કાલે નાઈટ ડ્યુટી હતી એટલે હું જાગતી જ હતી મારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક રિકવેસ્ટર આવી, જોયું આમ જોયેલા હોય એવું લાગ્યું ને ૨ જેવા મિત્રો પણ હતા એમાં પછી મેં રિકવેસ્ટ સ્વીકારી , નાઈટ ડ્યુટી કરી ઘરે આવી પછી ફ્રેશ થઇ ઊંઘવા ની તૈયારી કરુ ત્યાં જ મેસેજ આવ્યો કેમ છો દીદી? જવાબ આપતા પહેલા ફરી થી પ્રોફાઇલ માં ફોટો જોયો પછી અચાનક યાદ આવ્યું અરે આ તો બેબી ઑફ હેમાંગી જે અમારું એક પેશંટ હતું એના મમ્મી છે , એટલે કે ઘણા મોટા નહીં પણ આમ મારી ઉંમર ના જેટલા જ એ પેશંટ જેને અમે કદી ભૂલી શકીયે નહીં, જે ૩ માસ જેવું અમારા NICU(નવજાત શિશુ વિભાગ) માં રહ્યું જેનું વજન ઘણું જ ઓછું હોવાથી (૧ કિં. ગ્રા) કરતા પણ ઓછું ને અધૂરા મહિને જનમ્યુ એટલે શ્વાસ લેવા માં પણ તકલીફ એટલે એને વેન્ટિલેટર પર મૂક્યું હતું જેમ બધા ની સેવા કરીયે એ જ રીતે એની પણ કરવા લાગ્યા સવારે બાળક ને સાફ કરવું એનું ડાયપર બદલવું, ઇન્જેકશન આપવા, ફીડ આપવું, બધુ જ આટલા વર્ષ થી એક જ વોર્ડ માં નોકરી કરીયે એટલે એટલું તો ખબર પડે કે કયું બાળક સારું છે કયું બાળક નથી સારું રોજ મમ્મી પપ્પા ને સમજાવા માં જ આવે છે બાળક ની પરિસ્થિતિ આ તે બધુ જ કોઈ આશા તો નોહતી લાગતી કે બાળક જીવસે કારણ કે વજન તેમજ શ્વાસ લેવા માં પણ તકલીફ મશીન પર મૂક્યું છતા , પણ અમે એની
મમ્મી ની હિંમત ને જે હકારાત્મક વલણ જોયું એ કોઈ બીજા માં ના જોયું કે ના મારું બાળક સારું થશે જ આજે નહીં તો કાલે પણ સારું થશે જ આખી ટીમ મળી ને કામ કરતી રોજ ના ઇન્જે તેમજ દુધ આપવું નળી થી એના મમ્મી પણ દર ૩ કલાકે દુધ આપી જતા,ધીરે ધીરે બાળક માં સુધારો આવતો ગયો, પણ જેવું નાના મશીન પર લઈયે કે ફરી થી શ્વાસ લેવાનું ભૂલી જાય ને ઓકસીજન ની વધારે જરૂર પડે આ જ રીતે કરતા કરતા ૩ માસ થઇ ગયા નહીં અમે લોકો એ હાર માની કે નહીં એના મમ્મી પ્પપા એ બાળક સારું થતું ગયું એમ એમ એને નાના એના થી નાના મશીન પર મૂકતા ગયા, પછી તો અમને પણ એની ટેવ પડી ગઈ જ્યારે ડ્યૂટી માં જઇયે ત્યારે પેલા પૂછીયે હેમાંગી કેવું છે, લાગણી બંધાય ગઈ પછી તો પણ અમારી સાથે સાથે એના મ્મમી પપ્પા એ પણ ઘણું ધ્યાન રાખ્યું છે ટાઇમ ટુ ટાઇમ દુધ આપી જવું, નળી થી દુધ આપી દઇએ એટલે ખબે ૩૦ મીનીટ સુધી રાખવું સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ થાય એટલે કાંગારુ મધર કેર આપવી, બાળક સારું થતું ગયું પણ હજુ વજન ધીમે ધીમે વધતું હતું, ને આ જ ગાળા માં મારા લગ્ન હતા, હું ૧૦ દિવસ ની રજા પર ગઈ પણ તો એ હું એને રોજ યાદ કરતી ને જેની ડ્યૂટી હોય તો કોલ કરી ને પણ પુછતી, પણ હું રજા પર થી આવી ત્યાં સુધી તો એને રજા આપી દીધી હતી , મને એને મળાયું નહીં એનું દુખ હતું પણ સૌથી વધારે ખુશી એ વાત ની હતી કે એ સારું થઇ ને ઘરે જતું રહ્યુ છે, ને આજે આટલા દિવસે એના મમ્મી જોડે વાત કરી ને એના પિક જોયા ........