... તો સારું લાગ્યું એના મમ્મી એ કીધું કે એનું નામ
" તીર્થા " રાખ્યું છે, આજે કદાચ મને બહુ જ ખુશી થઇ જ્યારે આ સરકારી નોકરી લાગી, ને સેલેરી આવે એ ખુશી થી પણ કદાચ વધારે ખુશી એક નાનકડા જીવ ને બચાવ્યા ની ખુશી ને એમના ઘર ના કે તીર્થા ના મમ્મી પપ્પા ને અમે હંમેશા યાદ રહીશું ને આજે ,આ નોકરી કરીએ છે એ સાર્થક પણ થઈ. કોઈ નો જીવ બચાવવો એ પણ કદાચ એક પુણ્ય જ છે હા અમે માત્ર નિમિત્ત છે, બધું ઉપર વાળા ના હાથ માં છે પણ મહેનત ને પ્રાર્થના તો અમારી પણ છે... તમારો ખૂબ ખૂબ આભાર ભગવાનજી બસ આમ જ તમે છો એનો પુરાવો આપતા રહેજો.... ને તમારા પર નો વિશ્વાસ કાયમ બનાવી રાખજો..... ( સત્ય ઘટના....)