સવારે ઊઠી આમ મસ્ત સવાર હતી, પછી યાદ આવ્યું કે અરે દિવાળી આવી ગઈ છે, પણ એ નાનપણ ની દિવાળી ક્યાં?? કોઈ નાના છોકરા ફટાકડા નોહતા ફોડતાં કે કોઈ રમાવા નો અવાજ નય, મમ્મી તો અવે નાસ્તા નો સામાન લેવા સાથે બજારે પણ નથી લઇ જતા, બધું ઓન લાઈન મળી જાય છે, કોઈ દિવાળી નું ઘરકામ ( દિવાળી નું લેશન) થયું કે નહીં એ પણ નહીં પૂછતું કદાચ ઘણા જલ્દી મોટા થઇ ગયા છે.. એ રંગોળી પૂરવાનો ઉત્સાહ, આ કલર તો મારી પાસે નથી લાવ બાજુ માં થી માંગી જોવું, ત્યારે કોઈ શરમ પણ ના નડતી, બધા ના ઘર માં થી આવતી એ તેલ ની સુગંધ , ને મમ્મી હજુ કેટલી વાર બનતા એવું પૂછવાનું પણ અવે કદાચ નસીબ માં નથી, હવે તો દિવાળી ની રજા માટે પણ વિચાર આવે, પોતાના ઘરે જતા પણ વિચાર આવે, મોટા થતાં તો ઘણું બધું છુટી ગયું, એ તારા મંડળ પણ કદાચ મોટા થઇ ગયા, એ કોઠી, ચકરડી , એ સાપ ની ગોળી, એ પણ મોટા થઇ ગયા હસે નહીં??? એ ગામ જવાની તૈયારી, એ બધા ને મળવાની ખુશી, કેટ કેટલુંય છુટી ગયું, દિવાળી આવે છે, પણ એ મમ્મી ના ઘરે બનાવેલા ઘૂઘરા વાડી મીઠાઈ જોઈએ છે , મમ્મી ના હાથ ના એ સક્કરપારા જોઈએ છે, પપ્પા ના ઑફિસે થી મળતી એ સોન પાપડી જોઈએ છે... સાચું ને????
❤ લાગણી ના સરનામે
- Megha Kothari