Quotes by Mr king in Bitesapp read free

Mr king

Mr king

@virdeepsinh


Hu ladi ladi ne Haji thakayo nathi tam tamare aavta raho

*હે માનવ !*

તું...
શિયાળે ઠરી જાય,
ઉનાળે બળી જાય,
વરસાદે પલળી જાય,
તારા કરતાં તો
જાનવર સારા
ૠતુ - ૠતુએ આનંદે
ચરી ખાય....

તારે...
A.C. માં છે ચોંટવુ,
વાણી વિલાસમાં છે રાચવુ,
ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,
તોયે....
ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.

ફૂલ જોઈને ચુંટી લે,
ફળ જોઈને તોડી લે,
વનમહોત્સવ અને
વૃક્ષારોપણના નામે તુ
ગજવા ભરી લે....

કોકે વાવ્યા તે માણ્યા,
તારા બચ્ચા શું ભાળશે ?
એવો કદી વિચાર કરી લે....
જન્મ થી મરણ સુધી
તને સહારો
આ વૃક્ષો નો,

જીવન જીવતાં સુધી
પ્રત્યેક પળે ઉપકાર
આ વનૌષધિ નો,
વિકાસ ના નામે
નાશ કર્યો વનરાજી નો,

ઓઝોન સ્તરમાં પડયુ ગાબડું
અને કર્યો કકળાટ
ગ્લોબલ ર્વોમિંગનો,
તારી વૃત્તિ અને વિચાર
હંમેશા છે સ્વાર્થ નો....

ભાઇ, બસ કર....
બહુ થયુ હવે....
આંબો નહી તો,
લીમડો - પીપળો વાવ,
કંઈ ના કરે તો ,
બાવળ ને જગ્યા આપ....

નહિ તો....
શિયાળે ઠરી જઇશ,
ઉનાળે બળી જઇશ,
અને
ચોમાસે તરસે મરીશ....

*"પ્રકૃતિ" એક વરદાન....*

🙏🌳🌴વૃક્ષારોપણ કરો🌴🌳🙏
🙏🌳🌴પર્યાવરણ બચાવો.🌴🙏🌳

Read More