Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(778)

જીવન તો સરળ નીકળ્યું,
પણ આ માણસ નહિં,

દૌલત, હીરા, પૈસા, રૂપનો લોભી,
પાછળ તો કેવો એ દોડે,
જાણે તોય.. સાચું લક્ષ્ય ભટક્યો,

બંધ મુઠ્ઠીમા ખૂબ જકડી રાખ્યું,
શું ખરેખર એ તારુ જ છે ?

રાખે છે આ દૌલતને તું મુઠ્ઠીમાં,
કુદરતનો ખોબો ખુલ્લો, જોઈ લે તું આકાશમાં,

બંધ હોય તો શું કામનું,
ખોલ મન અને ઢળી જા તું પવિત્ર પાત્રમાં...

મનોજ નાવડીયા

Read More

Shri Niyatiben

epost thumb

શબ્દો થકી સત્કર્મ

મોટા ભાગના લોકો વ્યર્થ જ બોલતાં હોય છે. શબ્દોનું કોઈ મૂલ્યાંકન આંકતુ નથી.

નેકી વ્યર્થ નહીં જાતી, હરી લેખાં જોખા રખતે હે,
ઔરો કો ફુલ દીયે જીસને, ઉસકેભી હાથ મહેકતે હે...

સારાં કર્મ કરતાં રહો. કર્મ જ માણસને સજ્જન મનુષ્ય બનાવે છે. ખોટાં કર્મને ઓળખતાં શિખો અને એને સામે બાથ ભીડી દો. એને ત્યાં જ થોભાવી દો, એને આગળ વધવા ના દો.

આપણાં બધાં પાસે આપણાં કપડામાં એક ખીસ્સુ હોય છે અને એ ખીસ્સામાં શું રાખતાં હોય છે? પૈસાનું પોકેટ કે રૂપિયા. એનાં વગર આ જીવન ચાલતું નથી.

એવી જ રીતે આ શબ્દો પણ હું ખીસ્સામા રાખીને ફરું છું. આ શબ્દો ઘણાં મુલ્યવાન છે.આપણને જરુરીયાત હોય ત્યાંરે જ રૂપિયા બહાર કાઢીએ છીએ. એવી જ રીતે આ શબ્દોને ગમે ત્યારે બહાર ના કઢાય. એ તો‌‌ જ્યારે જરૂર હોય ત્યારે જ સત્કર્મ માટે બહાર કાઢવા જોઈએ.


મનોજ નાવડીયા

Read More

શું છે આ બધું?

આદર જોઈએ, માન જોઈએ, સત્કાર જોઈએ,
આ બધાથી પણ જે 'પર' છે એજ સાચો જીવ કહેવાય..

મનોજ નાવડીયા

वो प्रेम कैसे मिलता ?

क्योंकी तब उमरही संघर्ष की थी,
और संघर्ष ही मैं कर रहा था..

वो प्रेम एक बार चला गया,
अब वही प्रेम फिर कैसे मिलता..

मनोज नावडीया

Read More

અનંત આકાશની કોઈ સીમા ના મળી,
કેટલાય જીવનો સમાવ્યા છે,

ધરા જેવી કોઈ જનેતા ના મળી,
એક બીજ નાખોને જીવન મળે,

સૂર્ય,ચંદ્ર અને તારાઓની જેમ કોણ ઝળહળે,
દરિયાની લહેરો અને પવનોને તો જો કેવી મોજ મસ્તી કરે,
આનંદીત વૃક્ષો કેવા ઝુમે ને ફળો આપે,

નદીઓને મળ તો ખબર પડે,
એતો કેવી દરિયાને મળવા રોજ દોડે,

પંખીઓ ઉડીને કેટ કેટલીય લાંબી સફરો ખેડે,
પ્રાણીઓ તો જંગલમાં એકલા જ મોજ મસ્ત રહે,

મનુષ્ય તું પ્રકૃતિ મન બન‌,
છે ઘણું એ જ બધું તારુ રે..

મનોજ નાવડીયા

Read More

અહમ્ને સંતોષવા મોટાં ભાગે બધાં મનુષ્ય એને હા પાડે છે, પણ વાસ્તવમાં એને ના પાડવું જ હિતાવહ છે.

મનોજ નાવડીયા

Read More

કિસ્મત તારી જાતે નહીં બદલાઈ,
એ તો તું બદલાઈશ ત્યારે બદલાશે...

મનોજ નાવડીયા