Redhat-Story ek Hacker ni - 26 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 26

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 26


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:26

     "વેલકમ ભૈયા" ગુરુએ સૂર્યાને અંદર આવતા જ કહ્યું અને દોડીને સૂર્યાને ભેટી પડ્યો.

    "ઓહ ગુરુ ઘણા સમય પછી મળીને આનંદ થયો" સૂર્યાએ કહ્યું.

    ગુરુની ઉચ્ચાઈ અવગણી શકાય એટલી નીચી હતી અને વજનમાં પણ ખાસ્સો ફરક ન હતો.સૂર્યા મોટાભાગે રશિયામાં રહેલો હોવાથી ફેર સ્કિન હતી,જ્યારે ગુરુ પણ રશિયા માં ઘણા સમય રહ્યો હતો છતાં ત્યાંના મોસમેં તેના પર અસર કરી ન હતી તેની ચામડી ગોરી પ્રભા વાળી ઘઉંવર્ણી હતી.તેની આંખો પ્રમાણમાં નાની હતી અને નાક ચપટું હતું. તેની નેણ પ્રમાણમાં આછી હતી અને પાંપણો થોડી લાંબી હતી.તેના મોઢા નીચે એક તલ હતો.જે સાચે જ તેને આકર્ષક બનાવી રહ્યો હતો. તેના શરીરનો બાંધો ચુસ્ત ન કહી શકાય તેવો સપ્રમાણ હતો તેના કરતા પણ આકર્ષક ખભા પર બનાવેલું વાઇટ હેટ એસેમ્બલીનું છુદણું હતું.તેમાં એક ટોપીની આસપાસ બે ત્રિશુલ હતા અને નીચે ડબલ્યુ.એચ.એસેમ્બલી લખેલું હતું.હકીકતમાં તે જો શોલ્ડર કટ ટી-શર્ટ પહેરે તો જ તે ચિન્હ દેખાતું હતું બાકી સાદા ટી-શર્ટ અને શર્ટમાં તે છુપાઈ જતું હતું.અત્યારે તેને એવું જ એક કાળા રંગનું શોલ્ડર-કટ ટીશર્ટ પહેર્યું હતું.

         ગુરુએ તે બધાને આવકાર્યા અને સોફા પર બેસાડ્યા અને અંદરથી બધા માટે ઠંડુ પીણું લઈ આવ્યો અને કહ્યું "સોરી મમ્મી પપ્પા બહાર ગયા છે તો બીજું કાંઈ તો નથી પણ આ પીવો"

       "અરે ડોન્ટવરી ગુરુ એમપણ અમે નાસ્તો કરીને આવ્યા છીએ" આરવે કહ્યું.

       "ઠીક છે અમે બેઠા છીએ તું કપડાં બદલી લે પછી આપડે જઈએ" સૂર્યાએ કહ્યું.તેને ગુરુ સાથે ઘણી વાત કરવી હતી ઘણું કહેવું હતું. એસેમ્બલીની ઘણી વાત ડિસ્કસ કરવી હતી પણ બધાની સામે શક્ય નહોતું.

        "હા, એમાં એવું છે કે તે મને ફોન કર્યો ત્યારે હું સૂતો હતો કાલે રાત્રે સુવામાં ખૂબ મોડું થયું હતું સો..." ગુરુએ કહ્યું અને અંદર ગયો

         બધાએ હજી અત્યારે જ નાસ્તો કર્યો હતો તેમ છતાં અડધો ગ્લાસ પીણું પેટમાં નાખ્યું.દસ પંદરેક મિનિટમાં ગુરુ એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી બહાર આવી ગયો અને પછી બધા ઉપડ્યા દિવની એક આહલાદક સફરે!!!

        અત્યારે ગુરુ ડ્રાઇવ કરી રહ્યો હતો સૂર્યા તેની બાજુમાં ઉભો હતો. ફાઈવ સીટર કાર અત્યારે નોઈડાની ગુફાઓ તરફ જઈ રહી હતી.

        "ગુરુ મેં સાંભળ્યું છે કે આ નોઈડા કેવ્સ એક જ પથ્થરમાંથી બનાવેલ છે" સૂર્યાએ કહ્યું

       "હા ભૈયા મેં પણ એજ સાંભળ્યુ છે કહેવાય છે કે જ્યારે પોર્ટુગલો અહીં આવ્યા ત્યારે અહીં દિવના શાસક મોહમદ બેગડા વચ્ચે યુદ્ધ થયેલું.તેમાં પોર્ટુગીઝો દિવમાં એક આઉટપોસ્ટ સ્થાપવા માંગતા હતા પણ તે કાઈ ખાસ સફળ નહોતા થયા.તે બાદના શાસક બહાદુરશાહે મુઘલ શાસક હુમાયુના હમલાથી બચવા માટે પોર્ટુગલોને સાથે રાખ્યા હતા.તેમાં તેમને દિવમાં એક કિલ્લો સ્થાપવાની મંજૂરી પણ આપી હતી.ભૂતકાળમાં અત્યારે જ્યાં નોઈડા કેવ્સ છે ત્યાં એક પર્વત હતો તેના પથ્થરો નારંગી ભૂખરા રંગના હતા.જે પોર્ટુગીઝોને ખૂબ પસંદ આવેલા આથી તેને જ કાપીને કિલ્લો બનાવવાનું નક્કી કર્યું પણ તે પથ્થરો સીધા ન કાપતા તેને ગુફા બનાવેલ છે.જ્યારે છેલ્લે ભારત આઝાદ થયું ત્યારે પોર્ટુગીઝોને દિવ પરત કરવા વચ્ચે જે સંઘર્ષ થયો ત્યારે પણ પોર્ટુગીઝ સૈનિકો આ ગુફામાં સંતાયા હતા." ગુરુ અટક્યો અને કારમાં શાંતિ થઈ ગુરુની વાત બધા ધ્યાનથી સાંભળતા હતા એવુ નહોતું કે કોઈને હિસ્ટ્રી સબ્જેક્ટ બહુ ગમતો પણ ગુરુ જે રીતે કહી રહ્યો હતો તે ખૂબ ઉમદા રીતે કહી રહ્યો હતો.

      " વાહ ગુરુ તને ઘણી ખબર છે હિસ્ટ્રી વિશે" કિંજલે કહ્યું.

      "હા એમાં શું છે કે આ મારો સૌથી પઢાકું મિત્ર છે" સૂર્યાએ કહ્યું.

       "ના એવું કાઈ નથી પણ હા મને હિસ્ટ્રી અને સાયન્સ વાંચવું વધારે ગમે છે તો વાંચતો રહું છું " ગુરુએ કહ્યું.

      તેઓ નાઇડાની ગુફાના પ્રવેશદ્વારની બહાર ઉભા રહ્યા અને પછી બ્લુ દરવાજેથી બધા અંદર ગયા અંદર દસથી પંદર મિનિટ ચાલ્યા ત્યારે ત્યાં નીચે ઉતરવાની સિડી હતી.ત્યાંથી તે લોકો ઉતરીને નીચે ગયા. ત્યાંથી જ ગુફાઓ શરૂ થતી હતી.ગુફાઓ ખરેખર એક મોટા પથ્થરમાંથી અદભુત રીતે કોતરેલી હતી,અને તેમાં પ્રકાશના અવર-જવર માટે ચોરસ આકારમાં બધી તરફથી પથ્થર કોતરાયેલા હતા.આ ગુફાઓમાં એરોઝ દ્વારા કઈ તરફ જવું તેનું પણ નિર્દેશન કર્યું હતું.બધાએ લગભગ ત્યાં એકાદ કલાક ગાળી પછી નિકળી પડ્યા આઈ.એન.સેસ. ખુકરી મેમોરિયલ તરફ... ત્યારબાદ એજ રીતે તેમને બપોરના ભોજન બાદ ગંગેશ્વર મહાદેવ મંદિર અને ડાયનોસોર પાર્કની મુલાકાત લીધી.

            તે જ્યારે ડાઈનોસર પાર્ક પર હતા ત્યારે લગભગ સાંજના છ વાગી રહ્યા હતા.તેઓ લગભગ બે કલાકથી અહીં બેઠા હતા અહીંયા બે ડાઈનોસર અને એક સ્પાઇડરના વિશાળ સ્ટેચ્યૂ છે,હકીકતમાં તો આ પાર્ક બાળકોને રમવાની જગ્યા છે પણ સામે અફાટ દરિયો હોવાથી તેની દ્રશ્ય નયનરમ્ય બને છે.સાથે જ દરિયામાંથી આવતો અવિરત ઠંડો પવન વાતાવરણને ઠંડુ અને વધારે ભેજમય રહે છે.અહીં બેસવાનો આનંદ માણવો એ પણ એક લ્હાવો છે.

        તેઓએ દિવ ફોર્ટ અને નાગોઆ બીચની મુલાકાત કાલ માટે અધ્યાહર રાખી હતી અને તેઓ ગુરુના ઘરે પાછા ફર્યા હતા.જોકે બધાએ હોટેલમા જ રહેવાનું સૂચવ્યું હતું પણ ગુરુ એકનો બે નહોતો થયો.એમ પણ ગુરુનો બંગલો મોટો હતો લગભગ તેમાં આઠેક જેટલા કમરા ખાલી હતા આથી બધાએ પોતપોતાનો કમરો લીધો.રાતનું ભોજન બહારથી જ લઈને આવ્યા હતા એટલે હવે સુવા સિવાય કોઈ કામ બાકી ન હતું.આખા દિવસના થાકેલા બધા થોડીવાર મેસેજ અને ફોટા જોઈને સુઈ ગયા.સૂર્યા તેની જ રાહ જોઈ રહ્યો હતો તે ગુરુના રૂમમાં ગયો.

        "અરે ભૈયા આવ આવ બેસ..બધા સુઈ ગયા લાગે છે"ગુરુએ સૂર્યાને જોતાની સાથે જ કહ્યું.

        "હા સવારથી જ હું તારી સાથે વાત કરવા માગું છું પણ મોકો જ ન મળ્યો" સૂર્યાએ એક ખુરશીમાં બેઠક લીધી.

         "પણ આ વખતે તે ઘણો સમય લીધો વાત કરવામાં" ગુરુએ કઈક નારાજગીથી કહ્યું

        "તો તું પણ કોલ કરી શક્યો હોત ને કેમ ના કર્યો?" સૂર્યાએ ભમ્મરો ચડાવતા કહ્યું.

         "અરે યાર શુ કહું તને ખબર છે ને કે હું દિવ પોલીસની છુપી રીતે મદદ કરું છું.છેલ્લા ત્રણ ચાર મહિનાથી એક દરિયાઈ લૂંટારા અને દાણચોરી થઈ થઈ રહી હતી.તેને પકડવામાં હું મદદ કરી રહ્યો હતો અને તે લોકો મારી ખૂબ નજીક પહોંચી ગયા હતા.તેમ છતાં એક અઠવાડિયા પહેલા તે પૂરી ગેંગને પકડાવાવામાં હું સફળ થયો હતો અને ત્યારથી હું કેસની રિતપાસ કરું છું કે મારી ઓળખ થાય તેવું કોઈ સબૂત છૂટ્યું તો નથી ને! હું તને એક બે દિવસમાં કોલ કરવાનો જ હતો અને કોલ ન કરવાનું બીજું કારણ એ હતું કે મને ખબર હતી કે તું રેડ હેટ ગેંગની પાછળ પડ્યો છું સો મેં ડીસ્ટર્બ ન કર્યો." ગુરુએ સવિસ્તાર કહ્યું.

      "સાચે યાર આ મિશન અઘરું છે"સૂર્યાએ નિશ્વાસ નાખતા કહ્યું

      "તું આવી વાત કરે છે?" ગુરુએ આશ્ચર્ય સાથે કહ્યું.

      "એવું નથી યાર પણ મને લાગે છે આ ગેંગમાં કોઈ એસેમ્બલીનો વ્યક્તિ પણ શામિલ છે" સૂર્યાએ નિશ્વાસ નાખતા કહ્યું.

       "વ્હોટ તું મજાક કરી રહ્યો છું ને?" ગુરુએ કહ્યું.

        "ના હું મજાક નથી કરતો મને ઘણા એવા પુરાવા મળ્યા છે સંભાળ..."કહી સૂર્યાએ તેના તારાપુરથી માંડીને બધી વાત ગુરૂને કહી. ગુરુ ફાટી આખે આખી વાત સાંભળી રહ્યો.

         "અરે યાર આમ તો એસેમ્બલીમાં જે આજ સુધી એકબીજા પર વિશ્વાસ છે તે પણ તૂટી જશે" ગુરુએ કહ્યું.

         "મને પણ એજ ડર છે પણ દાદાનું કહેવું છે કે તે તાપસ કરી રહ્યા છે.બધા લોકો એવા ન હોઈ શકે" સૂર્યાએ કહ્યું.

         "રાઈટ બધા એવા નથી,કોઈ એકજ છે પણ તે કોઈ એક પકડાઈ ત્યાં સુધી બધા પર શક રહે એનું શું?" ગુરુએ કહ્યું

        "દાદાએ કહ્યું છે કે તે તેમની રીતે તપાસ કરી રહ્યા છે એ કંઈક શોધી કાઢશે" સૂર્યાએ કહ્યું અને પાસે પડેલી એક બોટલ લઈ પાણીનો ઘૂંટ પડ્યો.

**********

ક્રમશ: