" ઈર્ષા "
ઈર્ષા જાગી ચમનને, ખીલતું તારું વદન જોઈને.
ઈર્ષા જાગી પવનને, મહેકતી ભીની લટ જોઈને.
કમર લચકાવતી ચાલે છે જ્યારે તું મટક મટક,
ઈર્ષા જાગી હિરનને, મટકાતી તારી કમર જોઈને.
કોમળ કોમળ ગુલાબી ગાલ જાણે ખીલતું કમળ,
ઈર્ષા જાગી સુમનને, પંખૂડી સરીખા લબ જોઈને.
અંગ અંગ છે તારું નશીલું ને જવાની મધુશાળા,
ઈર્ષા જાગી અંજુમનને, બહેકતાં નયન જોઈને.
નખશિખ છે "વ્યોમ"વાસીની અદ્ભૂત આવૃતિ,
ઈર્ષા જાગી કવિજનને, બેનમૂન કવન જોઈને.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર