શું માતાપિતાનો પ્રેમ યુવાનીના પ્રેમ જેટલો સમાન હોય છે? જો નહિ તો આ બન્ને પ્રેમની તુલના કઈ રીતે થઈ શકે?
દરેક લવ મેરેજના કિસ્સાઓમાં સમાજ તરફથી એક વાત વારંવાર સાંભળવા મળે છે કે, " બાળકો બે-ચાર વર્ષના પ્રેમ સામે વીસ વર્ષના પ્રેમને છોડીને ભાગી ગયા....!
માતાપિતાનો પ્રેમ વિજાતીય વ્યક્તિ સાથે જોડાયેલા પ્રેમ કરતા અલગ હોય છે.. યુવાનીમાં જે પ્રેમની ભૂખ બાળકમાં જાગે છે એ પ્રેમ માતપિતા ન આપી શકે...પ્રેમ શબ્દ એક છે પરંતુ એના રૂપ અલગ અલગ હોય છે... જીવનમાં દરેક વ્યક્તિ ને દરેક પ્રકારના પ્રેમની જરૂર હોય છે...નાનપણમાં માતાપિતાના પ્રેમની, યુવાનીમાં લાઇફ પાર્ટનરના પ્રેમની અને ઘડપણમાં બાળકોના પ્રેમની....
“પ્રેમની સરખામણી ત્યારે જ થાય, જ્યારે તેનો સ્વભાવ એકસરખો હોય,
અહીં તો પ્રેમના અર્થ જ અલગ છે."
ઘણા અંશે માતાપિતા પણ સાચા છે.. કારણ કે તેમના માટે આ માત્ર સંબંધ નહીં, પણ સંતાનનું ભવિષ્ય અને સુરક્ષા જોડાયેલી હોય છે. લગ્ન જેવો એટલો મહત્વનો નિર્ણય માતપિતાની પરવાનગી વિના ન લેવો જોઈએ..પણ શું માતાપિતા ઘરમાં લેવાતા નિર્ણયોમાં બાળકોને સામેલ કરે છે?
શું એના મંતવ્યો વિશે જાણવાની કોશિશ કરે છે?
શું લગ્ન જેવા અંગત નિર્ણયોમાં બન્ને બાળકોના સ્વભાવને મેચ કરવામાં આવે છે? નહિ....
“અહીં લગ્ન પહેલા બે પરિવારો વચ્ચે થાય છે,
અને અંતે બન્ને બાળકોના લગ્ન થાય છે…”
ફળને ખરાબ કહીને ફરિયાદ કરતા પહેલા, એ પણ સમજવું જરૂરી છે કે એ ફળ એ જ વૃક્ષમાંથી આવ્યું છે.
અહીંયા સમાજને સમજવાની જરૂર નથી પરંતુ સમાજ ને સમજવાની જરૂર છે....
- Nilesh Rajput