The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.
મારા ભાગની દુનિયા મને દઈ દે, બદલામાં વીત્યા સમયનું સરવૈયું લઈ લે. પડછાયાની લગોલગ તારાં, એક સરનામું મારું તું દઈ દે. એકમેકનો ઘૂંટયો જે દાખલો, સરવાળા-બદબાકીને ગણિત તું કહી દે. વધ્યો કોઈ શેષ, તો ઘસારો ગણજે, બાકી તો બધું તું કસરમાં લઈ લે. નફા-નુક્સાનમાં તો છે જ ભાગીદારી, ખોટી આ રકઝકની દાવેદારી તું લઇ લે. ઠીક છે, હતો વાંક મારો પણ...માન્યું, તો શું થયું, જો તું જાતે જ વાંકમાં રહી લે ? હશે... ના માંગ તું હવે માફી, તને ખબર છે, તારું હાસ્ય જ છે કાફી. ચાલ, હવે કહું એમ કર, ખોટા આ ઝગડાઓને ઘઉંના થેલામાં ભર. કપાસની સરકડીનો માર એક ઘસરકો, "નિધિ"ના નામનો જયકારો તું કર. પ્રેમથી હવે બેસ તું પાસે, કાયમ માટે તું મારો જ થઈ રહે. ખળખળ વહેતી લહેરોના અવાજમાં, વણકહયા "બે શબ્દો" તું કહી દે. કહીશ જે પણ કાંઇ... હું સાચવીને રાખીશ, લાગણી મઢેલ "પ્રીતડબ્બી"માં રાખીશ વળતર જો તારે જોઈતું હોય, Nidhi વ્યાજ મળશે, મૂડી "બંધમુઠ્ઠી"માં રાખીશ. ભલે ભમવું હોય, તારે હજુ રમવું હોય, "સંધ્યાકાળે" આવજે પાછો, તારા નામે સઘળું "અકબંધ" હું રાખીશ.
પરોઢે પંખીઓના ટોળામાં ગોતું, તો સુરખાબ, પૂછતી નથી જે સવાલ, એનો એ જવાબ. ઘટાદાર જંગલોમાં, એ કુણું પર્ણ, ભીંસાએલ ખૂણામાં નજર એક નાખું, તો એ કર્ણ. દૂર ફેલાયેલ ગુલાબની વાડીએ, જાણે મોગરો, કાટથી જકડાયેલી ઉદાસ બારીનો, એ મિજાગરો. ઉતાર ચડાવની કપરી કેડીએ સમથળ, હાથ જરાક લંબાવું, તો અઢળક. કેમ ? શાને ? સમજાય નહીં એવું, ઠંડુ એ હાસ્ય, મધદરિયાના વમળે વહેતુ, હુંફાળું રહસ્ય. ધ્રુજતાં મારા હાથમાં, જાણે આકાશ, દાવાનળ ભર્યા શહેરમાં, પડખે અવકાશ. નામ તને આપવા બેસું, તો ફક્ત "તું", Nidhi બીજું કોઈ નામ, તને આપવું મારે શું ? નામ થકી વિખેરવા, આ સંબંધ શા માટે ? અનામી આ લાગણીને, હૃદયે રાખીશને તું ? બોલ ને... સુખ-દુઃખના આંસુ મારા, ચાખીશને તું ? આ ભવની મુસાફરીએ, સાથે ચાલીશને તું ? વધતાં મારા પ્રેમથી, બમણો કરીશને તું ? Nidhi પ્રસ્તાવ છે આ પ્રીતનો, હામી ભરીશને તું ???
क्यों नहीं ??? हँसती हुई आँखों से पूछा... ठेर सारी खुशियोंमें तू शामिल क्यों नहीं है ? देखती हो सारा जहाँ... महफिल में मशरूफ़ क्यों नहीं है ??? बेज़ार है तकदीर... या कोई लकीर सो रही है ? बुना कोई ख़्वाब है टूटा... या कोइ ख़्वाहिश रो रही है ??? ग़ुमशुदा हुआ है क़ुछ ? या बहेतर की तलाश में हो ? Nidhi मिल गई है चाहत अग़र, क़दम फिर महफ़ूज़ क्यों नहीं है ??? सूखने दे आँखों को, जो अपना एहसास खो रही है ! बेशक़ीमती अश्कों से शायद, बेग़ैरत के निशां धो रही है !!! वजूद है ख़ुद का अग़र, कारवाँ चलता क्यों नहीं है ? रास्ता नामुक़्क़ीन है ग़र, नया कोई मोड़ दिखता क्यों नहीं है ? होंसलेकी बाँध ले गठरी, उठा कदम तुजे चलना क्यों नहीं है ? ढ़लती हुई शाम से कभी पूछो, Nidhi क्या सचमें तुजे उगना नहीं है ???
અગાશીએથી દેખાતું તળાવ જોવામાં વ્યસ્ત છું, રાતની ઠંડક, ચાંદ અને પાણીના સમન્વય સાથે, હું મારામાં જ સમસ્ત છું. અને અચાનક પાછળથી એક હાથનો, મારા હાથને સહેજ સ્પર્શ, હળવી એક ધ્રુજારી સાથે, રુંવાડે રુંવાડાની, સલામી થઈ સ્પષ્ટ. મીઠો એક આંચકો, ને તને પ્રત્યક્ષ જોઈ લેવાથી મારો થઈ ગયેલો નાસ્તો, પણ તને તો ભૂખ લાગી છે, પ્રીતની પળોના અભણે જાણે રજા માંગી છે. ઠીક છે, પહેલા પેટપૂજા કરી લે, પણ પછી તું મારી ઈચ્છાને હણી લે. સાંભળને...હૃદયમાં ઝણઝણે, એ તાર ક્યાં મળે ??? મારામાં વર્તાય, એ તારામાં કાં ન કળે ??? આડીઅવળી વાતોના મેળામાં, ઇચ્છતી આંખો પાણીયાળી રહી, ફૂટ્યાં અંકુર કોહવાયા, ને મનની વાત મનમાં જ રહી. નીંદર સાથે જીભાજોડીમાં, સપનાઓની જીત થઈ , Nidhi આજ પણ આજે કાલની જેમજ લાગણીઓની રીસ થઈ. જાણે હવામાં ઉડતું એક પીછું ધીરેકથી પાંપણ ઉપર બેઠું, પોતાના બધા જ રંગો ખંખેરીને ફરી પોતાની રાહે જાતું દીઠુ.
પાનું ઉથલાવ અને જો, પ્રકરણમાં આગળ શું છે ? એક-એક લીટીએ, શબ્દે-શબ્દના મર્મની પાછળ તું છે. વિષય બદલવા તારે પુસ્તક બદલવું પડશે, Nidhi મારા ગમતાં સંગ્રહની તો બહાર જ રખડવું પડશે. નાહકનો હેરાન થા માં, અળગો થઈ તું આમ જા માં, ખુલ્લાં આકાશ, ને સાથે મધુવન રાખ્યાં છે મેં, કોઈના પિંજરે તું પોરો ખા માં. ચારેકોર નજર ફેલાવ... દુન્યવી ભ્રમજાળ શું છે ? ક્યાંક અટકે તો... યાદ રાખજે... "મારી રગેરગની આગળ-પાછળ તું છે."
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser