર્યા રાઈટ?"

            સૂર્યાએ હકારમાં ડોકું ધુણાવ્યું.તે વ્યક્તિ થોડીવાર સૂર્યા સામે જોઈ રહ્યો પછી વધારે કશું બોલ્યા વગર તે બન્નેને અંદર આવવાનો ઇશારો કર્યો.સૂર્યા અને કિંજલ તેની પાછળ ચાલ્યા.સૂર્યાનો હાથ ગન પર હતો અને નજર ચારેબાજુ.તેને કોઈ પણ વ્યક્તિ ત્યાં દેખાઈ રહ્યું નહોતું.તેને ધ્યાન થયું કે તે દરવાજાની બહાર એક બીજી ગાડી પણ પડી હતી.એ સિવાય બીજું કોઈ વાહન ત્યાં નહોતું.તે બાંગલાની અંદર પ્રવેશ્યો.તે ઘણો ભવ્ય બંગલો હતો.તેની સાથે જ ત્યાં ઘણી પેંટિંગ્સ લાગેલી હતી.તેમાં મોટાભાગની પેન્ટિંગ રશિયાના ખુબસુરત પહાડોની હતી.તેને તે તસવીરો પહેલા પણ જોઈ હતી.તે માણસે સૂર્યાને એક દરવાજા પાસે ઉભો રહી અંદર જવા કહ્યું.સૂર્યાએ તેની ગન બહાર જ રાખી હતી." તમે વિચારો એવું કંઈ નથી,તમેં ગન અંદર રાખી શકો છો" પેલા વ્યક્તિએ ખૂબ નમ્રતાથી કહ્યું.

              સૂર્યાએ તેની વાત પર વધારે ધ્યાન ન આપતા ગનનો સેફટીલોક ખોલ્યો અને ઘીરેથી બારણાંને ધક્કો માર્યો.તે કોઈ પણ અવાજ વગર અંદરની તરફ ખુલ્યો.તેને એક જીણી નજરે અંદરની તરફ જોયું.અંદરનો નજારો જોઈ તેને પોતાની આંખ પર વિશ્વાસ ન આવ્યો.તેને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહ્યો છે.અંદર માસ્ટર,સમીર એક સ્ત્રી સાથે સોફા પર બેઠા હતાં.એ સ્ત્રી બીજું કોઈ નહિ પણ સૂર્યાના પ્રોફેસર શ્વેતામેમ હતા.સૂર્યાને માસ્ટરના અહીંયા હોવા કરતા પણ શ્વેતામેમની હાજરીથી વધારે આશ્ચર્ય લાગ્યું હતું.તેને પોતાની ગન અંદર રાખી અને દોડીને અંદર ગયો.સૌથી પહેલા તે માસ્ટર અને સમીરને પગે લાગ્યો અને ત્યાર બાદ તેમને ગળે મળ્યો. "વ્હોટ અ સરપ્રાઈઝ દાદુ." સૂર્યાએ ખૂબ ઉત્સાહ સાથે કહ્યું.

*********

ક્રમશ: