The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઉકળતી તું અંગારે અને વહેતી અંગેઅંગમાં, ચમકતી હોય મારી શાન તું હોય સંગેસંગમાં, ભળતી આવતી તારી ભાત મળતી રગેરગમાં, પછી તો કેમ ન હોય જિંદગી ભરપૂર રંગેરંગમાં. #TeaLover
મન છે ક્યારેક મુંજાઈ પણ ખરું!! એમાં મુકાઈ થોડો મોહ મલકનો, છૂટે લાગણીની પળો તો કેમ કરે છે દેકારો, ક્યારેક રૂબરૂ મળવાનો એક તો દે પડકારો, લાગણીના સંબંધમાં તારો જ છે સહારો, પછી હૃદયને ક્યાંથી મળે મોળો હોંકારો, જામ્યો છે જામ એક કપ ચાયથી છલકતો વહાલાં એમાંય મુકાઇ થોડો મોહ મલકનો.. #TeaLover #Mrugzal #EmptyHeart
તારુ એક એક ટીપું મારા તનમાં સમાઈ, પછી તો મને હૃદયથી તું કેમ કરી ભૂલાઈ. #TeaLover #Mrugzal #EmptyHeart
જ્યારે હૃદયના દ્વારેથી કોઈક દૂર જાય છે, ત્યારે તું જ કેમ મારી પસંદ બની જાય છે, સાચું કહું તો, તું ચાય જ છે ને? તારા માટે કેમ હૃદયના દ્વાર ખુલી જાય છે. #TeaLover #Mrugzal #EmptyHeart
રગેરગમાં એક મીઠી તલપ થઈને એ વહેતી, જરા પૂછોને આ હૃદયને ક્યાંથી એ વહેતી, સુખ દુઃખમાં એ હંમેશા સાથે રહેતી, ચા છે ને હંમેશા ચાહત બની રહેતી, જરા પૂછોને આ હૃદયને ક્યાંથી એ વહેતી... #TeaLover #Mrugzal #EmptyHeart
તું ચાય નહીં ચાહત છે મારી, હાલને એક ઘૂંટ લઈએ મારી, જો નહીં બદલે હવે રંગ પણ તારો, તો કેમ? છૂટશે હવે સંગ પણ મારો, હાલને એક ઘૂંટ લઈએ મારી... #TeaLover #Mrugzal #EmptyHeart
કાલે જે જોઈતું એ આજે નથી જોઈતું એ સમયની તાકાત છે, કાલે જે જોઈતું એ આજે પણ જોવે છે એ ચાયની તાકાત છે.. બસ ચાય તો ચાય છે. #TeaLover #Mrugzal
કોઈ માટે આ સસ્તી છે. પણ મારા માટે હસ્તી છે. #TeaLover #Mrugzal
સમય દરેક સમયને બદલી નાખે છે, ફક્ત સમયને પણ થોડો સમય આપો. ફુરસદ મિલે તો ફરમાઈશ હૈ ચાય કી....... #Mrugzal #TeaLover
જિંદગીમાં થઈ શકે એટલો જ પ્રેમ કર, પણ એમતો ન જ કહે ચાય ઓછી કર.. #TeaLover #Mrugzal
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser