જો હોય આ મારી અંતિમ ક્ષણ..
તો પ્રાર્થી રહુ પ્રભુને કે, ખૂબ આપ્યું હે વિધાતા..
તારી બનાવેલી સૃષ્ટિ ખૂબ રસપ્રદ છે..
વૈવિધ્યતાઓ અને વિષમતાઓ વચ્ચે જીવન જીવવાની ખૂબ મજા આવી..
મિત્રો અને પરિવાર અમૂલ્ય મુડી મારી..
મને દુઃખો વચ્ચે પણ જીવતા શીખવી ગયા..
આ અંતિમ ક્ષણો તો ઉજવવાની ઘડી છે.
કોઈ અફસોસ વગર તારા અહેસાસને માણવાની ઘડી છે..
આશા અને નિરાશા નામના બે અંતિમો વચ્ચે જીવતા લોકોને એક જ સંદેશ કે જીવનને હરપલ જીવતા શીખી જાઓ. જાણે આપણી અંતિમ ઘડી આજ છે....
આજ અવસર છે. આજ સફર છે આખરી.. આજ પળ છે આપણી...
#Ultimate