કેટલા સમય પછી,
આનંદ મળ્યો મનને,
એવું લાગે કોઈ દી?
હા...હવે ઘણીવાર બને,
ખરેખરની વાત થઈ છે,
એ ભીડમા ખોવાયો છે,
આજે પોતાનેજ મળ્યો છે,
એવુ બને જાણે વરસો પછી,
વરસાદ મળ્યો છે રણને,
શોધતો હતો જગ આખું,
સુખની એક ઝલક માટે,
આંખો બંધ કરી સમજાયું,
એ વસતું હતું મારાં અંતરે..
મનોજ નાવડીયા