આપી આપીને તમે દલડું આપો ,
વ્હાલમ ! ધડકન આપોતો અમે જીવીયે ...
જાત કરી જીર્ણ એની કળશી ભરી ,
ને એને અક્ષતની આડમાં સંતાડ્યા ,
મોટેરા માટને ગરણું ઓઢાડી,
અમે ઝાકળને જય વરી આવ્યા
આપી આપીને તમે હોંકારો આપો ,
વ્હાલમ ! હાથ આપોતો અમે આવીયે
કલમની કણી થીજે ને થરથરે ,
ને અધરોમાં અટવાણુ શું ?
હકલાતી લુલી ને તું ઓળઘોળ થઈજાય ,
ને પછી લાજનું મારે કરવું શું ?
આપી આપીને તમે વિરહ આપો ,
વ્હાલમ ! વર્તારો આપોતો અમે આવીયે .
કૃતિ રાવલ